ગોરી ત્વચા મેળવવા નહાવાના પાણીમાં નાંખો આના ૫ ટીપાં…

શું તમે તમારા શરીરની કાળાશ દૂર કરવા માગો છો ? તો તમારા નાહવાના પાણીમાં આ વસ્તુ ઉમેરો

સામાન્ય રીતે એવું થતું હોય છે કે આપણે આપણા શરીર કરતાં વધારે ચહેરા પર ધ્યાન આપતા હોઈએ છીએ એટલે હંમેશા ચહેરાને જ ગોરો, મુલાયમ, સ્નીગ્ધ કરવાના પ્રયાસ કરતાં હોઈએ છીએ. અને ઘણા બધા પ્રયાસો બાદ ચહેરો મુલાયમ અને કાંતિવાન તો બને છે પણ તેની સરખામણીએ શરીર કાળુ અને નિસ્તેજ રહી જાય છે.

image source

અને પરિણામે બને છે એવું કે જ્યારે તમે બહાર કોઈ ફંક્શનમાં કે ગમે ત્યાં તૈયાર થઈને જાઓ છો ત્યારે તમારો ચહેરો તો ખીલેલો લાગે છે પણ શરીર સાવજ નિસ્તેજ અને રુક્ષ લાગે છે. જે દેખાવે ઘણું ઓડ લાગે છે. અને લોકોનું ધ્યાન આપણા ખીલેલા ચહેરા પર નહીં પણ તેની સામે સાવ જ નિસ્તેજ લાગતા શરીરના બીજા અંગો પર વધારે જાય છે. શું તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો ? તો આજનો આ લેખ તમારા માટે જ છે.

શા માટે ચહેરા કરતાં હાથ-પગ અને ડોક કાળા હોય છે

આપણા શરીરનો જે પણ હીસ્સો ખુલ્લો રહે છે જેમ કે હાથ, પગ, ડોક, પીઠ તેના પર સુર્ય પ્રકાશ, પ્રદૂષણ તેમજ અન્ય ગંદકીઓની અસર તરત જ થાય છે. અને તેના કારણે તમારા આ અંગ કાળા પડી જાય છે. પણ આપણે ભુલ ત્યાં કરીએ છીએ કે આપણી બધી જ માવજત આપણે ચહેરા પાછળ કરીએ છીએ અને બાકી બધા અંગોની અવગણના થાય છે. પણ વાસ્તવમાં ચહેરા જેટલી જ માવજત બાકીબધા અંગો માટે પણ તેટલી જ જરૂરી છે.

image source

ક્યાંક બહાર જતાં પહેલાં કે જઈ આવીને આપણે ચહેરાને ફેસવોશથી સ્વચ્છ રીતે ધોઈએ છીએ, તેના પર ક્રીમ લગાવીએ છીએ, અને અઠવાડિયામાં એકાદવાર કોઈ ફેસપેક કે પછી દહીં-મલાઈનું મસાજ પણ કરી લઈએ છીએ. માટે ચહેરો તો મુલાયામ રહે છે પણ હાથ-પગ-ડોક જેવા અંગો કાળા રહી જાય છે.

માત્ર આ નાનકડો ઉપાય અજમાવો અને તમારા ચહેરાની જેમ તમારા હાથ, પગ, ડોક, પીઠને પણ ચહેરા જેવા જ મુલાયમ અને ગોરા બનાવો

image source

આ ઉપાયની સૌથી હકારાત્મક કોઈ બાબત હોય તો એ છે કે તે ઘરગથ્થું ઉપાય છે તેનાથી કોઈ જ નુકસાન નથી થતું અને તે તમારા માટે જરા પણ મોંઘો પણ નથી. અને તેના નિયમિત ઉપયોગથી તમારા સંપુર્ણ શરીરની ત્વચા ગોરી બની જશે.

નાહવાના પાણીમાં નાખો 5-6 ટીપાં લીંબુના અને કાળા હાથ-પગ અને ડોકથી કાયમને માટે મેળવો છૂટકારો

image source

તેના માટે તમારે તમે જ્યારે ક્યારેય પણ નાહતા હોવ તે પહેલાં તમારા નાહવાના પાણીમાં એક લીંબુનો રસ ઉમેરી દેવો. અને રોજ તે જ પાણીથી નાહવાનું રાખવું. આ પ્રયોગ તમારે નિયમિત કરવાનો છે બની શકે તો તમે આ નિયમને આજીવન અપનાવી શકો છો પણ જો તમે ખરેખર તમારા શ્યામ પડી ગયેલા હાથ, પગ, ડોક, પીઠ વિગેરેને ગોરા બનાવવા માગતા હોવ તો ઓછામાં ઓછા છ મહિના તો આ ઉપાય ચાલુ જ રાખવો જોઈએ. તમને ધીમે ધીમે તમારા શરીરના કાળા પડી ગયેલા અંગો ગોરા થતાં લાગશે. અને તમે જો છ મહિના આ ઉપાય ચાલુ રાખશો તો તે તમારી આજીવન આદત બની જશે.

લીંબુનો રસ કેવી રીતે તમારી ત્વચાને ગોરી બનાવે છે.

image source

લીંબુ આપણા સ્વાસ્થ્યને તો અપાર લાભ પહોંચાડે જ છે પણ તે સૌંદર્ય વધારવા માટે પણ તેટલું જ ગુણકારી છે. લીંબુમાં એન્ટિ એલર્જીક ગુણ હોય છે જે ત્વચાને સ્વસ્થ, સ્વચ્છ અને વિવિધ પ્રકારની એલર્જીથી દૂર રાખે છે. તેની સાથે સાથે જ લીંબુમાં એન્ટિ ટેનિંગ તત્ત્વો પણ હોય છે. જે તમારી ત્વચાને ટેન એટલે કે કાળી નથી પડવા દેતી. લીંબુના રસમા રહેલા ગુણો માત્ર તમારી ત્વચાને ગોરી જ નથી કરતાં પણ ત્વચા પરથી બધી ગંદકી જેવા કે પ્રદૂષણ, ધૂળ, માટી, ધૂમાડા વિગેરેની અસર પણ દૂર કરે છે.

image source

આ નાનકડો ઉપાય અજમાવવાથી તમે એક સર્વસામાન્ય પણ ક્યારેય ઉકેલી ન શકાય તેવી સમસ્યાથી કાયમી છૂટકારો મેળવી શકો છો. તો હવે આજથી જ તમારા નાહવાના પાણીમાં એક લીંબુનો રસ ઉમેરો અને ચહેરાથી લઈને પગ સુધીની ત્વચાને એકસરખી નિર્મળ અને ઉજળી બનાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ