માઉન્ટ આબુમાં ફરવા ગયેલા ગુજરાતીઓ પર હુમલો, દુકાનદારે દોડાવી-દોડાવીને માર્યો માર, પીઠ પર ઝીંક્યા કુહાડીના ઘા

ગુજરાત સાથે બોર્ડરથી જોડાયેલું આબુ હિલ સ્ટેશન ગુજરાતીઓનું પ્રિય ફરવાનું સ્થળ છે. રાજસ્થાનના અન્ય પર્યટન સ્થળ કરતાં પણ વધારે પ્રવાસીઓ આબુ જતાં હોય છે. કોઈપણ સીઝન હોય અહીં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા પહોંચી જાય છે. જન્મદિવસની ઉજવણી હોય કે અન્ય વીકેન્ડ ટ્રીપ આબુ લોકોની પ્રિય જગ્યા છે. જો કે અહીં તાજેતરમાં જ ગુજરાતી પ્રવાસીઓ પર હુમલાની ઘટના બની છે.

image source

ગુજરાતની સૌથી વધુ નજીકના આ હિલ સ્ટેશન ખાતે વર્ષભરમાં લાખો ગુજરાતીઓ ફરવા જાય છે તેવામાં આ હુમલાની ઘટના બનતાં પ્રવાસીઓમાં પણ ફફટાડ ફેલાયો છે. આ ઘટનામાં 3 ગુજરાતી પ્રવાસીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

image soucre

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક હોટલના સંચાલકો દ્વારા 3 ગુજરાતી પ્રવાસીઓને માર મારવામાં આવ્યો છે. આ ઘટનામાં જાણવા એમ પણ મળેલ છે કે 3 ગુજરાતીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક આબુરોડ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

image source

આ હુમલા અંગે જે વિગતો જાણવા મળેલ છે તે અનુસાર મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના રહેવાસી એવા ત્રણ મિત્રો આબુ હિલ સ્ટેશન ગયા હતા. અહીં આ પ્રવાસીઓને સ્થાનિક જય અંબે નામની હોટલના સંચાલકો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો જમવા બાબતે થયો હતો. પરંતુ થોડી જ વારમાં આ બોલાચાલી ઉગ્ર બની ગઈ અને ઉશ્કેરાયેલા હોટલ સંચાલકોએ ત્રણ મિત્રો પર કુહાડીથી હુમલો કરી દીધો. આ અંગે જાણવા મળે છે કે હોટલ સંચાલકો એટલા રોષે ભરાયા હતા કે તેમણે ભવાનીસિંહ ત્રણેય મિત્રોને ઘેરી લીધા અને પછી દોડાવી-દોડાવીને ફટકાર્યા. આ મારામારીની ઘટનામાં ત્રણેય મિત્રો કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા.

image source

આ બનાવની જાણ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં થવા લાગી અને આબુરોડ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમણે ત્રણેય ગુજરાતીઓને ઈજાગ્રસ્તો હાલત હોવાથી સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે આ મામલે પુછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટના પ્રકાશમાં આવવાથી આબુમાં ફરવા ગયેલા પ્રવાસીઓમાં પણ ચિંતા વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ