મુનમુન દત્તાએ વાલ્મિકી સમાજની લાગણી દુભાવી, અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બોલિવૂડમાં એક નામી સિરિયલ માનવામાં આવી રહી છે. આ નામ અત્યારે ચર્ચામાં છે. તેનું કારણ છે કે આ સીરિયલની જાણીતી અભિનેત્રી બબીતા એટલે કે મુનમુન દત્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અભિનેત્રી સામે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કરવાનો આરોપ છે. પોલીસે એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સોશ્યલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રીએ વાલ્મીકી સમાજની લાગણી દુભાય તેવી ભાષાનો પ્રયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોને લઈને દલિત સમાજે વિરોધ કર્યો છે અને અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે.

જાણો કોણે કરી અભિનેત્રીની સામે ફરિયાદ

image source

ખોખરા પોલીસ સ્ટેશનમાં વકીલની પ્રેક્ટિસ કરતા વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે આ એક્ટ્રેસની વિરોધમાં ફરિયાદ કરી છે. અભિનેત્રીના વિરોધમાં આરોપ છે કે તેણે સમાજને માટે જાતિવાચક શબ્દોનો પ્રયોગ કર્યો છે. સરકારે જે શબ્દોનો પ્રતિબંધ મૂક્યો છે તે શબ્દોનો ઉપયોગ કરીને સમાજને બદનામ કરવાની કોશિશ કરી છે. એટલું જ નહીં આ વીડિયોને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. પોલીસે કેસ આવ્યા બાદ તપાસ શરૂ કરી છે.

અગાઉ સુરતમાં પણ મુનમુન દત્તાનો લોકોએ કર્યો હતો વિરોધ

image source

આ પહેલીવારનું નથી. આ પહેલા પણ સુરતની સંસ્થા સ્વાભિમાને પણ જિલ્લા કલેક્ટરને અરજી આપીને અભિનેત્રીની વિરોધમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે અભિનેત્રીના વિરોધમાં એફઆઈઆર નોંધીને તેને ચીમકી પણ આપવામાં આવી હતી. આ સિવાય કેટલાક લોકોએ કાર્યવાહીમાં મોડું થતું હોવાના વિરોધમાં ઉપવાસ પણ કર્યા હતા.

સોશ્યલ મીડિયામાં છે લાખો ફોલોઅર્સ

image source

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા ખૂબ જ ફેમસ છે અને તેના સોશ્યલ મીડિયામાં લાખો ફોલોઅર્સ છે. એક ફેમસ અભિનેત્રી હોવાના કારણે તેની પોસ્ટ કે શબ્દોની લોકોના માનસ પર અસર જોવા મળી રહી છે. આમ છતાં તે પોતાની હરકતોથી બહાર આવી રહી નથી.

image source

બબીતા એટલે કે મુનમુન દત્તા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનનું જાણીતું નામ છે. લાંબા સમયથી તે તારક મહેતા…સીરિયલમાં કામ કરી રહી છે. મુનમુન દત્તાનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો છે. અનેક ફેશન શો બાદ તેણે 2004માં મુંબઈમાં આવીને ટેલિવૂડ અને બોલિવૂડમાં કામ શરૂ કર્યું અને કરિયર બનાવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!