લોકડાઉનમાં યુવકને ઘર જમાઈ તરીકે રાખવો પડ્યો ભારે, સાળી સાથે આંખ મળી જતા ખેલ્યો આ ખેલ

કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી ઘણા લોકોની જિંદગીમાં પરિવર્તનો આવ્યા છે. ઘણા લોકોના લગ્ન અટવાયા છે તો ઘણાના લગ્ન લોકડાઉન દરમિયાન તુટી પણ ગયા છે.

લોકડાઉનમાં જીંદગીએ કેવા કેવા રંગ બતાવ્યા છે જેને આજીવન ભૂલી શકાય નહીં. સંબંધોને અને પોતાના પ્રિયજનોને પૂરતો સમય આપવાનો મોકો મળ્યો ત્યારે કેટલાક સંબંધો પણ લોકડાઉનના સમયમાં બગડ્યા છે. આવી એક ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં. જ્યાં સસરાના મકાનમાં ઘરજમાઈ તરીકે રહેતા યુવકે કરેલા કારસ્તાનથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

બંનેની નિકટતા જોઇને પત્ની અને સાસુ શંકા ગઈ

image source

વાત જાણે એમ છે કે વિદિશા જિલ્લાના નટેરનના પામરિયા ગામે લોકડાઉનમાં કામકાજ બંધ હોવાને કારણે યુવક 2 મહિના સુધી ઘર જમાઈ તરીકે સસરાના ઘરે રોકાયો હતો. આ દરમિયાન તેની 17 વર્ષીય સાળી તેની આંખ મળી ગઈ હતી. બંનેની નિકટતા જોઇને પત્ની અને સાસુ શંકા ગઈ પરંતુ જમાઈએ એવું કહીને ચૂપ કરી દીધા કે તે તેની નાની બહેન જેવી છે. પરંતુ આખરે મોકો જોઈને જમાઈ સાળીને લઈને ભાગી ગયો. જેની જાણ તેની પત્ની અને સાસુને થતા તેમણે પોલીસને જાણ કરી હતી અને આખરે લફરાબાજ જમાઈ પોલિસે પકડી લીધો હતો.

સાળીએ પકડાઈ જતા ઝેરી પદાર્થ ખાઈ લીધો

image source

તો બીજી તરફ આ ઘટના બાદ ઘરમાથી ભાગેલી યુવતી એટલે કે તે યુવકની સાળીએ શુક્રવારે પોતાના ઘર પર ઝેરી પદાર્થ ખાઈ લીધો, જેની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તેની મોટી બહેન પણ સારવાર કરાવવા સાથે આવી. પ્રાપ્ત માહિતી અનુસાર પમરિયા ગામ નિવાસી રિંકીના લગ્ન 5 વર્ષ પહેલા ભોપાલના ગૌતમનગરમાં રહેનાર બ્રજેશ અહિરવાર સાથે થયા હતા. રિંકી અને બ્રજેશ બંનેને સંતાનો હતા.

પત્નીની નાની બહેન સાથે પ્રેમ થઈ ગયો

image source

આ અંગે રિંકીએ જણાવ્યું કે લોકડાઉનમાં કામ ન હોવાથી ઘરમાં આર્થિક ભીંસ ચાલી રહી હતી. માતા પિતાના કહેવા પર તે બ્રજેશને લઈને પોતાના પિયર આવી ગઈ હતી. બ્રજેશ લોડિંગ વાહન ચલાવી રહ્યો હતો. મે અને જૂનમાં લગભગ 2 મહિના સાસરિયામાં રહ્યો. આ દરમિયાન તેને તેની નાની બહેન સાથે પ્રેમ થઈ ગયો. રિન્કીના જણાવ્યા અનુસાર તેની માતા અને તેને પણ શંકા હતી. ત્યારબાદ જ્યારે બ્રિજેશને તેની માતાએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે મારી નાની બહેન જેવી છે, મને ખોટો ન સમજો. આમ રહીને તેમણે તેમની બોલતી બંધ કરી દીધી હતી. પરંતુ તેમણે તેમની સાળી સાથે ઈષ્ક લડાવવાનું ચાલુ રાખ્યું હતું.

ત્નીને માર મારવાનું શરૂ કરી દીધુ

image source

તો બીજી તરફ રિંકીની માતા કહે છે કે અમે તેની સાથે પુત્રની જેમ વ્યવહાર કર્યો પણ તેણે અમારું ઘર બરબાદ કરી દીધું. પ્રાપ્ત માહિતી અનુસાર, જુલાઇમાં બ્રિજેશ તેની પત્ની સાથે ભોપાલના ગૌતમ નગર સ્થિત તેના ઘરે આવ્યો હતો. અહીં તેણે પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને તેને છોડી દેવાની ધમકી આપતો હતો. તે છેલ્લા ઘણાં દિવસોથી તેની માતા સાથે પિયરમાં આવી ગઈ હતી. 7 દિવસ પહેલા બ્રજેશ સાસરીમાં આવ્યો અને સાળીને બાઈક ઉપર બેસાડીને ભાગી ગયો. આ ઘટના અંગે

નટેરન પોલિસ સ્ટેશનમાં તેની જાણ કરવામાં આવી હતી. પોલિસે 3 દિવસ પહેલા બ્રિજેશના ઘરેથી યુવતીને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

બંને પક્ષ પોલીસ મથકે પહોંચ્યા

image source

તો બીજી તરફ બંને પક્ષ પોલીસ મથકે પહોંચ્યા બાદ તેઓ વચ્ચે સમજુતી થઈ જેમાં નક્કી થયું કે બ્રજેશ તેની પત્ની સાથે મારપીટ નહીં કરે અને તેને પોતાના ઘરે લઈ જશે. સાળી સાથે પણ કોઈ જાતનો સંબંધ નહીં રાખે. આ પછી તે રિંકીને ભોપાલ લઈ ગયો. તેના માત્ર 2 દિવસ પછી બાળકોને પોતાની સાથે રાખીને તેને નટેરન ભગાડી દીધા. શુક્રવારે રિંકીની બહેને પોતાના ઘરે કોઈ ન હતુ ત્યારે મોકાનો ફાયદો લઈ આત્મહત્યા કરવા માટે ઝેર ખાઈ લીધુ. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ