2021માં એકથી એકથી ચઢિયાતી કાર થશે લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ, ટાટાની આ કાર તો છે ધાસુ

કોરોનાકાળમાં મોટાભાગના ઉદ્યોગમાં મંદીનો માહોલ આ વર્ષે જોવા મળ્યો છે. જેમાં ઓટો ઈન્ડ્રસ્ટ્રીઝ પણ બાકાત નથી. તો બીજી તરફ વધતા જતા પેટ્રોલ અને ડિઝલના ભાવને કારણે કંપનીઓ ઈલેક્ટ્રીક કાર તરફ વળી છે. નોંધનિય છે કે હવે એપલ પણ કાર ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પગ પેસારો કરવા જઈ રહી રહી છે. મળતી માહિતી પ્રમાણે 2024માં એપલ પોતાની બેટરી સંચાલીત કાર બજારમાં મુકી શકે છે.

તો બીજી તરફ વર્ષ 2021માં ઘણી કંપનીઓ તેમની કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે, એટલે કે ગ્રાહકો પાસે કાર ચોઈસના ઓપ્શન વધારે રહેશે. તો આજે અમે તમને વર્ષ 2021માં લોન્ચ થનારી કાર વિશે માહિતી આપીશું.

Mahindra eKUV100

image source

Mahindra eKUV100 ઇલેક્ટ્રિક કારમાં 15.9kWhની બેટરી મળશે. આ અંગે કંપનીનું કહેવું છે કે 1 કલાકના સમયમાં એ 80% ચાર્જ થશે. સિંગલ ચાર્જ પર એની રેંજ આશરે 147km સુધી રહેશે. આ કનેક્ટેડ કાર હશે. તેમાં કેબિન પ્રીકૂલિંગ, લોકેશન ટ્રેનિંગ, રિમોટ ડાયગ્નોસ્ટિક અને ડ્રાઈમ મોનિટરિંગ જેવા ફીચર્સ મળશે. સેફ્ટી માટે તેમાં પાર્કિંગ સેન્સર્સ ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, સીટબેલ્ટ અલર્ટ, ઓવરસ્પીડ અલર્ટ, ABSની સાથે EBD મળશે.

MG Hector Plus

image source

MG Hector Plus માં 10.4 ઇંચની સ્ક્રીનનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે, એ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ કરે છે. એમાં આઈ-સપોર્ટ ટેક્નોલોજીથી સજ્જ 55 કનેક્ટેડ ફીચર્સ આપ્યા છે. કારમાં 8 એમ્બિયન્ટ લાઈટિંગ, લેધર વ્રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ ઇન્ફિનિટી સાઉન્ડ સિસ્ટમ, પેનોરોમિક સનરૂફ અને પાવર ડ્રાઈવર સીટ આપી છે. આ ઉપરાંત 6 એરબેગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD 360 ડીગ્રી કેમેરા જેવા એડવાન્સ સેફ્ટી ફીચર્સ આપ્યા છે, કારમાં 2.0 લિટર, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન મળી શકે છે.

ન્યૂ જનરેશન સ્કોડા ઓક્ટાવિયા

image source

આ રેસમાં સ્કોડાનો પણ સમાવેશ થાય છે. 4th જનરેશન ઓક્ટાવિયામાં મેટ્રિક્સ LED હેન્ડલેમ્પ, 10.25 ઇંચ વર્ચ્યુઅલ કોકપિટ, 10 ઇંચ ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વિથ બિલ્ટ-ઇન-ઈ-સિમ સ્માર્ટફોન કનેક્ટિવિટી, એડવાન્સ વોઈસ કંટ્રોલ ડિજિટલ અસિસ્ટન્ટ, 4.2 ઇંચ હેડ-અપ ડિસ્પ્લે, 12 સ્પીકરવાળી કેંટન સાઉન્ડ સિસ્ટમ, એક પેનોરોમિક સનરૂફ, થ્રી-ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફીચર્સ મળશે. તેમાં 1.5 લિટર TSI EVO ટર્બો ચાર્જ પેટ્રોલ અને 2.0 લીટર TSI ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે.

ન્યૂ જનરેશન મહિન્દ્રા બોલેરો

image source

તો બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ જનરેશન મહિન્દ્રા બોલેરો 2021ની મોસ્ટ એન્ટિસેપ્ટેડ કાર છે. તેના નવા મોડેલમાં વધારે ફીચર્સ અને સુવિધાઓ મળશે. તેમાં BS6 રેડી, 1.5 લિટર, 3 સિલિન્ડર mHawk 75 ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ગિયરબોક્સ મળશે.

નેક્સ્ટ જનરેશન XUV500 SUV

image source

મહિન્દ્રા નવા વર્ષે પોતાની નેક્સ્ટ જનરેશન XUV500 SUV પણ લોન્ચ કરશે. કંપનીએ તેની એક ઝલક ઓટો એક્સ્પો 2020માં દેખાડી હતી. આ ન્યૂ જનરેશન SUVમાં BS6 2.0 લિટર એન્જિન મળશે. એ 180hpનો પાવર જનરેટ કરશે. જોકે એવી પણ વાત સામે આવી છે કે, તેમાં ન્યૂ 2.0-લિટર 4-સિલિન્ડર mStallion પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 190hp પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરશે.

મારુતિ XL5

image source

ભારતની સૌથી વધુ વેચાતી કારમાં મારૂતીનું નામ મોખરે છે. એવું લાગે છે કે મારુતિ XL5 વેગેનારનું પ્રીમિયમ મોડલ હશે. એનું ઇન્ટીરિયર વેગેનારની સરખામણીએ વધારે પ્રીમિયમ હશે. તેમાં ઘણા યુટિલિટી ફીચર્સ પણ મળશે. ટેસ્ટિંગ દરમિયાન તે ઘણી બધી વાર રસ્તા પર પણ જોવા મળી હતી. જોકે કારના ફિચર્સ વીળે હજુ કોઈ વદુ માહિતી બજારમાં સામે આવી નથી. જો કે જાણકારોના મતે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે, કંપની તેનું સેલિંગ નેક્સા ડીલરશિપથી કરશે.

મારુતી સેલેરિયો નેક્સ્ટ જનરેશન

image source

આ રેસમાં મારૂતીની સેલેરિયો પણ છે. નેક્સ્ટ જનરેશન સેલેરિયોમાં ઘણા કોસ્મેટિક ફેરફાર જોવા મળી શકે છે, એમાં નવી ગ્રિલ, નવી હેડલાઈટ્સ અને ટેલલેમ્પ્સ આપવામાં આવી શકે છે. એમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સપોર્ટવાળી સ્માર્ટપ્લે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, મલ્ટી ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, ડ્યુઅલ એરબેગ્સ, EBD, EBS અને રિયર પાર્કિંગ સેન્સર્સ મળી શકે શકે છે. કારમાં 66 bhp પાવર અને 90Nmનું ટોર્ક ધરાવતું 1.0 લિટર પેટ્રોલ એન્જિન મળી શકે છે.

ફોર્ડ C -SUV (CX757)

image source

આ યાદીમાં જાણીતી કાર કંપની ફોર્ડ પણ પાછળ નથી. ફોર્ડની આ C સેગમેન્ટ SUVમાં મહિન્દ્રા XUV500ની ઝલક દેખાશે. એના ફ્રંટમાં ઓક્ટાગોનલ બ્લેક ગ્રિલની સાથે ક્રોમ ફિનિશ અને બ્લુ ઓવલ બેઝની ઝલક દેખાશે. તેમાં મલ્ટીલેયર LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સ અને હેડલેમ્પ્સ દેખાય છે. તેમાં 2.0 લીટર mStallion પેટ્રોલ એન્જિન અને 2.2 લિટર ફોર પોટ ડીઝલ એન્જિનનો ઓપ્શન મળી શકે છે, એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.

રેનો કાઈગર

5 સીટર કારમાં રેનોની આ ત્રીજી પ્રોડક્ટ હશે. તેને કેલિફોર્નિયા ડ્રીમ અને ઓરોરા યારેલિસ કલરને મિક્સ કરીને પેન્ટ કરવામાં આવી છે, જે વિવિધ એન્ગલ અને પ્રકાશમાં બ્લુ અને પર્પલ કલરની દેખાય છે. એમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, સેમી-ફ્લોટિંગ રૂફ, રૂફ ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર ફ્લેગ ડ્રોપ, સ્લોપિંગ રિઅર વિંડો, ટેપર્ડ મિરર વગેરે જેવાં એરપ્લેન વિંગ્સ, 19 ઇંચના એલોય વ્હીલ્સ, રૂફ રેલ્સ, અગ્રેસિવ ફ્રંટ મળશે. આ 1.0 લિટરનાં થ્રી સિલિન્ડર ટક્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનથી સજ્જ હશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 210mm હશે.

TATA ગ્રેવિટાસ

આ યાદીમાં દેશની જાણીતી કાર કંપની TATA પણ સામેલ છે. TATA ની ગ્રેવિટાસ 7 સીટર SUV હશે, જેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે 8.8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. તેમાં ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, કી-લેસ એન્ટ્રી, ડ્રાઇવ મોડ અને પુશ બટન સ્ટાર્ટ, 9 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ જેવાં ફીચર્સ મળશે. તેમાં BS6 2.0-લિટર ડીઝલ એન્જિન મળી શકે છે, જે 170PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેની લંબાઈ 63mm અને ઊંચાઈ 80mm હોઈ શકે છે.

ફોક્સવેગન ટાઇગુન

ફોક્સવેગન પણ પોતાની નવી કાર 2021માં લોન્ચ કરશે. ટાઇગુન MQB A0 IN પ્લેટફોર્મ પર બેઝ્ડ ફોક્સવેગનની પહેલી કાર હશે અને સ્કોડા વિઝન-ઇન જેવા 1.0-લિટર અને TSI અને 1.5-લિટર TSI પાવરટ્રેનથી સજ્જ હશે. ટ્રાન્સમિશન ઓપ્શનમાં 6-સ્પીડ મેન્યુઅલ સાથે જ 7-સ્પીડ DSG સામેલ થઈ શકે છે. ટાઇગુન, ફોક્સવેગન ઉપરાંત સ્કોડા વિઝન-ઇનનું વર્નઝ હશે. તેને ઓટો એક્સપો 2020માં નિયર-પ્રોડક્શન ફોર્મમાં શોકેસ કરવામાં આવ્યું હતું.

TATA HBX

આ ઉપરાંત ટાટાની બીજી કાર પણ લોન્ચ કરવામાં આવશે. ટાટાની TATA HBX આ માઇક્રો SUV ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરવામાં આવી હતી. તેની ફ્રંટ ગ્રિલમાં લાઇન ગ્રિલ મળશે, જેમાં ટાટાનો લોગો, LED DRL, સ્પ્લિટ હેલોજન હેડલેમ્પ, રેડિયેટર ગ્રિલ અને ડ્યુઅલ-ટોન બંપર ઉમેરવામાં આવ્યા છે. તેમાં ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, નીચેની બાજુ એસી વેન્ટ્સ હશે. તેનાં ટોપ વેરિએટમાં ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવી શકે છે. આ ગાડી 1.2-લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

સિટ્રોમ C5 એરક્રોસ

એરક્રોસ બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પોમાં લોન્ચ થશે. તેમાં 180PS પાવર સાથે 1.6-લિટર ટર્બો મોટર પેટ્રોલ અને 176PS પાવર સાથે 2.0-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે. બંને એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે. તેમાં પેનોરેમિક સનરૂફ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે હેન્ડ્સ-ફ્રી પાર્કિંગ, પાવર ડ્રાઇવ સીટ, ડ્યુઅલ-ઝોન ક્લાયમેટ કન્ટ્રોલ અને 12.3 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ મળશે.

મહિન્દ્રા eXUV300

મહિન્દ્રાએ તેની eXUV300 ઇલેક્ટ્રિક SUV ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરી હતી. XUV300 EV મહિન્દ્રાની પહેલી એવી કાર પણ છે તેની ડિઝાઇન મેડ-ઇન-ઇન્ડિયા છે, એટલે કે તેને મહિન્દ્રા ઇલેક્ટ્રિક સ્કેલેબલ મોડ્યુલર આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ EV 2 બેટરી ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ ગાડી ફુલ ચાર્જ પર 370 કિમીનું અંતર કાપી શકશે. ઇન્ડિયન માર્કેટમાં તે ટાટા નેક્સન EVને ટક્કર આપશે.

image source

મહિન્દ્રા XUV400

આ ઉપરાંત મહિન્દ્રાની વધુ એક કાર પણ માર્કેટમાં આવશે. મહિન્દ્રાની ઓલ ન્યૂ XUV400 પણ વર્ષ 2021માં ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરવાની છે. આ 7 સીટર હ્યુન્ડાઈ ક્રેટા 7 સીટર અને MG ગ્લોસ્ટરને ટક્કર આપશે. આ SUVમાં કંપની 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 110hp પાવર જનરેટ કરશે. કારમાં એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવી શકે છે.

મહિન્દ્રા XUV300 સ્પોટ્સ

મહિન્દ્રા XUV300 સ્પોટ્સ કારને ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે તેનું લોન્ચિંગ પોસ્ટપોન થઈ ગયું. તે તેના રેગ્યુલર XUV300 કરતાં વધુ પાવરફઉલ SUV છે. તેના ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં નવું 1.2 લિટર, 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ એમસ્ટેલિયન પેટ્રોલ એન્જિન છે. તેનો મેક્સિમમ પાવર 130bhp અને ટોર્ક 230Nm છે. નવાં બોડી ગ્રાફિક્સ સાથે તેને સ્પોર્ટ્સ લૂક મળશે. તેમાં ઓલ-બ્લેક ઇન્ટીરિયર સાથે રેડ સ્ટ્રાઇપ્સ અને રેડ હાઇલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવશે.

image source

ટાટા અલ્ટ્રોઝ EV

ટાટા અલ્ટ્રોઝ ઈલેક્ટ્રિકને રેગ્યુલર અલ્ટ્રોઝની જેમ જ બ્રાંડના ALFA પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. આ ઈલેક્ટ્રિક કારમાં 30kWh કેપેસિટીવાળી બેટલી મળશે, જેની રેન્જ સિંગલ ચાર્જમાં 300 કિમી સુધી હશે. તેમાં નેક્સન ઈવીની સમાન Ziptron ટેક્નિક હશે. તેમાં સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટો એસી અને કનેક્ટેડ ફીચર્સ પણ મળી શકે છે.

હ્યુન્ડાઈ ક્રેટા (7 સીટ)

ક્રેટાના 7 સીટર વર્ઝનમાં રેપરાઉન્ડ LED ટેલ લેમ્પ, નવી ટેલગેટ અને બંપરને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં બ્લુલિંક કનેક્ટિવિટી, ઓટમેટિક ક્લાઈમેન્ટ કંટ્રોલ, 6 એરબેગ, લેધર સીટ અપહોલ્સ્ટ્રી, પેનારમિક સનરૂફ, વાયરલેસ ચાર્જર, એર પ્યુરિફાયરની સાથે 10.24 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી શકે છે. તેમાં 3 એન્જિન ઓપ્શન 140bhpના પાવરવાળું 1.4 લિટર ટર્બો પેટ્રોલ, 115bhp પાવરવાળું 1.5 લિટર નેચરલી એસ્પરેટેડ પેટ્રોલ અને 115bhpના પાવરવાળું 1.5 લિટર ટર્બો ડીઝલ મળી શકે છે.

image source

મારુતિ વેગનઆર ઈલેક્ટ્રિક

મારુતિ વેગનઆર લોકોની પસંદગીની કારો માની એક છે. હવે આ કાર ઈલેકટ્રીક વર્ઝનમાં આવશે. કંપની છેલ્લાં બે વર્ષથી ઈલેક્ટ્રિક વેગનઆરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેનું ટેસ્ટિંગ હવે ફાઈનલ ફેઝમાં છે. હજી સુધી તેની બેટકી અને ઈલેક્ટ્રિક મોટર સંબંધિત માહિતી સામે નથી આવી, પરંતુ જૂના રિપોર્ટમાં તેની રેન્જ સિંગલ ચાર્જ પર 100 કિમી સુધી જણાવવામાં આવી છે. કંપનીએ અગાઉ સ્પષ્ટીકરણ કર્યું હતું કે વેગનઆર ઈવીને કોમર્શિયલ ખરીદદારો અને પ્રાઈવેટ ફ્લિટ ઓપરેટરો માટે વિચારણા કરવામાં આવી રહી છે.

જીપ કમ્પસ (7 સીટ)

એમાં નવી ગ્રિલ, રિવાઈઝ્ડ હેડલેમ્પ, નવા અલોય વ્હીલ અને નવી સ્ટાઈલના ટેલલેમ્પ મળશે. 7 સીટર SUVમાં નવા ડી-પિલર અને નવી ડિઝાઈનના રિઅર સેક્શન પણ મળવાની આશા છે. તેમાં 3-લાઈનમાં 7 સીટ હશે. ગ્રાન્ડ કમ્પસમાં લેધર અપહોસ્ટ્રી અને અપડેટેડ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત અન્ય ફીચર્સ મળશે. SUVમાં પેનારોમિક સનરૂફ પણ મળવાની આશા છે. તેમાં 2.0 લિટર ડીઝલ એન્જિન મળશે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શનમાં આવી શકે છે.

image source

નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયો

SUV સેગમેન્ટમાં મહિન્દ્રાની મોસ્ટ પોપ્યુલર નેક્સ્ટ જનરેશન સ્કોર્પિયો પણ આવતા વર્ષે લોન્ચ થશે. આ કારમાં 2.0 લિટર ટર્બોચાર્જ્ડ ડીલ મોટર એન્જિન મળશે, જે 160bhp પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરશે. તેને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને DCT ઓપ્શનવાળા ગિયરબોક્સ મળી શકે છે.

ફોર્ડ રેન્જર રેપ્ટર

તે હાઈસ્પીડ ઓફ રોડિંગ SUV ફોર્ડ એન્ડેવરનું પિકઅપ વર્ઝન છે. એમાં 2.0 લિટરના 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન લગાવવામાં આવેલું હશે જે 213 PSનો મેક્સિમમ પાવર અને 500 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. કાર 10 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે આવશે. તે ફોર વ્હીલ ડ્રાઈવ સિસ્ટમની સાથે આવશે.

image source

મારૂતિ સ્વિફ્ટ હાઈબ્રિડ

તેમાં 1.2 લિટર K12C ચાર સિલિન્ડર નેચરલી એસ્પાયર્ડ K12C પેટ્રોલ એન્જિન મળશે. તે 90bhpનો પાવર જનરેટ કરે છે. એન્જિનને ઈલેક્ટ્રિક મોટરની સાથે જોડવામાં આવી છે. તેને બૂટમાં મોટર અપફ્રંટમાં 0.2kWhની બેટરી મળે છે, જેની ઈલેક્ટ્રિક મોટર 13bhp પાવર અને 30Nm ટોર્ક જનરેટ કરે છે. કારમાં 5-સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. હાઈબ્રિડ એન્જિનના કારણે કારની માઈલેજ 32 કિમી સુધી રહેશે. તેમાં નવી ડિઝાઈનવાળા અલોય વ્હીલ મળશે.

ફોર્ડ ફોક્સ

હેચબેક સેગમેન્ટની આ દમદાર કાર હશે. એમાં 1.0 લિટર 3 સિલિન્ડર ઈકોબૂસ્ટ એન્જિન મળશે, જે 125 PS સુધીનો પાવર જનરેટ કરી શકે છે. એમાં 1.5 લિટર ઈકોબ્લુ એન્જિનનો ઓપ્શન પણ મળી શકે છે જે 120 PS પાવર અને 300 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેને 150 PS પાવર અને 370 Nm ટોર્કવાળા 2.0 લિટર ડીઝલ એન્જિનમાં પણ લોન્ચ કરી શકાય છે. કારમાં 12.3 ઈંચ TFT ઈન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, એબિઅન્ટ લાઈટ, 10 સ્પીકર, LED હેડલાઈટ્સ, ડ્યુઅલ ઝોન ક્લાયમેન્ટ કંટ્રોલ જેવા ફીચર્સ મળશે.

image source

ન્યૂ ફોર્ડ ફિગો

ફોર્ડ પોતાની આ હેચબેકમાં દર વર્ષે ઘણાં અપડેટ્સ કરે છે. 2021માં તેનો નવો અવતાર લોન્ચ થશે. તેમાં મહિન્દ્રાનું mStallion 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે, જે 110 bhp પાવર જનરેટ કરી શકે છે. તેના ઈન્ટીરિયર અને એક્સટિરિયરને લઈને હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે તે વર્તમાન વેરિઅન્ટની તુલનામાં વધારે અટ્રેક્ટિવ અને પાવરફુલ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ