આ સ્ટાર કિડ્સ છે જોરદાર પોપ્યુલર, જેમાં પાંચ નંબરની તો વાત જ ના થાય

સ્ટાર કિડ્સ

બોલીવુડના કેટલાક સ્ટાર કિડ્સ છે જેઓ ભલે બોલીવુડથી દુર છે પરંતુ તેમની પોપ્યુલારીટી કોઈ સ્ટાર કરતા ઓછી નથી. જો કે, એમાંથી કેટલાક બોલીવુડમાં કામ કરવા ઈચ્છે છે અને કેટલાક સ્ટાર કિડ્સને એમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી.

Ajay Devgan's daughter got fairness treatment? See What Fans have ...
image source

અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા દેવગણ ભલે અત્યાર સુધી ફિલ્મોથી દુર છે, પરંતુ તેમની દીકરી ન્યાસા દેવગણની ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. ન્યાસા દેવગણના નામનું ફેંસએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે જેમાં ન્યાસાની ફોટોઝ શેર કરે છે. ન્યાસા સિંગાપુરમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહે છે. જો કે, આ દિવસોમાં ન્યાસા દેવગણ લોકડાઉનના કારણે મુંબઈમાં પરિવાર સાથે રહે છે.

Suhana Khan is mom Gauri Khan's muse | Entertainment Gallery News ...
image source

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાનની પોપ્યુલારીટી પણ કોઈ સ્ટાર કરતા ઓછી નથી. સુહાના ખાનને એક્ટિંગમાં ખુબ જ ઇન્ટરેસ્ટ છે અને સુહાના ખાન બોલીવુડ ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે. કેટલાક દિવસો પહેલા જ સુહાના ખાનની એક શોર્ટ ફિલ્મ પણ આવી હતી. જેને દર્શકો દ્વારા ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. શાહરૂખ ખાનએ પણ એક ઇન્ટરવ્યુમાં કન્ફર્મ કરી દીધું છે કે, સુહાના બોલીવુડમાં કામ કરશે.

image source

આમિર ખાનની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. આપને જણાવીએ કે, અન્ય બોલીવુડ સ્ટાર કિડ્સની જેમ ઈરા ખાનને એક્ટિંગમાં નહી, પણ ડાયરેકશનમાં પોતાના કરિયર બનાવવા ઈચ્છે છે. ઈરા ખાનએ કેટલાક દિવસો પહેલા જ એક પ્લે ડાયરેક્ટ કર્યો હતો. જેમાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને તેમની પત્ની હેઝલ કીચએ એક્ટિંગ કરી હતી. ઈરા ખાનના આ પ્લેને દર્શકોનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

image source

શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન લાઈમલાઈટથી દુર રહે છે. તેમજ આયર્ન ખાન પાર્ટીઝ અને ઈવેન્ટ્સમાં પણ ખુબ ઓછા જોવા મળે છે. આર્યન ખાનને એક્ટિંગમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. શાહરૂખ ખાનએ એક ઇન્ટરવ્યુમાં એના કારણ વિષે પણ જણાવ્યું હતું. શાહરૂખ ખાનએ કહ્યું હતું કે, મારા દીકરો એક્ટિંગ નથી કરવા ઈચ્છતો. પરંતુ આર્યન એક સારો લેખક છે.

image source

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ખુબ જ ઓછી જ પાર્ટીઓમાં જોવા મળે છે. પરંતુ નવ્યા નંદા પોતાની ફોટોઝના લીધે ખુબ ચર્ચામાં રહે છે. નવ્યા નંદાએ તાજેતરમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. નવ્યા નંદા પોતાના મામા અભિષેક બચ્ચન સાથે વધારે ક્લોઝ છે. અભિષેક બચ્ચન કેટલીકવાર નવ્યા નંદાની સાથે પોતાની ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

image source

જેકી શ્રોફની દીકરી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. કૃષ્ણ શ્રોફ પોતાની બોલ્ડ ફોટોઝના કારણે ખુબ ચર્ચામાં રહે છે. કૃષ્ણા શ્રોફને બોલીવુડમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પરંતુ હા કૃષ્ણા શ્રોફ પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. કૃષ્ણા શ્રોફની ફિટનેસના લોકો દીવાના છે.

image source

કરિશ્મા કપૂરની દીકરી સમાયરા હાલના દિવસોમાં પોતાના બોલીવુડ ડેબ્યુને લઈને ચર્ચામાં છે. જો કે કરિશ્મા કપૂરએ આ ખબરોને ફક્ત અફવાહ જણાવી હતી. આપને જણાવીએ કે, સમાયરા પોતાની મમ્મી કરિશ્મા કપૂરની જેમ જ ખુબસુરત છે. સમાયરા જો કે, થોડી શરમાળ છે અને કેમેરાની સામે આવવાથી બચતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ