કોલેસ્ટ્રોલને તરત કંટ્રોલમાં કરવા તમારા ડાયટમાં કરો આ બદલાવ

કોલેસ્ટ્રોલના વધવાથી શરીરમાં હ્રદય સંબંધી રોગોને આમંત્રણ આપે છે.

image source

હાઈ કોલેસ્ટ્રોલના કારણે આપ સ્ટ્રોક, હાર્ટ એટેક, હાઈ બળદ પ્રેશર અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવી ઘાતક બિમારીઓનો શિકાર થઈ શકો છો. વર્તમાન સમયની લાઈફ સ્ટાઇલને જોતાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ ગયું છે. જો કે ડાયટમાં થોડી સાવધાની રાખવાથી તેને કન્ટ્રોલ કરી શકાય છે.

image source

કેટલીક વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ 0 ઝડપથી વધે છે. એવામાં મીટ કે યોક (ઈંડાનો પીળો ભાગ) ખાવાથી પરેજી રાખવી જોઈએ. ઈંડાના ફક્ત સફેદ ભાગમાં પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ સારું હોય છે.

image source

વર્તમાન સમયમાં લોકો જંકફૂડ, ફાસ્ટ ફૂડ અને સ્નેક્સનો ખૂબ વધારે ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારની બધી વસ્તુઓ કોલેસ્ટ્રોલ લેવલ વધારવા માટે જવાબદાર છે.

image source

લીલા શાકભાજી અને ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો શાકભાજીથી બનેલ સલાડનો સ્વાદ વધારવા માટે ઓઈલ્ડરેસિંગ કરી દે છે. ઓઇલના બદલે લીંબુની ડ્રેસિંગ કરે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

image source

શાકભાજીમાં ખૂબ વધારે તેલ કે ઘી નાખવાથી બચવું. સારું રહેશે કે જો આપ ફક્ત બાફેલા શાકભાજીનું સેવન કરો.

image source

જો આપ શાકભાજીમાં તેલનો ઉપયોગ કરવા જ ઈચ્છો તો સનફ્લાવર, ઓલિવ ઓઇલ કે મકાઈનું તેલનો ઉપયોગ કરો. નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી બચવું.

image source

ચા, કોફી કે મિલ્ક શકે દરેક ઘરમાં બનાવવામાં આવે છે. એના માટે લો ફેટ મિલકનો ઉપયોગ કરવો. સાથે જ ક્રીમ કે પ્રોસેસ્ડ જેવી ડેરી પ્રોડ્કટનો ઉપયોગ કરવાથી બચવું.

image source

કોલેસ્ટ્રોલ લેવલને નોર્મલ કરવા માટે ડાયટનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. નિયમિત રીતે વર્કઆઉટ કરવાથી તેનો ખતરાને ઓછો કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ