FAU-G ગેમ આખરે લોન્ચ થઈ ગઈ, જુઓ ક્યાંથી ડાઉનલોડ કરવી

આજે 72મો પ્રજાસત્તાક દિવસ છે અને દર વખતની જેમ લોકોમાં અનોખો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. તો એક તરફ દિલ્હીમાં ખેડૂતો પણ પોતાની જીદ પર ટટ્ટાર થઈને ઉભા છે. ત્યારે આ બધાની વચ્ચે અક્ષય કુમારે પોતાની ગેમિંગ એપ FAU-Gને લોન્ચ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે FAU-Gનું પૂરું નામ ફિયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ એપની લિંક શૅર કરી. લિંક શૅર કરીને અક્ષય કુમારે કહ્યું હતું, ‘દુશ્મનોનો સામનો કરો. તમારા દેશ માટે લડો. તમારા ત્રિરંગાનું રક્ષણ કરો. ભારતમાં જે એક્શન ગેમની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ ગેમ અંતે લૉન્ચ થઈ ગઈ છે. FAU-G તમને આગળ લઈ જશે. આજથી જ તમારું મિશન શરૂ કરો. હવે અક્ષય કુમાર આ ગેમને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને આ ટ્વીટ વાયરલ થઈ રહી છે.

image source

આ સિવાયની વાત કરીએ તો આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની n-CORE (એન-કોર)એ બનાવી છે. આ કંપનીના માલિક દયાનિધિમ એમ જી છે. કંપનીના COO ગણેશ હંડે છે. ગૂગલ પ્લે સ્ટોર પર FAU-Gનું 50 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયું છે એવો પણ એક રિપોર્ટ છે. એનકોર ગેમ્સના CEO વિશાલ ગોંડલે કહ્યું હતું, ‘FAU-G એ બતાવવાનો પ્રયાસ કરે છે કે એક ભારતીય જવાનનું જીવન કેવું હોય છે અને તે આપણાં માટે બોર્ડર પર કેવી રીતે લડે છે. ફેન્સ માટે મહત્વના સમાચાર એ છે કે આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. જો તમે પહેલેથી જ આ ગેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો તમે એને એ રીતે ડાઉનલોડ કરી શકશો. આ ગેમની સાઈઝ 460 MB છે. એ સિવાય વાત કરીએ તો આ મોબાઈલ ગેમમાં પણ એપ પર્ચેઝ ઓપ્શન છે.

આ ગેમન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. જો કે પબજી તથા અન્ય ગેમની જેમ જ FAU-Gમાં પણ પર્ચેઝનું ઓપ્શન આપવામાં આવ્યું છે અને તમે ગેમની અંદર જ ખરીદી કરીને આગળના લેવલ પર વધી શકો છો. આ પહેલા ગેમનું ટીઝર આવ્યું હતુ અને ત્યારે દશેરના દિવસે અક્ષય કુમારે FAU-Gનું ટીઝર શેર કરીને કહ્યું હતું, ‘આજે અનિષ્ટ પર ઇષ્ટનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. આપણા નીડર અને એકતાના પ્રતીક જવાનો માટે સેલિબ્રેટ કરવા આનાથી સારો દિવસ કયો હોઈ શકે? દશેરાના દિવસે રજૂ છે FAU-G ટીઝર. એની લોન્ચિંગ ડેટ નવેમ્બરમાં રાખી છે. જો કે ત્યારબાદ આજે 26 જાન્યુઆરીએ આ ગેમ લોન્ચ થઈ છે.

image source

ઉલ્લેખનીય છે કે ગલવાનમાં ભારત-ચીનના સૌનિકો વચ્ચે ઝપાઝપી પછી કેન્દ્રએ 29 જૂનના રોજ 59 ચીની એપ્સ, 27 જુલાઈએ 47 એપ અને 2 સપ્ટેમ્બરે 118 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

image source

જો કે, પબજી મોબાઈલ અને ડેસ્કટોપ પર હજુ પણ અવેલેબલ છે, પરંતુ અક્ષય કુમારની જાહેરાત પછી સોશિયલ મીડિયામાં લોકોએ ફૌજીને લઇને પોઝિટિવ કમેન્ટ્સ આપી હતી. આ ગેમમાં ગલવાન ઘાટી ઉપર ચીન સાથે થયેલા ઘર્ષણનો ઉલ્લેખ છે જે સીન ટિઝરમાં પણ બતાવવામાં આવ્યા છે. આ ગેમના ફાઉન્ડર અને nCore Gamesના ચીફ વિશાલ ગોન્ડલે કહ્યું હતું કે આ ગેમમાં શરૂઆતના થોડા સમય સુધી બેટલ રોયાલ મોડ નહીં હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત