ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી…કોરોના કાળમાં ઓછા ખર્ચે ફરી લો આ જગ્યાઓ પર, ફરવાની આવશે જોરદાર મજ્જા

હરવા ફરવાના શોખીન લોકોની એ આદત હોય છે કે તેઓ દર વખતે નવી નવી જગ્યાઓની શોધમાં જ હોય છે અને એવી જગ્યાઓએ ફરવા જવાનું પસંદ કરે છે જ્યાં જઈને તેઓ આનંદ અને શાંતિનો અનુભવ કરી શકે. પરંતુ કોરોના મહામારીને કારણે લાગેલા લોકડાઉને આ લોકોને ફરજીયાત ફરતા અટકાવી દીધા હતા. અને પ્રતિબંધોને કારણે લગભગ આખી દુનિયાના પર્યટન સ્થળો બંધ હતા અને લોકો પોતાના ઘરમાં જ રહેવા મજબુર બન્યા હતા.

image source

જો કે હવે પરિસ્થિતિ સુધરી છે અને પહેલા કરતા સારો માહોલ બન્યો છે અને ઘણી જગ્યાએ લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાઓ પર્યટકો માટે ખોલી દેવામાં આવી છે. જે લોકો લોકડાઉનને કારણે ઘરોમાં બંધ હતા તેઓ બહાર આવીને ફરવાના સ્થળોએ જવા લાગ્યા છે. ત્યારે જો તમે પણ કંટાળો દૂર કરવા ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અમે તમને અમુક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ઓછા પૈસા ખર્ચીને પણ પ્રવાસનો પૂરો આનંદ મેળવી શકો છો.

ઔલી

image source

ઔલી જગ્યા પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે જાણીતી છે. સાથે જ આ જગ્યા ભારતમાં આવેલી સૌથી ઠંડી જગ્યાઓ પૈકી એક ગણાય છે. અહીંના કુદરતી દ્રશ્યો અને અહીંના લીલાછમ વાતાવરણને કારણે મોટાભાગના પર્યટકો અહીં આવીને પૈસા વસુલ આનંદ માણે છે. તમે અહીં આવીને ટ્રેકિંગ સહિત અન્ય એડવેન્ચર પણ માણી શકો છો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો પહોંચે છે જો તમે પણ અહીં આવવા ઇચ્છો તો પ્લાન બનાવી શકો છો.

દાર્જિલિંગ

image source

હરવા ફરવાના શોખ ધરાવતા લોકોનું એક સપનું એ પણ હોય છે કે તેઓ એક વખત દાર્જિલિંગ અચુજ જાય. ત્યારે જો તમને પણ લોકડાઉન માં ઘરે રહીને કંટાળો આવી ગયો હોય તો દાર્જિલિંગ ફરવા જઈને તમે તમારો મૂડ ફ્રેશ કરી શકો છો. આ જગ્યા ચા ના બગીચાઓ અને પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે જાણીતી છે. એ સિવાય પણ અહીં કેટલાક ફરવા લાયક સ્થળો છે જ્યાં તમને કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણવા મળશે.

યેરકાડ

image source

તમિલનાડુમાં સ્થિત યેરકાડ એક પ્રખ્યાત ફરવાલાયક જગ્યા છે. આ જગ્યા તેના મસાલા અને કોફી ના બગીચાઓને કારણે પણ પ્રસિદ્ધ છે. એટલું જ નહીં અહીં લોકો ટ્રેકિંગ માટે પણ આવે છે. એ ઉપરાંત અહીં ઝરણાઓ, જેપનીઝ પાર્ક, અન્ના પાર્ક વગેરે ફરવાલાયક જગ્યાઓએ પણ જઈ શકાય છે. અહીં બોટિંગ કરવાનો આનંદ પણ મળે છે. તમારે એક વખત તો અહીં ફરવા આવવું જ ઘટ્યું.

લદ્દાખ

image source

તો તમે ખરેખર હરવા ફરવાના શોખીન હોય તો તમારા મનમાં એ ઈચ્છા જરૂર હશે જ કે તમે એક વખત લદ્દાખ જરૂર જાવ. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો બાઈક લઈને ફરવા માટે આવે છે અને મન ભરીને યાત્રા માણે છે. અહીંનું વાતાવરણ પણ મનમોહક અને ઠંડુ રહે છે. અહીં અલગ અલગ પ્રકારના તળાવો પણ છે અને ખાસ તો અહીંની નુબ્રા ઘાટીની તો વાત જ અલગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong