તસવીરમાં તમને જે દેખાય છે તે છે કંઇક એવુ કે, જાણીને તમને પણ લાગશે નવાઇ

આ આર્ટિકલ વાંચનાર પૈકી અમુક એવા લોકો પણ હશે જેને પોતાની આસપાસ ગંદકી પસંદ ન હોય.

image source

જેમ કે રસોડામાં રસોઈ બનાવવા પહેલા આખું કિચન ચોખ્ખું-ચણાક કરવું, સવારે ઉઠી ગયા બાદ સૌ પહેલું કામ સ્નાન કરવાનું કરવું, કોમ્યુટર ટેબલ પર કોઈ પણ વર્ક શરુ કરતા ટેબલ એકદમ ક્લીન રાખવું અને એવી અનેક આદતો છે જે સ્વચ્છતા પ્રિય લોકોએ પોતાના જીવનનો એક ભાગ બનાવી લીધો છે.

આવા લોકો સ્વચ્છતાની આદત પાડી પોતે અન્યને પણ સ્વચ્છતા રાખવા પ્રેરણારૂપ થાય તેવા કાર્યો કરતા જ રહેતા હોય છે.

પછી ભલે તે પોતાના દુકાન, મકાન કે શહેર પૂરતા મર્યાદિત હોય. ભરત સરકારનું સ્વચ્છતા અભિયાન પણ એવું જ એક સરાહનીય પગલું છે.

image source

રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા એક ગામની સરકારી સ્કૂલે પણ સ્વચ્છતા અંગે એક એવું સરસ કામ કર્યું છે જેને સ્થાનિક લોકો જ નહિ પરંતુ દેશના ખૂણે – ખૂણે લોકો સરાહના કરી રહ્યા છે.

રાજસ્થાનના અલ્વર જિલ્લાનના એક ગામ ઉમરણ ખાતે આવેલી સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલના ટોયલેટને બહારથી એક સુંદર બસ ઉભી હોય તેવું ચિત્રણ કરાયું છે (જુઓ તસ્વીર).

image source

શહેરી વિસ્તારને બાદ કરતા મોટાભાગના રૂરલ એરિયા એટલે કે ગામડાના વિસ્તારમાં હજુ પણ ખુલ્લામાં શૌચક્રિયા કરવાની બદી છે ત્યારે અલવર જિલ્લાના આ ઉમરણ ગામની સરકારી સ્કૂલના સંચાલકો આ માધ્યમથી ખાસ કરીને બાળકોમાં આ બદી પ્રત્યે સજાગતા આવે તેવું પ્રશંસનીય કામ કર્યું છે.

સ્કૂલની ટોયલેટ દીવાલ પર ચિત્રિત આ બસને ” સ્વચ્છતા વાહિની ” એવું નામ પણ આપવામાં આવ્યું છે.

image source

સ્કૂલના આચાર્ય એવા સુમન યાદવના કથન અનુસાર લોકોમાં સરકારી સ્કૂલ પ્રત્યે જે માન્યતાઓ હોય છે કે ત્યાં સ્વચ્છતા અને સુવિધાઓનો અભાવ હોય છે તે માન્યતા બદલવા અને સગવડતા સાથેની સરકારી સ્કૂલ તરફ લોકોના સંતાનો ભણવા માટે આકર્ષાય તે માટે સ્કૂલના સ્ટાફ અને ગામ લોકોએ 2 લાખ રૂપિયાનો ફાળો એકઠો કરી આ સ્વચ્છતા વાહિની બનાવવાની સાથે સાથે સ્કૂલને રિનોવેટ કરી.

સ્કૂલમાં એક સુંદર બગીચો પણ બનવવામાં આવ્યો છે જેને “ગાંધી વાટિકા” નામ અપાયું છે. એ ઉપરાંત સ્કૂલની દીવાલો પર ગાંધીજીના આદર્શો સુવિચારની જેમ લખવામાં આવ્યા છે.

image source

સ્થાનિક લોકોમાં આ સરકારી સ્કૂલ અન્ય સરકારી સ્કૂલ કરતા ક્યાંય અલગ ભાત પાડે છે. ખાસ કરીને સ્કૂલની સ્વચ્છતા વાહિની અને સ્કૂલનું પ્રાંગણ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ