ભેંસે આપેલા દૂધથી માલિક બની ગયો રાતોરાત માલદાર, રસપ્રદ સ્ટોરી વાંચવા કરો ક્લિક

ગઈ ભેંસ પાણી મેં.. ક્યારેક પરસ્તીથીને લાગુ પડતી હોય ત્યારે આપણે સૌ આ કહેવત તો બોલ્યા જ હોઈશું. પરંતુ શું ભેંસ ફક્ત પાણીમાં નાહવાનું અને દૂધ આપવાનું જ કામ કરે છે ? અલબત્ત મૂળભૂત રીતે તો એનું કામ દૂધ આપવનું છે પણ શું દૂધ આપવામાં પણ વર્લ્ડ રેકોર્ડ બને ? હા, કેમ નહિ ? ચોક્કસ બને. ભારતની એક ભેંસે તાજેતરમાં જ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. નવાઈ લાગીને ? પરંતુ આ હકીકત છે. આ રહી રસપ્રદ વિગત.

image source

તાજેતરમાં જ લુધિયાણાના જગરાંવ ખાતે પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન ડેરી એક્સ્પો – 2019 નું આયોજન થયું હતું.

ત્રણ દિવસ સુધી ચાલેલા આ ડેરી એક્સ્પો દરમિયાન ગાય, ભેંસ અને વાછરડાની વિવિધ પ્રકારની હરીફાઈઓ યોજવામાં આવી હતી. નોંધનીય છે કે આના કારણે જ આ ડેરી એક્સ્પો પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ખુબ લોકપ્રિય છે.

image source

આ વેળા ગાય, ભેંસ અને વાછરડાની હરીફાઈમાં અહીં એક ભેંસે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.

હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલા લીટાની ખાતે રહેતા સુખબીર ઢાંડાની ભેંસે એક દિવસનું એવરેજ 32 લીટર ઉપરાંત દૂધ આપી એક્સ્પોના આયોજકો સહીત સૌને ચોંકાવી દીધા હતા.

રોકોર્ડ સર્જનાર ભેંસનું નામ સરસ્વતી હતું અને ભેંસના માલીક સુખબીર ઢાંડા પોતાની ભેંસની આ સિદ્ધિથી ખુશખુશાલ થઇ ગયા હતા.

image source

તેમણે આ સિદ્ધિનો શ્રેય પોતાની માતાને આપતા જણાવ્યું હતું કે, સરસ્વતીની આ સિદ્ધિનો શ્રેય મારી માતાને જાય છે કે જે સરસ્વતીની ખુબ કાળજી રાખી સેવા કરે છે.

અને તેને ખાવામાં સૌથી શ્રેષ્ઠ ઘાસચારો આપવવાનું કામ સંભાળે છે.

સુખબીર ઢાંડાએ એમ પણ જણાવ્યું હતું કે મારી ભેંસની આ સિદ્ધિ આ મારા માટે આનંદ અને ગર્વની વાત છે અને ફક્ત મારા માટે જ નહિ પરંતુ આખા દેશ માટે ખુશીની વાત છે.

image source

અહીં એ ઉલ્લેખનીય છે કે આ સરસ્વતી ભેંસે ગત વર્ષના પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન ડેરી એક્સ્પોમાં પણ ભાગ લીધો હતો અને એક દિવસનું એવરેજ 29.3 લીટર દૂધ આપી પહેલું ઇનામ જીત્યું હતું.

જયારે આ વર્ષે એથી પણ વધારે એટલે કે એક દિવસનું એવરેજ 32.066 લીટર દૂધ આપી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.

image source

વર્લ્ડ રેકોર્ડ એટલા માટે કે એક દિવસમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસનો રેકોર્ડ અત્યાર સુધી પાકિસ્તાનના ફૈસલાબાદની મુર્રાહ ભેંસના નામે હતો.

જેણે 2018 માં સૌથી વધુ દૈનિક એવરેજ દૂધ આપીને વર્લ્ડ રિકોર્ડ બનાવ્યો હતો. જેને આ વર્ષે હરિયાણાની સરસ્વતી ભેંસે એક દિવસનું એવરેજ 32.066 લીટર દૂધ આપીને તોડી નાખ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ