નેચરલ ચીજોને પસંદ કરનારી મૌની રોયના ઘરના ફોટો પહેલા ક્યારેય નહીં જોયા હોય, જુઓ Unseen Pictures

ટીવી ઈન્ડસ્ટ્રીની ટોપ 10 એક્ટ્રેસનું નામ લેવાય તો મૌની રોયનું નામ પહેલા નંબરે આવે છે. એકતા કપૂરના શો ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ડેઈલી સોપથી કરિયરની શરૂઆત કરનારી મૌની રોય જ્યારે નાગિન શોમાં આવી તો તેણે અનેક ગણી સફળતા મેળવી. જે આ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ઓછા લોકોને મળે છે. મૌનીએ ફક્ત આ સફળતાથી સંચોષ માન્યો નહીં. તેઓએ ફિલ્મ ગોલ્ડ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેણે મોટો રોલ નહીં પણ નાના રોલથી એક્ટિંગની શરૂઆત કરી. તેની એક્ટિંગને લોકોએ ખૂબ જ વખાણી હતી. આ પછી મૌની રોયે ફિલ્મ રૉમાં એક આઈટમ નંબર કર્યું. અહીંથી પણ મૌની અટકી નહીં અને ફિલ્મ મેડ ઈન ચાઈના અને બ્રહ્માસ્ત્ર રીલિઝ થવાની છે. આજે મૌનીનું નામ ટોપ બોલિવૂડ એક્ટ્રેસમાં જોવા મળી રહ્યું છે. અનેક પ્રોજેક્ટ્સ પર એકસાથે કામ કર્યા બાદ મૌનીને શાંતિ મળી નથી. જો થોડો સમય પણ મળે તો તે એક જગ્યાએ અટકતી નથી. તેણે હાલમાં જ મુંબઈમાં એક ફ્લેટ ખરીદ્યો છે. તો જાણો મૌની રોયના ઘરના ઈનસાઈડ પિક્ચર્સને અને તેના ઘરના ઈન્ટિરિયરની ખાસ વાતોને.

સફેદ કલરથી શાંતિ મળતી હોવાથી ઘરમાં કરાવ્યો છે ખાસ કલર

image source

મૌનીનું ઘર બોલિવૂડની તડક ભડકથી ઘણું દૂર છે. મૌનીને નેચરલ ચીજો પસંદ છે. આ માટે તેઓએ નેચરલ હવાવાળા ફ્લેટને પસંદ છે. મૌનીના ઘરની દિવાલો સફેદ છે. એવું નથી કે તેને કલર્સ પસંદ નથી પણ મૌનીને સફેદ કલરથી શાંતિ મળે છે. મૌનીએ ઘરને ઈવેન્ટ ફૂલ બનાવવા મટે નાના કલરફૂલ પોપ્સથી સજાવી રાખ્યું છે.

ફાજલ સમયમાં મૌની કરે છે આ કામ

image source

મૌની રોય જ્યારે શૂટિંગ નથી કરતી તો દોસ્તોની સાથે ક્યાંક ને ક્યાંક રજાઓ વીતાવવા નીકળી જાય છે. મૌનીને શોપિંગ કરવાનું પસંદ છે અને વાત ઘરને સજાવવાની હોય તો મૌની જ્યાં જાય છે ત્યાંથી પોતાના ઘરને માટે કંઈને કંઈ સજાવટનો સામાન જરૂર લઈને આવે છે.

બંગાળની છે મૌની રોય

image source

ઉલ્લેખનીય છે કે મૌની રોય બંગાળના કોચ બેહરથી છે. તેના ઘરમાં બધા આર્ટિસ્ટ રહે છે. મૌનીની માતા મુક્તી રોય પણ થિયેટર આર્ટિસ્ટ રહી ચૂકી છે. આ માટે મૌનીના ઘરમાં તમને આર્ટિસ્ટિક ચીજો પણ વધારે જોવા મળશે. મૌનીના ઘરમાં મોટી સાઈઝના ફર્નિચર છે. તેનો કલર રસ્ટિક છે. મૌનીના ઘરમાં ગોલ્ડન લાઈટ્સનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરાયેલો જોવા મળે છે.

ઘરમાં કઈ જગ્યા મૌનીની છે ખાસ

image source

મૌની જયારે ઘરમાં હોય છે તો તેનો વધારે સમય સોફામાં બેસીને વીતે છે. મૌની પોતાની ફિટનેસને લઈને પણ ચિંતિત છે. તે રોજ અવાર નવાર યોગા કરતી પણ જોવા મળે છે. આ સિવાય તે સોશ્યલ મીડિયા પર પણ પોતાના યોગા પોઝ શેર કરતી જોવા મળે છે. તેનું ફેવરિટ યોગા પ્લેસ ફ્લેટની બાલ્કની છે. મૌનીએ બાલ્કનીમાં કેટલાક છોડ પણ લગાવી રાખ્યા છે. આ સિવાય ફ્રી સમયમાં મૌનીને છોડ સાથે થોડો સમય વીતાવવાનું પણ પસંદ છે. આ સિવાય બાલ્કનીમાં આવનારી ફ્રેશ હવાની મજા પણ તે અનેક વાર લેતી હોય છે. મૌનીના ઘરના ફર્શની વાત કરીએ તો ફર્શમાં નેચરલ ટચ પણ જોવા મળે છે. તેમના ઘરની ફ્લોર વુડનની છે. આ સિવાય ફર્શ મૌનીના ઘરની સુંદરતા વધારવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong