આ સોન્ગના લોકો એટલા દિવાના હતા કે બીજા શહેરોમાં ખરીદવા જતા કેસેટ, અને રાતોરાત વેચાઇ ગઇ હતી 70 લાખ કેસેટો, તમને ગમે છે આ ગીત?

સિનેમા જગતમાં ગીતોનું ખૂબ જ મહત્વ છે પછી ભલે એ ફિલ્મોના ગીત હોય કે કોઈ આલ્બમના ગીત હોય. આજના સમયમાં ગીત રિલીઝ થાય છે અને લોકો એને સાંભળીને પોતાની કમેન્ટ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરે છે. કોઈપણ ગીત રિલીઝ થાય છે , એ સારૂ હોય કે ખરાબ બીજું ગીત આવતા જ લોકો પહેલા ગીતને પોતાની પ્લે લિસ્ટમાંથી હટાવી દે છે. આજકાલ ગીત સાંભડવા માટે પણ જાત જાતની એપ આવી ગઈ છે પણ એક સમય એવો હતો જ્યારે લોકો ગીત સાંભળવા માટે ઓડિયો કેસેટ કે પછી રેડીયોનો સહારો લેવો પડતો હતો. એ સમયે સ્માર્ટફોન, લેપટોપ કે આઇપેડ નહોતા. એ સમયે એક એવું ગીત રિલીઝ થયું હતું જેને આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી.આ ગીતને ન ફક્ત દેશમાં પણ વિદેશમાં પણ સાંભળવામાં આવ્યું. અમે જે ગીતની વાત કરવા જઈ રહ્યા છે એના શબ્દો તુમ તો ઠહેરે પરદેશી સાથ ક્યાં નીભાઓગે. આ ગીતને તમે પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. પણ આજે અમે તમને આ ગીત સાથે જોડાયેલી અમુક ખાસ વાત જણાવવા જઇ રહ્યા છે.

image source

તુમ તો ઠહેરે પરદેશી ગીતને તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે. 90ના દાયકામાં રિલીઝ થયેલું આ ગીતની 70 લાખ કેસેટ રાતો રાત વેચાઈ ગઈ હતી. આ ગીત વર્ષ 1994માં રિલીઝ થયું હતું અને એને લઈને લોકો એટલી હદે દીવાના હતા કે માર્કેટમાં એની કેસેટ આવતાની સાથે જ વેચાઈ જતી હતી. સ્થિતિ એવી હતી કે કેસેટ ખતમ થઈ જતી તો લોકો કેસેટ ખરીદવા માટે બીજા શહેરોમાં પહોંચી જતા હતા.

image source

આજના સમયમાં લોકો પર જેવો નશો અરિજિત સિંહના ગીતનો છે એવો જ નશો એ સમયે સિંગર અલ્તાફ રાજાના આ ગીતનો લોકો પર ચડ્યો હતો. અલ્તાફ રાજા વિડીયો આલ્બમ લઈને આવ્યા તુમ તો ઠહેરે પરદેશી સાથ ક્યાં નિભાઓગે.આ ગીતના વીડિયોમાં અલ્તાફ ગીત ગાઈ રહ્યા છે અને પાછળ એક લવસ્ટોરી ચાલી રહી છે. લોકો આ ગીત પાછળ એટલા દીવાના થઈ ચૂક્યા હતા કે ટી સ્ટોલ, નુકકડ, દુકાન, પાર્ટી, ઘર,બસ વગેરે જગ્યાઓ પર આ ગીત ખૂબ જ ચાલતું હતું. લગભગ 7 મહિના સુધી આ ગીતનો જાદુ લોકો પર સવાર રહ્યો હતો.

image source

આ ગીતની રાતોરાત લાખો ઓડિયો કેસેટ વેચાવાની સાથે એને વર્ષનું સૌથી પોપ્યુલર ગીત પણ માનવામાં આવ્યું હતું. સૌથી વધુ ઓડિયા કેસેટ વેચાવાના કારણે આ ગીત હિન્દી આલ્બમમાં એવું ગીત બની ગયું હતું જેનું નામ ગીનીઝ વર્લ્ડ રિકોર્ડમાં નોંધાયું હતું.

image source

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ સિંગર અલ્તાફ રાજાનું નામ ખૂબ જ અદબથી લેવામાં આવે છે. ફિલ્મોમાં અલ્તાફનું સુવર્ણ કરિયર રહ્યું છે પણ એ ક્યારેય પ્લેબેક સિંગર નહોતા બનવા માંગતા. અલ્તાફ ગઝલ સિંગર બનવાની ઈચ્છા ધરાવતા હતા. જ્યારે એમની માતાએ સમજાવ્યું કે ગઝલની દુનિયામાં એક ઉંમર પછી નામ થશે ત્યાં સુધી તારે બધી જગ્યાએ સ્ટ્રગલ કરવું પડશે. ત્યારે એમને ફિલ્મોમાં ગાવા વિશે વિચાર્યું. અલતાફે ફિલ્મ શપથથી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત કઈ હતી. એમાં એ જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તી સાથે પોતાનું ગીત ગાતા ફિલ્મના એક સીનમાં પણ દેખાયા હતા. આ ફિલ્મનું ગીત થોડા ઇન્ટઝાર કા મજા લિજીએ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!