ભારતમાં આ જગ્યાઓએ આવેલા છે ખાસ વિશેષતા ધરાવતા ચાના બગીચા, જાણો રોચક માહિતી

ભલે તેનો ચસ્કો અંગ્રેજોએ લગાડ્યો હોય પણ હવે આપણે ભારતવાસીઓ પાણી પીવાનું ભૂલી શકીએ પણ ચા પીધા વિના આપણી સવાર નથી પડતી. શહેરીજનોનું તો સમજ્યા પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તો ચા નું એટલું બધું ચલણ છે કે લોકો દિવસમાં દસ દસ વખત પણ ચા પી જાય છે. અમુક લોકોનો તો જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી મગજ જ કામ નથી કરતી. ટૂંકમાં જો એમ કહેવામાં આવે કે ભારતીયો ચા ના દિવાના છે તો તેમાં કઈં ખોટું નહિ ગણાય.

image source

હાલ આખા વિશ્વમાં ચા નું સૌથી વધુ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનું સ્થાન અગત્યનું છે. તમને જાણીને નાઈ લાગશે કે આખા વિશ્વમાં પીવાતી ચા માંથી 70 ટકા ચા એકલા ભારતીયો જ પી જાય છે. ચા પીવામાં જેટલી મજા છે એટલી જ મજા ચા ના બગીચાઓમાં ફરવામાં પણ છે. તમે ચા ના બગીચામાંથી તાજી ચા પણ લઈ શકો છો. ત્યારે ચાલો આજના આ લેખમાં આપણે ભારતના પ્રમુખ ચા ના બગીચાઓ વિશે જાણીએ..

દાર્જિલિંગ

image source

દાર્જિલિંગ વિશ્વમાં સૌથી સારી ચા બનાવવા માટે પ્રખ્યાત છે. અહીંની ચા માં અનોખો સ્વાદ અને સુગંધ હોય છે. દાર્જિલિંગમાં હાલ 87 ચા ના બગીચાઓ છે જે લગભગ 19000 હેકટરના વિસ્તારમાં ફેલાયેલા છે. આ બગીચાઓમાં અંદાજે 52000 રોજમદાર મજૂરો કામ કરે છે. માર્ચથી નવેમ્બર સુધી અહીં વધારાના 15000 પ્લકર પ્લાન્ટેશન લગાવવામાં આવે છે. ચા પીવાના અમુક શોખીન અહીં ફક્ત ચા પીવા માટે પણ આવે છે.

પાલમપુર

image source

પાલમપુર ઉત્તર પશ્ચિમ ભારતની ચા ની રાજધાન ગણાય છે. અનેક એકરમાં ફેલાયેલા ચા ના બગીચાઓ અહીંના ઘણાખરા સ્થાનિક લોકોની આજીવિકાનું સાધન પણ છે અને એટલા માટે જ પાલમપુરને ચા ની રાજધાની કહેવામાં આવે છે. પાલમપુર ફરવા માટે આવનાર પર્યટકો માટે અહીંના ચા ના બગીચાઓ ખાસ આકર્ષણ છે.

મુન્નાર

image source

મુન્નારમાં વિશ્વના સૌથી ઊંચા ચા ના બગીચાઓ આવેલા છે જે અહીં આવનાર પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. અહીં ફક્ત સામાન્ય જ નહીં પણ અલગ અલગ પ્રકારની ચા ની વેરાયટીઓ મળે છે. એટલું જ નહીં પણ મોંઘી ચા પણ અહીં ઉપલબ્ધ છે. જો તમે મુન્નાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો અહીં તમને ચા પીવાની સાથે સાથે ચા ના બગીચાઓમાં ફરવા માટેનો લ્હાવો પણ મળશે. અહીંના બગીચાઓમાં ફરવાનો અનુભવ યાદગાર બની રહે તેવો હોય છે.

અસમ

image source

અસમ ભારતનું સૌથી મોટું ચા ઉત્પાદન કરતું સ્થાન ગણવામાં આવે છે. અસમના લગભગ દરેક ખેતરમાં ચા ના છોડવાઓ ઉગાડવામાં આવે છે. અહીં આવનાર પર્યટકોને ચા ને લઈને એટલી બધી તાલાવેલી હોય છે કે દર વર્ષે અસમના જોરહાટ ખાતે એક ચા મહોત્સવ ઉજવાય છે જેમાં અલગ અલગ પ્રકારની વિવિધતાઓ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ