35 દિવસ બાદ ભારતમાં નવા કેસની સંખ્યા લોકોને રાહત આપે એવી આવી, 3.54 લાખ દર્દી સાજા પણ થયા

હાલમા નવા સમાચાર મળી રહ્યાં છે કે ભારતમાં મે મહીનાના અંત સુધી રશિયાની કોવિડ-19 વેક્સિન સ્પૂતનિક-વી ની 30 લાખ ડોઝ પહોંચવાની આશા છે. જ્યારે, જૂન સુધીમાં 50 લાખ ડોઝ સપ્લાય કરવામાં આવશે. ત્યારે આ સાથે જ હવે બીજા એક સારા સમાચાર પણ સામે આવી રહ્યાં છે. હવે દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી થવાની શરૂઆત થઈ છે એ વાત નક્કી છે. કારણ કે શનિવારે દેશના 2 લાખ 40 હજાર 766 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આજે મોટી વાત એ છે કે દેશમાં 35 દિવસ બાદ નવા કેસ 2.5 લાખથી ઓછા નોંધાયા છે અને લોકોમાં રાહત જોવા મળી રહી છે.

image source

આ પહેલાની વાત કરીએ તો છેક 16 એપ્રિલના રોજ 2 લાખ 34 હજાર 2 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. જો કે, મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજુ પણ ચિંતાનું કારણ બનીને ઉભી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 3,736 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે રાહતની વાત છે કે આ દરમિયાન 3 લાખ 54 હજાર 825 લોકો સ્વસ્થ થઈને ઘરે પણ ગયા છે અને કોરોનામૂક્ત પણ થયા છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે દેશમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં એક લાખ 17 હજાર 877નો ઘટાડો જોવા મળ્યો. હાલમાં દેશમાં 28 લાખ 403 કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. રસી અંગે રશિયામાં ભારતીય રાજદૂત ડી બાલા વેંકટેશ વર્માએ કહ્યું કે સ્પૂતનિક-Vનું ઓગસ્ટથી ભારતમાં ઉત્પાદન શરૂ થાય તેવી સંભાવના છે.

image source

આ સાથે જ ડોક્ટરના મૃત્યુ પણ લોકો માટે અને દેશ માટે હાલમાં સંકટનો વિષય છે. કારણ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મુજબ, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણની ઝપેટમાં આવવાથી 420 ડોકટરો મૃત્યુ પામ્યા છે. તેમાં માજ્ઞ દિલ્હીના જ 100 ડોક્ટરો તો સામેલ છે. આ ઉપરાંત બિહારમાં 96, ઉત્તરપ્રદેશમાં 41 ડોકટરોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. આંધ્રપ્રદેશમાં 26, આસામમાં 3, ગુજરાતમાં 31, ગોવામાં 2, હરિયાણામાં 2, મહારાષ્ટ્રમાં 15 અને મધ્યપ્રદેશમાં 13 ડોક્ટરોએ જીવ ગુમાવ્યા છે. ડોક્ટરોના મૃત્યુ એ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

image source

હાલમાં ગુજરાતની હાલત જોઈએ તો હવે કોરોનાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ મોતનો આંકડો પણ નીચે આવી ગયો છે. શનિવારે રાજ્યમાં 4,205 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 8,445 લોકો સાજા થયા અને 54 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.84 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.95 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,523 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 80,127 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. એ જ રીતે વાત કરીએ દિલ્હીની તો શનિવારે 2,260 લોકોની કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 6,453 લોકો સાજા થયા અને 182 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 14.15 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 13.60 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 23,013 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 31,308 અહીં સારવાર હેઠળ છે.

image source

કોરોનાના હોટસ્પોટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શનિવારે 26,133 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 40,294 લોકો સાજા થયા અને 682 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 55.53 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી, 51.11 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 87,300 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.2૨ લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.લ એ જ રીતે ઉત્તરપ્રદેશમાં શનિવારે 5,964 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 17,540 લોકો સાજા થયા અને 218 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.65 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 15.51 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,978 દર્દીઓએ દજીવ ગુમાવ્યો હતો. અહીં 94,482 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

image source

જો વાત કરવામાં આવે છતીસગઢની તો શનિવારે 4,328 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 9,631 લોકો સ્વસ્થ થયા અને 103 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.45 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાં 8.61 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,495 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સાથે જ હાલમાં દેશમાં લોકડાઉન અંગે વાત કરીએ તો દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ રીતે સરકાર પણ કોરોનાને નાથવાના પ્રયાસોમાં લાગેલી છે અને લોકોને પણ એ જ આશા છે કે જલદી જ આ કોરોનામાંથી આપણે બહાર આવી શકીએ અને જનજીવન સામાન્ય બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!