એક જ વાર રોકાણ અને પછી આવશે લાખોની થપ્પી, ભાવનગરનો ખેડૂત 4 વીઘામાંથી કરે છે લાખોની કમાણી

ધીરે ધીરે ગુજરાતના ખેડૂતો પણ હવે વિદેશી ફળોની ખેતી કરતા થયા છે. અમુક ફળો જેનુ વાવેતર આપણા દેશમા ઘણી ઓછી માત્રામા કરવામા આવે છે અને જેના કારણે તેની કિમત ઉંચી રહેતી હોય છે. આ સાથે ફળોમા રહેલા ગુણોને કારણે તેની માંગ પન વધી છે. આમાનુ જ એક છે ડ્રેગન ફ્રૂટ. ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટને કમલમ્ ફ્રૂટ નામ પણ આપ્યું છે. વાત કરીએ આ ફળ વિશે તો દેખાવમા કમળ જેવું અને કાંટાળું કેકટસ જેવુ હોય છે. ડ્રેગન ફ્રૂટ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ફળ માનવામાં આવે છે અને આજ કારણે હવે દિવસે અને દિવસે તેની માંગ વધવા લાગી છે.

image source

આ સમયે રાજ્યભરમાં તેની ખેતી પણ વધી રહી છે. આ માટે એક સરળતા તે પણ રહે છે કે તેને પરંપરાગત ખેતી કરતાં ઓછા પાણીએ પણ સાર પ્રમાણમા નિપજ મેળવી શકાય છે. આ સાથે તેમાથી વધુ આવક પણ થાય છે. અહી એક એવા ખેડૂત વિશે વાત કરવામા આવી રહી છે જેણે ડ્રેગન ફ્રૂટની સફળતાપૂર્વક ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. આ ખેડૂત છે ભાવનગર જિલ્લાના વાવડી ગામના. તેમનૂ નામ રમેશભાઈ મકવાણા છે. તેઓ ચાર વિઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે અને જેના થકી તેઓ હવે વર્ષે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક ઉભી કરી છે.

image source

આ ફળનો ઉપયોગ ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિય દવાઓમાં પણ થાય છે જેથી હમેશા તેની માર્કેટ પણ રહે છે. વાત કરીએ તેમની આ ફળ સાથેની શરૂઆતી સફર વિશે તો તેઓ આ માટે જામનગરથી રોપા લાવ્યા હતા અને આ ડ્રેગન્ ફ્રૂટના એક રોપાની કિંમત 48 રૂપિયા તેમણે આપી હતી. વાવી દીધા બાદ આ ડ્રેગન ફ્રૂટ 15 મહિનામાં પછી ફળ આપવાનુ ચાલુ કરે છે. વાત કરીએ આ અંગેના ખર્ચ વિશે તો તેમા એક વિઘા દીઠ રૂપિયા 1.10 લાખનો ખર્ચ થાય છે. આ સમયે તેમણે 4 વિઘામાં વાવેતર કર્યુ હતુ જેથી 4.40 લાખનો ખર્ચ થયો હતો. સારી વાત એ રહે છે કે ઓછા પાણી સાથે પણ આ ખેતી કરી શકાય છે.

image source

ડ્રેગન ફ્રૂટને દર સાત દિવસે પાણી આપવામાં આવે છે. આ સિવાય બીજો એક ફાયદો એ પણ રહે છે કે આ ડ્રેગન ફ્રૂટની સાથેની તેની અંદર અન્ય બીજુ વાવેતર પણ કરી શકાય છે. રમેશભાઇએ પણ આ સાથે પપૈયા અને માલબાર લીમડાના ઝાડ તેમજ ડુંગળીનું વાવેતર અગાઉ કર્યું હતું. રમેશભાઈ સાથે થયેલી વાતમા તેમણે કહ્યું હતુ કે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ થાય છે. પરંતુ લાંબા ગાળે આવક સારી રહે છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે સોશિયલ મીડિયાની મદદથી ક્મલમ ફ્રૂટનીખેતી કરી છે.

આ ફળને પોલની જરૂર રહે છે આથી તેમણે 740 પોલ ખેતરમા ઉભા કર્યા છે. વાત કરીએ આ પોલની ગોઠવણ વિશે તો દરેક પોલ ઉપર ગેલ્વેનાઇઝની રિંગ અને તે રિંગ ઉપર ટાયર લગાવેલા છે. બે રોપા વચ્ચે 7 ફૂટનું અંતર રાખવામાં આવે છે અને આ મુજબ તેમણે 700 રોપાઓનુ વાવેતર કર્યુ છે. આજે તેઓ 4 વિઘામાંથી પણ ઘણી સારી આવક મેળવી રહ્યા છે. તેના ઉત્પાદનની વિગતે વાત કરીએ તો 4 વિઘામાં એક સિઝનમાં 3600 કિલોનું ઉત્પાદન થાય છે. આ સાથે તેના ભાવ ચાલુ સીઝનમાં 150 રૂપિયાથી 250 રૂપિયા સુધીના રહેતા હોય છે.

આ સિવાય જ્યારે ઓફ સિઝન હોય છે ત્યારે તેના ભાવ 250થી 300 જેટલો પણ મળે છે. આમ ત્રણથી ચાર લાખ રૂપિયાની કમાણી ફક્ત ચાર માસમાં જ થઈ જાય છે. ડ્રેગન ફ્રૂટ માટે ગુજરાત બહાર ઓર્ડર મળે તો તેનુ પેકિંગ કરી અને મોકલવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ વિશે રમેશભાઈ કહે છે કે અમારે તો છેલ્લા એકાદ બે વર્ષથી ભાવનગર જિલ્લામાં સારું એવું વાવેતર થઇ રહ્યું છે. ભાવનગરમાં વિસ્તારો જેવા કે અવણીયા, તળાજા, દિહોર, ત્રાપજ, સિહોર અને પાલીતાણામા ડ્રેગન ફુટની ખેતી તરફ હવે ખેડૂતો વળ્યા છે. વાત કરીએ ડ્રેગન ફ્રૂટના પ્રકાર વિશે તો મળતી માહિતી મુજબ તેના ૩ પ્રકારછે. એક પિંક, બીજુ રેડ અને ત્રીજુ વાઇટ. ડ્રેગન ફ્રૂટમા 1 વર્ષ પછી ફળ આવતા હોય છે પણ તે પછી 25 વર્ષ સુધી સતત આ પાક મળતો રહે છે.

image source

આ વિશે રમેશભાઈ કહે છે કે ડ્રેગન ફ્રૂટ એક સુંદર અને આકર્ષક દેખાતું ફળ છે જેને જોતા જ તમને ખાવાનું મન થઇ જાય. ડ્રેગન ફ્રૂટ ખાવાથી લોહીના ટકા વધે છે. આ સાથે તમારી શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. ડ્રેગન ફ્રૂટનીમાં હિમોગ્લોબીનમાં, ડાયાબિટીસના, તેમજ ઇમ્યુનિટી બુસ્ટર ઉપયોગમાં આવે છે. આ જ કારણે ડોકટરો પણ જેને લોહીની ટકાવારી ઓછી છે તેઓને ડ્રેગન ફ્રૂટ ખાવાની સલાહ આપે છે. તેમની આ ખેતીને જોવા માટે આજુબાજુના ખેડૂતો આવે છે અને તેમની પાસેથી મર્ગદર્શન મેળવે છે. જે વિસ્તારમા પાણી ઓછૂ છે તેઓ માટે ડ્રેગન ફ્રૂટની ખેતી સારી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong