જાણો કેમ રાત્રે નખ ના કાપવા જોઇએ…

ભારત દેશ પોતાના રીત-રીવાજો અને વિવિધ સંસ્કૃતિ, પરંપરા માટે જગ પ્રસિદ્ધ છે. ઉપરાંત ભારત દેશના જુના જમાનાના કેટલાક નિયમો માટે પણ જાણવામાં આવે છે. આ નિયમોની જાણકારી આપણને આપણા ઘરના વડીલો પાસેથી જાણવા મળ્યા છે. એટલા માટે આપણે મોટાભાગે કોઈ નિયમ કે રિવાજોનું પાલન કરીએ છીએ. એ વાત જાણ્યા વગર કે આ નિયમનું પાલન કેમ કરવામાં આવે છે અને આ નિયમો અને રીવાજો બનાવવા પાછળનું કારણ પણ ઘણીવાર આપણે નથી જાણતા હોતા.

image source

આપણે જાણવું જોઈએ કે જુના જમાનામાં અને વર્તમાન સમયમાં ઘણો તફાવત છે. એટલો બધો કે વિચારી પણ ના શકાયા જુના સમયમાં વ્યક્તિઓ સમય અને સંજોગો મુજબ નિયમો અને રીવાજો બનાવતા હતા. હા પણ વર્તમાન સમયમાં બદલાતા સમયની સાથે જુના નિયમો લાગુ કરવા જ એવું જરૂરી નથી.

image source

આપણે આ નિયમને એક ઉદાહરણ દ્વારા સમજીશું. જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહેશે. આ નિયમ કેમ અને કેવી રીતે બનાવવામાં આવ્યા છે. આપણે બધાએ આપણા હાથ અને પગના નખને જરૂરથી કાપીએ છે. આપણા નખ જયારે વધી જાય છે, ત્યારે નખમાં મેલ અને કચરોનો ભરાવો થવા લાગે છે. આ ગંદકી ભોજન કરતી વખતે હાથથી થઈએ પેટમાં પહોચી જાય છે ઉપરાંત કેટલાક રોગો થવા પાછળનું કારણ પણ વધેલા નખ હોય છે. આથી આપણે નિયમિત રીતે નખ કાપીએ છીએ.

આપણા માંથી મોટાભાગના લોકો રાતના સમયે નખ કાપતા નથી. પરંતુ આવી વ્યક્તિઓને જયારે પૂછવામાં આવે છે કે, કેમ આવું કે રાતે નખ નહી કાપવાના? જયારે આ રીતે આવી વ્યક્તિઓને વાસ્તવિક કારણ પૂછવામાં આવે છે, તો તેઓ પોતાને પણ આ વાત પાછળના અસલી કારણની જાણકારી નથી હોતી. આવા સમયે ઘણા લોકો એવું કહી દે છે કે, રાતના સમયે નખ કાપવા એ અશુભ માનવામાં આવે છે. હવે આપણે જાણીશું કે આ નિયમ બનાવવા પાછળનું મુખ્ય કારણ શું છે.

image source

આવી રીતે બનાવાયો રાતના સમયે નખ નહી કાપવાનો નિયમ:

અમે આપને પહેલા જણાવ્યું તેમ દરેક નિયમ કે રીવાજ કે પરંપરાઓ શરુ કરવા માટે કોઈને કોઈ યોગ્ય કારણ કે તર્ક સામેલ હોય છે. જુના જમાનામાં અત્યારની જેમ વીજળીની સુવિધા અસ્તિત્વમાં હતી નહી. ઉપરાંત જુના જમાનામાં વ્યક્તિઓ પાસે નખ કાપવા માટે નેઈલ કટરની સુવિધા ઉપલબ્ધ હતી નહી. આથી તેઓ બ્લેડ કે કાતર કે પછી ચપ્પુનો ઉપયોગ કરીને નખ કાપવામાં આવતા હતા. આ રીતે નખ કાપવા માટે અજવાળાની જરૂરિયાત પડે છે અને રાતના સમયે અંધારામાં નખ કાપવાથી આંગળી કપાઈ જવાનો ડર રહેતો હતો. ઉપરાંત જોખમ પણ ખુબ વધી જતું હતું. તેમજ નખ કાપી લીધા પછી તેનો યોગ્ય નિકાલ ના કરવામાં આવે અને કોઈ પ્રાણીના ભોજનમાં કે આપણા ભોજનમાં ભૂલથી પડી જાય છે તો તે ભોજનને પણ ઝેર બનાવી શકે છે. આવા જ કેટલાક કારણોના લીધે આપણા વડીલો દ્વારા રાતના સમયે નખ નહી કાપવાનો નિયમ બનાવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ