રાતોરાત ભાગ્ય ચમકાવવા કાળી કીડીને ખવડાવો આ વસ્તુ

કાળી કીડીને ખવડાવો આ વસ્તુ, ચમકી જશે તમારું ભાગ્ય

image source

ગરમીની શરુઆત થાય એટલે ખુણેખુણે કીડીઓ દેખાવા લાગે. આ ઉપરાંત જો કોઈ જગ્યાએ મીઠી વસ્તુ ઢોળાઈ જાય તો પણ થોડી જ વારમાં કીડીઓ ઊભરાવા લાગે છે. કીડી આમ તો એવું જંતુ છે જે દેખાય એટલે તુરંત તેને ભગાડવાનું કામ શરુ કરી દેવામાં આવે છે. પરંતુ ઘરમાં નીકળતી કીડીઓ પર થોડું ધ્યાન આપવું પણ જરુરી છે.

વાસ્તુ શાસ્ત્ર અને ધર્મ શાસ્ત્રોમાં કાળી કીડીને કેટલાક રહસ્યો સાથે જોડીને પણ જોવામાં આવે છે. આ કીડીઓને એક ખાસ વસ્તુ ખવડાવવાથી ભાગ્ય પરિવર્તન થાય છે. શાસ્ત્રો અનુસાર કીડીને લોટમાં સાકર ઉમેરી ખવડાવવામાં આવે તો ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ સરળ ઉપાય કોઈપણ વ્યક્તિ દુર્ભાગ્ય દૂર કરી દે છે.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં કાળી કીડીઓનું ઘરમાં નીકળવું શુભ માનવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે કાળી કીડીઓ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ હોય છે. આ ઉપરાંત તેના પર શનિ દેવનું પણ આધિપત્ય હોય છે. જે જાતકને શનિ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા હોય તેમણે કાળી કીડીઓને ચોખાના લોટમાં ખાંડ ઉમેરી ખવડાવવી જોઈએ. આ ઉપરાંત ઘઉંના લોટમાં તલના તેલનું મોંણ ઉમેરી લોટને બરાબર મિક્સ કરી કીડીના દર પાસે ગોળ ચક્કરમાં પાથરી દો.

આ ઉપાય શરુ કર્યાના થોડા જ દિવસોમાં તમે શુભ પરિણામ અનુભતા થઈ જશો.

image source

ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે પણ એક ઉપાય પ્રચલિત છે. ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવી હોય તો સૂકા નાળિયેરના ખમણમાં ખાંડ ઉમેરી અને કીડીઓ માટે તેને ઘરની બહારની દિવાલની કિનારીએ નાંખો. આમ કરવાથી ઘરમાંથી ઉપરી શક્તિ દૂર થશે અને સુખ અને શાંતિનો અનુભવ થશે.

આ સિવાય બદામના પાવડરમાં પણ સાકર ઉમેરી તેનો ઉપાય કરી શકાય છે. આ ઉપાય એવા વ્યક્તિ માટે કારગર સાબિત થાય છે જે નોકરીની શોધમાં હોય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિની નોકરીની ચિંતા દૂર થઈ જાય છે. આ ઉપરાંત જે લોકો પોતાની નોકરીમાં સમસ્યાઓનો સામનો કરે છે તેમના માટે પણ આ ઉપાય ઉત્તમ અને શીઘ્રફળ દાયી સાબિત થશે.

image source

શાસ્ત્રોનુસાર કીડીને નિયમિત સંખ્યા સમયે ઘઉંનો લોટ અને સાકર ખવડાવવાથી કરજ પણ ઘટે છે. ઘરમાં આવક કરતાં જાવક વધારે રહેતી હોય અને અણધાર્યા ખર્ચ તમને પરેશાન કરતા હોય તો આ ઉપાય કરવાનું શનિવારથી શરુ કરી દો અને પછી થોડા જ દિવસોમાં તમને જીવનમાં પરિવર્તન અનુભવાશે.

જો કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ સારી ન હોય અને આ ગ્રહના કારણે જીવનમાં સમસ્યા સર્જાતી હોય તો વ્યક્તિએ ઘઉંનો લોટ શેકી અને તેમાં ખાંડ ઉમેરી કીડીને ખવડાવવું. આમ કરવાથી શનિની સાડાસાતીનો પ્રભાવ પણ ઘટે છે. આ ઉપાયો કરવા માટે ઉત્તમ સ્થળ મંદિરનું પ્રાંગણ કે વૃક્ષ નીચેનું સ્થાન છે. આ જગ્યાએ કીડીઓ માટે ભોજન નાખવાથી અન્યને તેનાથી તકલીફ પણ થશે નહીં અને તમે ઉપાય પણ કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ