એક સમયે 96 કિલોની હતી સારા અલી ખાન, જાણી લો સારાની ફિટનેસ અને ગ્રુમિંગનું રહસ્ય અને ફોલો કરો તમે પણ

સારા અલી ખાનની ફિટનેસ , સ્ટાઇલ અને લુકસને લાખો દીવાના છે. પણ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે સારા અલી ખાન પહેલા બહુ જાડી હતી એટલી જાડી કે આજે કોઈ એમના જુના ફોટા જોઈ લે તો એને વિશ્વાસ નહિ થાય કે4 3 ખરેખર સારા અલી ખાન જ છે. આજે જો સારા અલી ખાન આટલી ફિટ અને સુંદર દેખાય છે તો એની પાછળ એમની મહેનત છે. સારા અલી ખાને પોતાને ફેટથી ફિટ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. સારા અલી ખાને પોતાના ડાયટ પર કંટ્રોલ કરીને ને જીમમાં પરસેવો પાડીને આવી બોડી બનાવી છે. આજે પણ સારા અલી ખાન પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે.

image soucre

સારા અલી ખાનને પીસીઓડીની સમસ્યા હતી જેના કારણે એમનું વજન સતત વધતું હતું. સાથે જ સારા અલી ખાનને ખાવાનો ખૂબ જ શોખ હતો. એક સમય એવો હતો જ્યારે સારા અલી ખાનને પીઝા એટલા પસંદ હતા કે એ બ્રેકફાસ્ટમાં પણ પિઝા ખાઈ લેતી હતી. પણ હવે સારા એવું બિલકુલ નથી કરતી. હવે એ પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે. કોઈને વિચાર્યું પણ નહોતું કે આટલી જાડી સારા ક્યારેક આટલી સુંદર બની જશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા અલી ખાને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં એમનું જાડાપણું જોઈને ફેન્સ હેરાન હતા. સારાએ આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે પ્રેજેન્ટિંગ સારા કા સારા સારા…ચાલો એને હલકું કરીએ જે આ હતું… વિડીયો અને ટ્રાન્સફોર્મેશન ક્રેડિટ નમ્રતા પુરોહિત. તમને જણાવી દઈએ કે સારા અલી ખાને સેલિબ્રિટી કોચ નમ્રતા પુરોહિત પાસે પોતાને ફિટ રાખવાની ટ્રેનિંગ શરૂ કરી અને એ પછી ફૂલ બોડી વર્કઆઉટ માટે એમને સેલિબ્રિટી ટ્રેનર સીંડી જોરડીયન પાસે બુટ કેમ્પ ટ્રેનિંગ લીધી છે.

image source

સારા અલી ખાને વજન ઘટાડવા માટે ન ફક્ત બેલેન્સ્ડ ડાયટ લીધી પણ એ માટે એમને ફાસ્ટ ફૂડ ખાવાનું પણ બંધ કરી દીધું છે. સારા ખુદને ફિટ રાખવા માટે પ્રોટીનઝ કાર્બોહાઇડ્રેટ અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરે છે. ડાયટિંગની સાથે જ સારા જીમમાં પણ પરસેવો વહાવે છે. વજન ઘટાડવા માટે સારા સતત જિમ જાય છે. એ સાથે જ સારા યોગા અને કથ્થક ડાન્સ પણ કરે છે. આટલી મહેનત પછી જ સારા આટલી સ્લિમ અને ફિટ થઈ શકી છે.

image soucre

સારા અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમના વધેલા વજનને કારણે એકવાર એમની માતા એરપોર્ટ પર એમને ઓળખી નહોતી શકી. એ ઘટના પછી સારાએ નક્કી કરી લીધું કે હવે એ પોતાનું વજન ઘટાડીને રહેશે. એ પછી સારાએ ખુદ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

image source

ફિટનેસની સાથે જ સારાએ પોતાના આઉટફિટસ અને લુકસ પર પણ ખૂબ જ મહેનત કરી છે. સારા બોલીવુડમાં કામ કરવા માંગતી હતી એટલે પોતાની પહેલી ફિલ્મ કેદારનાથના શૂટિંગ પહેલા જ સારાએ ખુદને ફિટ અને સ્ટાઈલિશ બનાવી લીધી હતી. એ પહેલી જ ફિલ્મમાં દર્શકોએ એમની એક્ટિંગ અને સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા. સારા અલી ખાન એ સારી રીતે જાણે છે કે ખુદને સેન્ટર ઓફ એટરેક્શન કઈ રીતે બનાવવું અને એમને જાતે મહેનત કરીને શીખ્યું છે.

image source

સારાની ફિટનેસ અને ગ્રુમિંગ આજે યુવાઓ માટે પ્રેરણા છે. સારા અલી ખાને એ સાબિત કરી બતાવ્યું કે જો આપણે નક્કી કરી લઈએ તો કઈ જ અશક્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong