નાનકડા ભૂલકા ધૈર્યરાજને બચાવવા માટે હજુ ખૂટે છે આટલા કરોડ, જાણો બાલવીરે મદદ કરીને શું કરી અપીલ

ધૈર્યરાજસિંહની ઉંમર ત્રણ વર્ષની છે અને એને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. જુદા જુદા સેન્ટરમાંથી ધૈર્યરાજને મદદ કરવા માટે ભેગી થયેલી રકમ રૂ.8 કરોડ સુધી પહોંચી છે. એટલે કે ધૈર્યરાજના ઇન્જેક્શન માટે જરૂરી રકમના 50 ટકા રકમ ભેગી થઈ ગઈ છે. સામાન્ય લોકો તો આ નાનકડા બાળકની પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે પણ ધૈર્યરાજને મદદ કરવા માટે એક પછી એક સેલિબ્રિટીઓ પણ સામે આવી રહ્યા છે.

image soucre

સબ ટિવી પર આવતી સીરિયલ બાલવીરના અભિનેતા દેવ જોશીએ પણ એક વીડિયો થકી લોકોને ધૈર્યરાજની મદદ કરવા માટે અપીલ કરી છે.આ અભિનેતા તરફથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં દેવ જોશી કહે છે કે, મહિસાગર જિલ્લાના ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને SMA1 ટાઈપની બીમારી છે.

તેમને આગળ કહ્યું હતું કે આ બાળકની સારવાર માટે કરોડો રૂપિયાની જરૂર છે. હું સૌને વિનંતી કરૂ છું કે, આ વીડિયોને વધુ શેર કરો અને આ નાનકડા બાળકની મદદ કરો. બાળકને સારવાર મળી રહે એ માટે ડોનેશન આપો.

image source

તમને જણાવી દઈએ કે દેવ જોશીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી પણ ઘણા લોકોએ ધૈર્યરાજની સારવાર માટે ડોનેશન આપ્યું હતું.

image soucre

આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબાએ પણ બાળકને બચાવવા માટે લોકોને મદદ કરવા અપીલ કરી હતી.

image soucre

. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રસ્તા પર ઉતરીને ધૈર્યરાજ માટે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ દાનમાં પોતાની સોનાની વીંટી આપી પોતાની ઉદારતા દાખવી હતી. આ સાથે આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું નામ અને ગાડી નંબર પણ આપવાની મનાઇ કરી હતી. આ અંગે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી.

image soucre

આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતા T-20 મેચ જોવા આવેલા દર્શકોએ પણ ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું હતા
ધૈર્યરાજસિંહની મદદે લોકગાયિકા આવી છે.લોકગાયિકા દર્શના વ્યાસે લોકોને ધૈર્યરાજને મદદ કરવા માટે અપીલ કરી છે. ધૈયરાજસિંહની મદદ માટે વીડિયો વાયરલ કર્યો છે.

image soucre

મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના 3 મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાતભરમાંથી ભંડોળ ભેગું કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ