વેટિંગ રૂમ અને લોબી બનાવવા માટે આ વાસ્તુ ટિપ્સ છે એકદમ બેસ્ટ, ક્લિક કરીને વાંચી લો તમે પણ જલદી…

શું તમે હોટેલના માલિક છો તો જાણો તેના માટેની વાસ્તુ ટિપ્સ, હોટેલમાં ગ્રાહકોને પોઝિટિવ એનર્જી અને વારંવાર મહેમાન બનાવવામાં આ વાસ્તુ ટિપ્સ તમને મદદ કરશે

વાસ્તુ શાસ્ત્રનું સમગ્ર વિશ્વમાં મહત્ત્વ છે. પ્રાચિન ભારતમાં તો તેનું આગવું મહત્ત્વ હતું જ અને આજે પણ પુરાતન ભારતના અવશેષો એટલે કે સદીયો જુના મહેલો તેમજ મંદીરોમાં પણ વાસ્તુશાસ્ત્રોનો પ્રભાવ આપણે સારા પ્રમાણમાં જોઈ શકીએ છીએ. અને આજના આધુનિક ભારતમાં પણ જ્યારે આપણે ઘર ખરીદતાં હોઈએ છીએ અથવા તો બનાવડાવતા હોઈએ છીએ ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની તેના પ્રવેશ દ્વારની ડીઝાઈન વિગેરેનું ખાસ ધ્યાન રાખીએ છીએ.

જેવી રીતે ઘર સંસાર સુચારુ રીતે ચાલે તેમાં કોઈ અડચણ કે નકારાત્મકતા ન આવે તેના માટે વાસ્તુશાસ્ત્રને ફૉલો કરવામાં આવે છે તેવી જ રીતે ઘણા બધા વ્યવસાયોમાં પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામા આવે છે. તમે ઘણા ધંધાદારીઓની ઓફિસમાં. લાફિંગ બુદ્ધા, પિરામિડ, વાંસનો છોડ વિગેરે જુઓ છો તે વાસ્તુનો પ્રભાવ વધારવા માટે જ મુકવામાં આવે છે. પણ કેટલાક બિઝનેસ એવા હોય છે જેમાં માત્ર લકી ચાર્મ ધરાવતી વસ્તુઓનો જ ઉપયોગ નથી કરવામાં આવતો પણ ધંધાની જગ્યાને પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગોઠવવામાં આવે છે. ખાસ કરીને હોટેલના બિઝનેસમાં વાસ્તુશાસ્ત્રને ફોલો કરવું ઘણું જરૂરી છે.

image source

હોટેલનો બિઝનેસ એક એવો બિઝનેસ છે જેમાં રોજ નવા ગ્રાહકો આવતા હોય છે અને જતાં હોય છે પણ જો હોટેલનું નિર્માણ કેટલીક દિશાઓના મહત્ત્વને જાણ્યા વગર અથવા વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસર્યા વગર કરવામાં આવ્યું હોય તો બની શકે કે ત્યાં આવનારા ગ્રાહકોને હોટેલમાંથી નકારાત્મક ઉર્જા મળે અથવા તો એવા વેવ્ઝ મળે કે તે ફરીવાર પાછું તે જ હોટેલમાં આવવાનું ન વિચારે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની હોટેલની ડીઝાઈન વિષે.

હોટેલનો વેઇટિંગ રૂમ અથવા વેઇટિંગ લોન્જ

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોટેલમાં વેઇટીંગ રૂમ કે વેઇટીંગ લોન્જ માટે ઉત્તર અથવા તો પુર્વ દિશા પસંદ કરવી જોઈએ. વેઇટીંગ લોન્જને તમે તમારી હોટેલના પ્રવેશ આગળ આવેલા ગાર્ડનમાં પણ બનાવી શકો છો.

કોન્ફરન્સ રૂમ

image source

ઘણી બધી હોટેલોમાં બિઝનેસ મિટિંગ થતી હોય છે અને બિઝનેસ મિટિંગને ઓર્ગેનાઇઝ કરવા માટે કોન્ફરન્સ રૂમ તો ચોક્કસ હોવો જ જોઈએ. કોન્ફરન્સ હોલ માટે ઉત્તર પૂર્વ અને ઇશાન ખૂણો પસંદ કરવો જોઈએ.

હોટેલની બાલ્કની

image source

જે હોટેલ પોતાના ગ્રાહકોને એકોમોડેટ કરે છે તેમાં બાલ્કની તો હોવી જ જોઈએ. તેનાથી ગ્રાહકોને થોડી મોકળાશ અને વેન્ટીલેશન મળે છે અને તેઓ હોટેલની આસપાસના વિસ્તારને એન્જોય પણ કરી શકે છે. હોટેલની બાલ્કની માટે ઉત્તર-પૂર્વ દિશા યોગ્ય છે. આ જ દિશામાં તમે ગ્રાહકોના રહેવા માટે ઓરડા પણ બનાવી શકો છો.

પાર્ટી હોલ – પાર્ટી એરિયા

image source

મોટી હોટેલ્સમાં પાર્ટી એરિયા તો મસ્ટ છે. કારણ કે ઘણી વાર લોકો પોતાના બાળકોના બર્થડે તેમજ એનિવર્સરીની ઉજવણી મોટા હોલમાં કરવા માગતા હોય છે. જો તમે પણ તમારા ગ્રાહકને આ સગવડ આપવા માગતા હોવ તો તેના માટે યોગ્ય દિશા ઉત્તર-પશ્ચિમની છે.

ડ્રોઇંગ રૂમ તેમજ લોન્જ

image source

હોટેલનો ડ્રોઇંગ રૂમ કે જ્યાં હોટેલના સ્ટે દરમિયાન લોકો બેસતા હોય, એન્ટરટેઇન થતાં હોય તે એરિયા હોટેલની પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. અને જો તેમ શક્ય ન હોય તો તમે ડ્રોઇંગ રૂમ અથવા લોન્જને પૂર્વ દિશામાં પણ બનાવી શકો છો.

image source

આમ, જો તમે હોટેલ બિઝનેસમાં હોવ તો તમારે હોટેલના પ્રવેશદ્વારા, તમારા પાર્કિંગ એરિયા, તેમજ તમારા ગ્રાહકોને એકોમોડેટ કરવા માટે બાંધવામાં આવેલા રૂમની દીશાઓ વિગેરેનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિર્માણ કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઇમારતની ડિઝાઈન કરવામાં આવશે તો તેમાં કામ કરતાં લોકો તેમજ તેમાં ગ્રાહક બનીને રહેવા આવતા લોકોને સતત હકારાત્મક ઉર્જા મળશે. જેનાથી કામ કરનારાઓનો પોતાના કામ પ્રત્યેનો ઉત્સાહ બનેલો રહેશે અને આવનારા ગ્રાહકોને પણ તમારી હોટેલથી કોઈ અણગમો નહીં થાય અને જ્યારે ક્યારેય શહેરમાં આવશે ત્યારે તમારી જ હોટેલમાં રહેવાનું પસંદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ