માઉન્ટ આબુ જવું છે અને જો આ ભૂલ કરી તો નહિં મળે એન્ટ્રી, જાણી લો જલદી

આખી દુનિયાના દેશોમાં કોરોના વાયરસે ફરી એકવાર પોતાનું માથું ઊંચું કર્યું છે અને આમાંથી આપણું ગુજરાત પણ બાકી નથી. આ વખતે તો કોરોનાનો નવો સ્ટ્રેનને લઈને લોકોમાં વધુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

image source

હવે રાજસ્થાન સરકારે પોતાના રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા રાજસ્થાન સરકારે પ્રવાસીઓ માટે ખાસ જોગવાઈ લાગુ કરી છે. આ અંગે રાજસ્થાન સરકારે મહત્વનો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, રાજસ્થાનમાં ફરવા આવતા બધા પ્રવાસીઓએ ફરજીયાત કોરોના રિપોર્ટ ફરજિયાત રહેશે.

image soucre

હવે જો તમારે કોઈ કામ અર્થે કે પછી ફરવા માટે રાજસ્થાન જવું હોય તો તમારે પહેલા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયના પગલે અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

image source

રાજસ્થાનમાં પ્રવેશતાના 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ મળશે તેવો નિયમ રાજસ્થાન સરકારે બનાવ્યો છે. ગુજરાતીઓેને હવે RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહી મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે.

રાજસ્થાન સરકાર દ્વારા આ નિર્ણય ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે કરાયો છે.

image source

તમને જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં ગઈ કાલે શુક્રવારે કોવિડ 19 મહામારીની સ્થિતની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક થઈ હતી અને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં સામાન્ય લોકો દ્વારા પ્રોટોકોલનું પલાન ગંભીરતાથી કરવામાં આવતું નથી અને બેદરકારી ગંભીર ચિંતાનો વિષય છે.

image soucre

તેમણે સ્વાયત્ત શાસન વિભાગ અને સૂચના તથા જનસંમ્પર્ક વિભાગને જાગરુકતા અભિયાનમાં ફરી તેજી લાવવા તથા પોલીસ સહિત અન્ય વિભાગોએ આમાં સહયોગ આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

image soucre

મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે, ક્યાંક આપણે કોરોનાથી જીતેલી જંગ હારી ન જઈએ. એટલા માટે આપણે બધા જ નિયમોનું પાલન કરવામાં સાવધાની રાખવી પડશે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં દર વર્ષે ફરવા માટે ગુજરાતીઓ સહિત અન્ય દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. એ દરમિયાન રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

હવે એ જોવાનું રહ્યું કે રાજસ્થાન સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત- રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓને કેટલી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ