ભાઈ મુખ્યમંત્રી હોવા છતાં સગી બહેન ચલાવે છે ચાની કીટલી ! પોતાના ભાઈના પદનો કોઈ જ લાભ નથી લેતી આ બહેન !

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા. પણ ધીમે ધીમે માર્ગદર્શન મળતાં તેમજ અથાગ પરિશ્રમ બાદ આજે તેઓ દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંથી બીજીવાર વડાપ્રધાન તરીકે ચુંટાઈને આવ્યા છે. ખરી લોકશાહી આને જ કહેવાય.

પણ તેમણે ક્યારેય તેમના પદનો ફાયદો તેમના પરિવારને નથી કરાવ્યો આજે પણ તેમના ભાઈ, તેમની પત્ની, તેમના માતા સાદું જ જીવન જીવી રહ્યા છે. આવો જ એક દાખલો યુ.પીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પુરો પાડી રહ્યા છે.

તેમણે યોગી બનતી વખતે જ તેમના લોહીના સંબંધો પણ પાછળ મુકી દીધા હતા. જેમાં તેમની બહેન તેમના માતાપિતાનો સમાવેશ થતો હતો. હીંદુ શાસ્ત્રો પ્રમાણે મનુષ્ય જ્યારે સન્યાસ લે છે ત્યારે તેણે સંસારના બધા જ સંબંધોને ભૂલી જવાના હોય છે અને તેવું જ યોગી આદિત્યનાથે કર્યું. જો કે તેમણે રાજકારણમાં જોડાઈને લોક સેવાનો જે રસ્તો પકડ્યો છે તેના થકી તેઓ માત્ર એક પરિવારના નહીં પણ અનેક પરિવારના આગેવાન બની ગયા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે યુ.પીના મુખ્ય મંત્રી આદિત્યનાથની સગી બહેન ચાની કીટલી ચલાવી પોતાનું ઘર ચલાવે છે. આજે કોઈ પણ ક્ષેત્રમાં પરિવારવાદને મહત્ત્વ આપવામાં આવે છે, તે પછી ફિલ્મો હોય, વ્યવસાય હોય, કે પછી રાજકારણ હોય એક વ્યક્તિ રાજકારણમાં હોય તો ધીમે ધીમે આખો પરિવાર રાજકારણમાં જોડાઈ જાય છે. પણ યોગી આદિત્યનાથ સાથે તેમ નથી.

મુળે યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના રહેવાસી છે તેમણે જ્યારે સન્યાસ લીધો તે વખતે તેમના કુલ સાત ભાઈ-બહેનો હતા જેમાંના તેઓ પાંચમાં નંબરના હતા. તેમની સગી બહેન આજે તે જ ઉત્તરાખંડના કોઠાર ગામમાં ચાની કીટલી ચલાવે છે. તેણીનું નામ છે શશિ દેવી. લગ્ન બાદ તેણી પોતાના પતિ સાથે ગામમાં આવેલા પાર્વતિ મંદીર નજીક રહે છે.

જો કે તેણી એક નહીં પણ બે ચાની હાટડીઓ ચલાવે છે. એક ચાની દુકાન તો બદ્રીનાથમાં આવેલી છે. આ દુકાનમાં આ બન્ને પતિ-પત્ની ચા, નાશ્તો તેમજ પ્રશાદ વેચે છે. જોકે તેણીએ ક્યારેય તેની સ્થિતિ વિષે કોઈ જ ફરિયાદ નથી કરી તે પોતાના ભાઈનું માત્ર ભલુ જ ઇચ્છે છે. અને સાથે સાથે ઉત્તરાખંડ તેમજ પહાડી ગામડાઓનો પણ તેના ભાઈ વડે ઉદ્ધાર થાય તેવું ઇચ્છે છે.

યોગી આદિત્યનાથ શશી દેવીના નાના ભાઈ છે તેઓ જ્યારે 22 વર્ષના હતાં ત્યારે ઘર છોડીને ગોરખપુર આવી ગયા હતા. ત્યાં દીક્ષા લીધા બાદ તેમનું નામ યોગી આદિત્યનાથ પાડવામાં આવ્યું. શશીએ જણાવ્યું હતું કે તેમણે પોતાના ભાઈને 23 વર્ષથી રાખડી નથી બાંધી. ભાઈના સન્યાલ લીધા બાદ તે ઘણીવાર સાધુઓની ભીડમાં પોતાના ભાઈને શોધવાનો પ્રયાસ કરતી પણ તેણી હંમેશા નિષ્ફળ રહેતી.

તમને જણાવી દઈએ કે શશી દેવી તેમજ તેમના પતિ એક સફળ વ્યવસાયી છે તેઓ ચાની દુકાનોની સાથે સાથે નીલકંઠ મંદીર નજીક એક લોજ પણ ધરાવે છે. અને તેમના પતિ પુરણ સિંહ પહેલાં ગ્રામ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ