આ મંદિરમાં ભગવાનને ચઢાવાય છે અજબ ગજબ વસ્તુઓ, જાણો તમે પણ

આ મંદિરમાં ભગવાનને ચઢાવાય છે લિંગ… જાણો દુનિયાના આવા અજબ ગજબ મંદિરો વિશે

image source

ભગવાનને આપણે જોઈ શકતા નથી પરંતુ તેમની અલૌકિક શક્તિ પર વિશ્વાસ કરીએ છીએ. આ જ કારણ છે કે માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશોમાં પણ અનેક મંદિરો એવા છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા જાય છે.

image source

તેમાંથી કેટલાક મંદિરો તો એવા છે જેના રીત-રીવાજો અને માન્યતાઓ ભલભલાંને આશ્ચર્ય ચકિત કરી દે તેવી છે. આજે આવા જ મંદિરો વિશે તમને પણ જાણકારી આપીએ.

મંદિરમાં ચઢે લિંગ

image source

ચાઓ માઈ તુપ્તિમનું મંદિર થાયલેન્ડમાં સ્યાન નદી કિનારે આવેલા બેંકોકમાં આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં મંદિરમાં આવતા ભક્તો માતાને ધાતુ, લાકડા અથવા રબરથી બનેલા લિંગ ચઢાવે છે.

image source

માન્યતા છે કે અહીં લિંગ ચઢાવવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. બુદ્ધ કાળમાં ચાઓ માઈ તુપ્તિમને પ્રજનનની દેવી માનવામાં આવતા હતા.

રજસ્વલા થાય છે માં કામાખ્યા

image source

આસામના ગુવાહાટીમાં બનેલું કામાખ્યા મંદિર પણ રહસ્યમયી છે. અહીં વર્ષભરમાં એકવાર થતા અમ્બોવાચી પર્વ દરમિયાન કામાખ્યા દેવી રજસ્વલા થાય છે. આ દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે.

image source

મંદિરમાંથી નીકળતા નાલામાંથી આ દિવસો દરમિયાન લાલ પ્રવાહી નીકળતું જોવા મળે છે જે રક્ત હોવાની માન્યતા છે. અહીં આ સમય દરમિયાન આવતા ભક્તોને પ્રસાદ તરીકે રજસ્વલા થતી વખતે ઉપયોગમાં લેવાતા કપડા આપવામાં આવે છે.

માતાના મુખમાંથી નીકળે છે આગ

image source

51 શક્તિપીઠોમાંથી એક છે માં જ્વાલા દેવીનું મંદિર. માન્યતા છે જ્યારે ભગવાન શિવ માં સતીનું બળેલું શરીર લઈને નીકળ્યા હતા ત્યારે આ સ્થાન પર માતાની જીભ પડી હતી. આ સ્થાન પર જ્વાલા દેવીના મંદિરનું નિર્માણ થયું અને આજે પણ માતાની જીભમાં આગ પ્રજ્વલિત છે.

મંદિર પર ન થઈ બ્લાસ્ટની અસર

image source

માતા તનોટ રાયનું મંદિર જેસલમેરમાં ભારત અને પાકિસ્તાનની સીમા પર બનેલું છે. 1965 અને 1971માં થયેલા યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈનિક યુદ્ધ કરતાં કરતાં ભારતની સીમા અંદર આવી ગયા અને તેમણે અહીં આવેલા મંદિર પર બોમ્બમારો કર્યો.

image source

પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે મંદિર પર ફેંકેલો એક પણ બોમ્બ ફૂટ્યો નહીં. આ ઉપરાંત સૈનિકોને મતિભ્રમ થયો અને તે અંદરોઅંદર જ લડવા લાગ્યા. તે સમયે મંદિર પર પડીને નિષ્ક્રીય થયેલા બોમ્બ આજે પણ મંદિરના સંગ્રહાલયમાં રાખેલા છે.

દરવાજા વિનાના ઘર

image source

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં બનેલું શનિ શિંગળાપુરનું મંદિર પ્રસિદ્ધ છે. માન્યતા છે કે આ ગામમાં શનિ દેવની કૃપા છે અને લોકોના ઘરનું રક્ષણ પણ શનિ દેવ કરે છે. અહીં લોકો ઘરના દરવાજા પર તાળુ માર્યા વિના પણ જતા રહે તો તેમને ચોરીનો ભય નથી રહેતો.

image source

જે વ્યક્તિ અહીં આવી કોઈ વસ્તુ લઈ જવાનો પ્રયત્ન કરે છે તેને જ નુકસાન થવા લાગે છે. અહીં સ્થાપિત શનિ દેવ પાછળ પણ એક કથા જોડાયેલી છે.

image source

શનિ દેવએ અહીં રહેતા મામા-ભાણેજને સપનામાં આવી જણાવ્યું હતું કે નદીમાં એક કાળો પથ્થર તરી રહ્યો છે. તેને ગામમાં સ્થાપિત કરો અને પૂજા કરો. આ પથ્થરના રુપે સાક્ષાત શનિ દેવ અહીં બિરાજે છે અને લોકોનું રક્ષણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ