મુંબઈથી વડોદરા બાય રોડ આવી આ એક્ટ્રેસ, લોકડાઉનમાં ટ્રાવેલિંગનો અનુભવ કર્યો શેર

મુંબઈથી વડોદરા ડ્રાઈવ કરીને પહોંચી આ એક્ટ્રેસ, લોકડાઉનમાં ટ્રાવેલિંગ કરવાનો અનુભવ શેર કર્યો, મુંબઈથી વડોદરા બાય રોડ આવી આ એક્ટ્રેસ

image source

15 માર્ચે હું USAથી આવી ત્યારથી મારા મમ્મી-પપ્પા મારા માટે ચિંતાતુર હતા. તેઓ એ દિવસની રાહ જોતા હતા જ્યારે હું તેમની પાસે વડોદરા જઈ શકું મેં પરમિશન માટે ઓનલાઈન અપ્લાય પણ કર્યું હતું. સદનસીબે અમને બંને રાજ્યો (મહારાષ્ટ્ર અને ગુજરાત) તરફથી ટ્રાવેલિંગની પરવાનગી મળી ગઈ હતી. આ મહિનાની શરૂઆતમાં જ અમને સરકારોએ ટ્રાવેલિંગની મંજૂરી આપી હતી. 6 મેના રોજ હું મારા બે ફ્રેન્ડ્સ સાથે વડોદરા પહોંચી હતી. બુધવારે (20 મે) મેં મારો 14 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પૂરો કર્યો હતો. આ શબ્દો છે ગુજરાતી છોકરી અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્રેણુ પરીખના. જે બાય રોડ મુંબઈથી વડોદરા આવી છે.

ફ્રેન્ડ સાથે કરી મુસાફરી

image source

લોકડાઉનમાં ટ્રાવેલિંગ કરનારી શ્રેણુએ મુંબઈથી વડોદરાની મુસાફરી વિશે વાત કરતા કહ્યું, ‘મેં અને મારી ફ્રેન્ડ્સ એ વારાફરથી મારી કાર ચલાવી હતી. અમે કારના વિન્ડશિલ્ડ પર પરમિશન લેટર ચોંટાડી દીધો હતો. અમે વહેલી સવારે મુંબઈથી નીકળવા માગતા હતા પરંતુ કારના બે ટાયર પંક્ચર હતા. પંક્ચર કરાવ્યા પછી સવારે લગભગ 9.30ની આસપાસ અમે મુસાફરી શરૂ કરી હતી. બપોર સુધીમાં વડોદરા પહોંચ્યા હતા. લગભગ 50 દિવસ પછી હું રસ્તા પર નીકળી હતી. આ અનુભવ ખૂબ અલગ રહ્યો હતો. રસ્તા પર જરાય ટ્રાફિક નહોતો, આવી મુસાફરી પહેલા મેં ક્યારેય નથી કરી.’

શેર કર્યો અનુભવ

image source

શ્રેણુએ આગળ જણાવ્યું કે, ‘દરેક ચેકપોઈન્ટ પર પોલીસકર્મીઓ ખૂબ જ સપોર્ટિવ હતા. ઘરે પહોંચ્યા પછી હું તરત જ સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ ગઈ હતી. હું મારા ઘરના પહેલા માળે રહેતી હતી. મારા આવતા પહેલા જ અહીં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ જાણ કરી દેવાઈ હતી. એટલે તેઓ આવીને મારું હેલ્થ ચેકઅપ કરી ગયા હતા. તેમણે નિયમિત રીતે મારી તબિયતનું ફોલોઅપ પણ લીધું હતું. મારા પાડોશીઓ પણ મને જોઈને ઘણા ખુશ હતા કારણકે તેમને ખબર હતી કે મારા મમ્મી-પપ્પાને મારી કેટલી ચિંતા થતી હતી.’

ઘરે આવીને ખૂબ સારું લાગે છે

image source

હાલ પરિવાર સાથે સમય વિતાવી રહેલી શ્રેણુએ કહ્યું કે, ઘરે આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. મુંબઈમાં હું ઘરમાં એકલી જ રહેતી હતી. પ્રત્યક્ષ રૂપે મારી પાસે વાત કરવા માટે ઘરમાં કોઈ જ હતું નહીં. મુંબઈમાં ઘરનું બધું જ કામ હું મારી જાતે કરતી હતી, એ કર્યા પછી મને મારા ડોમેસ્ટિક હેલ્પ માટે માન વધી ગયું છે. હું ઘરે આવ્યા પછી જમવાનું જાતે જ બનાવું છું અને મારા પપ્પા ઘણા લાંબા સમય પછી મેં બનાવેલા ભોજનનો આનંદ લઈ રહ્યા છે. મારા માતા-પિતા પણ કામ કરે છે. એવામાં ખાસ્સા સમય પછી આવો ટાઈમ આવ્યો છે જ્યારે અમે બધા એકસાથે વડોદરામાં રહીએ છીએ. શ્રેણુનો નાનો ભાઈ શુભમ પણ વડોદરામાં છે અને તે વર્ક ફ્રોમ હોમ કરે છે. મારી મમ્મી હવે કહે છે કે, મારી છોકરી પહેલા કરતાં વધુ જવાબદાર બની ગઈ છે.

જીવન હવે પહેલા જેવું નહીં હોય

image source

શ્રેણુએ આગળ કહ્યું કેP, ‘લોકડાઉન પહેલા કેટલાક નવા પ્રોજેક્ટ અંગે મારી વાત ચાલતી હતી. પરંતુ મુંબઈની સ્થિતિ જોતાં હવે બધું જ અનિશ્ચિત છે. હાલનો સમય ટીવી એક્ટર્સ માટે ખૂબ કપરો છે પરંતુ આપણે કશું કરી શકીએ તેમ નથી. આપણા દેશમાં આર્થિક પછાત વર્ગના લોકોની સ્થિતિ જોઈને મને અહેસાસ થાય છે કે આપણે આપણી પાસે જે છે તેના માટે કૃતજ્ઞ હોવું જોઈએ. સ્થિતિ સામાન્ય થશે પણ હવે આપણું જીવન પહેલા જેવું નહીં રહી શકે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ