મોંઢામાંથી આ કારણે આવે છે વાસ, કારણ જાણીને તમારા પણ ઉડી જશે હોંશ

મિત્રો, રોજીંદા જીવનમા આપણે અનેકવિધ લોકો સાથે મુલાકાત કરતા હોઈએ છીએ અને આ મુલાકાત દરમિયાન લોકો આપણી તમામ બાબતોનુ નિરીક્ષણ કરતા હોય છે. આપણા પહેરવેશથી લઈને આપણા વ્યક્તિત્વ સુધીની તમામ બાબતોનુ નિરીક્ષણ થાય છે. આજે આપણે આ લેખમા એક એવી બાબત વિશે જણાવીશું કે, જે તમને લોકો સમક્ષ શર્મસાર કરી શકે છે, તો ચાલો જાણીએ.

image source

તમે ઘણીવાર આ વાતને અવશ્ય નોંધી હશે કે, જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હોય ત્યારે તેના ઉચ્છવાસ સાથે મુખમાંથી અસહ્ય ગંધ આવતી હોય છે. મોઢામાંથી આવતી આ ગંધ તમારા માટે શરમજનક સાબિત થઇ શકે છે. આ સમયે ભલે તમારુ વ્યક્તિત્વ અને તમારા કપડા ઉચ્ચ ગુણવત્તાવાળા હોય પરંતુ, જો તમારા શ્વાસમાંથી અસહ્ય ગંધ આવતી હોય તો તે તમારા સંપૂર્ણ દેખાવ અને વ્યક્તિત્વને બગાડી નાખે છે.

image source

જો તમારા મુખમાંથી કોઈ ગંધ આવે છે તો કોઈ પણ તમારી સાથે બેસવાનું પસંદ કરશે નહી. આ એવી પરિસ્થિતિ છે કે, જેના કારણે તમે ફરીવાર શર્મસાર અનુભવશો. જો કે, મુખમાંથી આ ગંધ આવવા પાછળ ફક્ત ભોજન જ જવાબદાર નથી હોતુ પરંતુ, તેના સિવાય અનેકવિધ એવી બીમારીઓ પણ હોય છે, જે આ માટે જવાબદાર છે પરંતુ, આ કોઈ ગંભીર સમસ્યા નથી,. જો તમે ઈચ્છો તો આ સમસ્યામાંથી તમે સરળતાથી મુક્તિ મેળવી શકો. આજે આ લેખમા આપણે મુખમાંથી ગંધ આવવા પાછળના કારણો વિશે જાણીશુ.

image source

જો તમારા શરીરનુ પાચન ખુબ જ નબળુ હોય તો પણ તમારા મુખમાંથી દુર્ગંધ આવી શકે છે. વાસ્તવમા આપણે જે ખાઈએ છીએ તેનો રસ આપણા આંતરડામા પહોંચે છે અને જો આંતરડામાંથી આ રસનો યોગ્ય નિકાલ ના થાય તો તે સડવાનુ શરૂ થાય છે અને તેના કારણે મુખમાંથી એક વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગે છે.

image source

આ સિવાય જો તમે કબજીયાતની સમસ્યાથી પીડાતા હોવ તો પણ તમે આ મુખમાંથી ગંધ આવવાની સમસ્યાથી પીડાઈ શકો છો. જો તમારા પેટમા યોગ્ય રીતે ભોજનનુ પાચન થતુ નથી તો તમારા પેટમા ભોજન ફસાયેલું રહે છે અને તેના કારણે તે અંદર પડ્યુ કોહવાઈ છે, જેથી મુખમાંથી એક વિચિત્ર પ્રકારની ગંધ આવે છે.

image source

જો પેટમાં કોઈ ઘા લાગ્યો હોય અથવા તો પેટમા કોઈ ફોલ્લી થઇ હોય તો તેના કારણે પણ મુખમાંથી દુર્ગંધ આવે છે. આ સિવાય આલ્કોહોલનુ સેવન કર્યા પછી તથા માંસનુ સેવન કર્યા પછી પણ મુખમાંથી એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવે છે. આ સિવાય જો તમે દાંત સાથે સંકળાયેલ કોઈ સમસ્યા જેમકે, દાંતમાં દુ:ખાવો, પાયોરિયા વગેરેથી પીડાતા હોવ તો પણ તમારા મુખમાંથી વિચિત્ર ગંધ આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત