નાનકડી રાઇના છે આટલા મોટા ફાયદાઓ, જાણશો તો ચોંકી જશો તમે પણ

નાનકડી રાઈના છે મોટા મોટા ફાયદા, જાણો એકથી ચડે એક એવા લાભ વિશે

image source

આપણા ઘરના રસોડામાં જે નાની નાની વસ્તુઓ હોય છે તે ઘણી વધારે અસરકારક હોય છે. પરંતુ આ વાતથી આપણે અજાણ હોય તે અલગ વાત છે. રસોડામાં ઉપયોગમાં આવતી કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે તો કેટલીક વસ્તુઓ આપણા ભાગ્યને ચમકાવી શકે તેવી હોય છે.

આવી વસ્તુના ખાસ ઉપયોગથી ભાગ્ય પરિવર્તન કેવી રીતે કરવું તે આજે તમને જણાવીએ.

image source

દરેક વ્યક્તિના ઘરમાં રસોડું હોય તે જેટલી સ્વાભાવિક વાત છે એટલી જ સ્વાભાવિક વાત છે કે રસોડોમાં રાઈ હોય જ. સામાન્ય રીતે તો રાઈનો ઉપયોગ દાળ, શાક, સંભારાના વધારમાં થાય છે. આ સિવાય રાઈનો એક ઉપયોગ જે સામાન્ય છે તે છે રાઈ-મીઠું… એટલે કે રાઈ અને મીઠાથી કોઈની નજર ઉતારવી. આ ઉપાય કર્યા સિવાયના રાઈના ઉપયોગથી થતા ઉપાયો વિશે મોટાભાગના લોકો જાણતા નથી હોતા.

રાઈ દેખાય તો છે નાના દાણા જેવી પણ તેનો ઉપયોગ કરવાથી જીવન પણ બદલી શકાય છે. રસોઈનો સ્વાદ જેમ રાઈનો વધાર વધારી દે છે તેવી રીતે જીવનને પણ વધારે સુખકારી તે બનાવી શકે છે. તંત્ર શાસ્ત્રમાં રાઈના આવા જ કેટલાક ઉપાયો દર્શાવાયા છે. આ ઉપાયો કરવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણી લો રાઈના ઉપયોગથી કયા ટોટકા કરવાથી જીવનની દશા અને દિશા બદલી શકાય છે.

નકારાત્મક ઊર્જાને દૂર કરવા

image source

ઘર કે પરિવારના કોઈ સભ્યને ખરાબ નજર લાગી હોય તો તેને દૂર કરવા રાઈનો ઉપયોગ કરવો. તેના માટે સાત દાણા રાઈ, સાત આખા લાલ મરચા અને મીઠું ડાબા હાથમાં લઈ જેને નજર લાગી હોય તેના માથા પરથી સાત વાર અથવા ઘર પરથી સાત વાર ફેરવો અને પછી ચાર રસ્તા પર આ વસ્તુઓ ફેંકી દો.

આ ટોટકા કરનાર વ્યક્તિને કોઈ પાછળથી ટોકે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત જ્યારે તમે આ ઉપાય કરી પાછા ફરો ત્યારે પણ પાછળ ફરી જોવું નહીં અને કોઈ સાથે વાત કરવી નહીં. ઘરે પરત ફરી હાથ-મોં ધોઈ અને પાણી પી લેવું.

સ્વાસ્થ્ય માટે રાઈના પ્રયોગ

image source

રાઈનો ઉપયોગ સ્વાસ્થ્યને સુધારવા પણ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓ જેમને ગર્ભાશય સંબંધીત સમસ્યા રહેતી હોય તેમના માટે આ ઉપાય રામબાણ છે. તેના માટે કમર કે નાભિની નીચેના ભાગ પર રાઈની પેસ્ટ લગાડવાની હોય છે. રાઈની પેસ્ટ બનાવવા માટે તેને પાણી સાથે વાટી લેવી. આ પેસ્ટને શરીર પર લગાડવી.

image source

રાઈની પેસ્ટથી સફેદ કોઢ પણ મટે છે. તેના માટે આયુર્વેદના નિષ્ણાંતો જણાવે છે કે કેવી રીતે રાઈની પેસ્ટ તૈયાર કરવી. સૌથી પહેલા રાઈને પીસી લેવી અને રાઈના પાવડરથી આઠ ગણા ગાયના ઘીમાં તેને ઉમેરી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને કોઢ હોય તે જગ્યાએ લગાડી દેવું. આ પ્રયોગથી ધાધર, ખરજવું જેવા ચામડીના રોગમાં લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ