મા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે, શું તમારી પણ પ્રેગનન્સી નથી થતી કન્સિવ? તો આ કારણો છે એની પાછળ જવાબદાર

માતા બનવું એ દરેક સ્ત્રીનું સપનું છે, પણ આજકાલ ઘણી સ્ત્રીઓ માતા નથી બની શકતી. સ્ત્રીઓના માતા ન બનવા પાછળના કારણ અને ઉપાયો આજે જાણી જ લો.

સૌથી પહેલા તમારા શરીરને સમજો.

image source

માતા બનવાનું પ્લાનિંગ કરતા પહેલા સ્ત્રીઓએ પોતાના શરીરને સમજવું જોઈએ. આપણી બોડી બહુ સ્માર્ટ છે, એ જાણે છે કે શરીર માટે ક્યારે અને શું જરૂરી છે. જ્યારે કોઈ સ્ત્રી માનસિક કે પછી શારીરિક સ્ટ્રેસમાં હોય છે તો એનું શરીર એમને માતા નથી બનવા દેતું કારણ કે શરીર જાણે છે કે હજી એ સ્ત્રી માતા બનવા માટે તૈયાર નથી.

આ સ્ટ્રેસ શારીરિક, માનસિક કે ભાવનાત્મક કોઈપણ રીતનો હોઈ શકે છે. આ સ્ટ્રેસનું કારણ સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ પરિવર્તન થવા લાગે છે જેના કારણે એ માતા બની નથી શકતી.

લાઇફસ્ટાઇલ છે જવાબદાર.

image source

સ્ત્રીઓના માતા ન બનવા પાછળ ઘણી હદ સુધી એમની લાઇફસ્ટાઇલ જવાબદાર છે. જંક ફૂડનું વધારે પડતું સેવન, ઓવર ઇટિંગ, મેદસ્વીતા, જરૂરતથી વધારે ડાયટિંગ, અચાનક વજન વધતું કે વધુ વજન ઘટવું, એક્સરસાઇઝ બિલકુલ મ કરવી કે પછી જરૂરતથી વધારે કરવી પણ માતા બનવામાં બાધક બને છે.

ઘણી સ્ત્રીઓ પોતાની ખાણીપીણી પણ બિલકુલ ધ્યાન નથી આપતી, પછી ગમે તે ખાઈને જ્યારે મેદસ્વીતા આવી જાય છે તો ક્રેશ ડાયટિંગ કરવાનું શરૂ કરી દે છે. આ રીતે ઘણી સ્ત્રીઓ કાં તો બિલકુલ પણ કસરત નથી કરતી કે પછી જરૂરતથી વધારે કસરત કરે છે. આ બધાના કારણે શરીરમાં એટલા ઝડપથી હોર્મોનલ બેલેન્સ બગડી જાય છે, એટલે માતા બનવાનું નક્કી કરો એ પહેલાં સ્ત્રીઓએ પોતાની લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું જોઈએ.

વધી રહી છે pcos/ pcodની સમસ્યાઓ.

image source

આજકાલ છોકરીઓ ખૂબ જ નાની ઉંમરમાં જ પીસીઓએસની સમસ્યાઓ જોવા મળે છે. એનું કારણ ખોટી ખાણીપીણી અને સ્ટ્રેસ છે. પીસીઓએસ/ પીસીઓડીના કારણે સ્ત્રીઓમાં ઓવેલ્યુએશન નથી થતું, એમના શરીરમાં એગ નથી બની શકતા, એમના પીરિયડ્સ રેગ્યુલર નથી રહેતા, જેના કારણે એ માતા નથી બની શકતી.

સ્ટ્રેસથી બચવું છે જરૂરી.

image source

જો કોઈ સ્ત્રી વધુ સ્ટ્રેસમાં છે તો એનાથી એના માતા બનવામાં તકલીફ આવી શકે છે. આ સ્ટ્રેસ કોઈપણ રીતનો હોઈ શકે છે.જેમ કે જો તમારી જોબ ખૂબ જ સ્ટ્રેસફુલ છે તો તમને માતા બનવામાં તકલીફ થઈ શકે છે. જો પતિ પત્નીના સંબંધમાં તણાવ ચાલી રહ્યો છે, ઘરમાં તણાવ ચાલી રહ્યો છે તો એનાથી પણ તમારી ફર્ટિલિટી પ્રભાવિત થઈ શકે છે.

કોઈ મોટી બીમારી, દવાઓનું વધારે પડતું સેવન, ભાવનાત્મક આઘાત, ફાઈનન્સીયલ લોસ જેવા ઘણા કારણો, જેનાથી તમારું સ્ટ્રેસ લેવલ અને હોર્મોનલ બેલેન્સ બગડી જાય છે એના કારણે પણ ફર્ટિલિટીમાં કમી આવે છે.

શીખો સ્ટ્રેસથી બચવાની ટ્રિક્સ.

image source

આજકાલ લોકો વાત વાતમાં તણાવગ્રસ્ત તો થઈ જાય છે પણ સ્ટ્રેસને રિલીઝ કરવા માટે કોઈ પ્રયત્ન નથી કરતા, એવામાં તણાવ એમના સ્વાસ્થ્યને પ્રભાવિત કરવા લાગે છે. જો તમે માતા નથી બની શકતા તો તમારે સૌથી પહેલા તમારી લાઇફસ્ટાઇલ સુધારવી પડશે. તણાવથી બચવા, ફિટ અને હેલ્ધી રહેવા માટે નિયમિત રૂપથી યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ કરવી પડશે, હેલ્ધી ડાયટ લેવી પડશે, પૂરતી ઊંઘ લેવી પડશે. પછી જ્યારે તમારા શરીરને આ વાતની ખાતરી થઈ જાહે કે હવે તમે માતા બનવા માટે તૈયાર છો તમે સરળતાથી કંસીવ કરી શકશો.

શીખો જાતને પ્રેમ કરતા.

image source

ઘણી સ્ત્રીમાં કોન્ફિડન્સની એટલી કમી હોય છે કે એ દરેક વ્યક્તિ સાથે પોતાની સરખામણી કરવા લાગે છે અને પોતાની જાતને તુચ્છ સમજવા લાગે છે. આવી સ્ત્રીઓ પોતાની જાતને સ્વીકારી નથી શકતી અને આગળ જતાં એકલતાનો શિકાર બની જાય છે. આવી સ્ત્રીઓને પણ માતા બનવામાં તકલીફ પડે છે એટલે સૌથી પહેલા પોતાની જાતને પ્રેમ કરતા શીખો.

સ્ત્રીઓના માતા ન બની શકવાના સામાન્ય કારણો.

સ્ત્રીઓના માતા ન બની શકવાના ઘણા કારણો છે પણ સામાન્ય રીતે સ્ત્રીઓમાં વધતી ઈંફર્ટિલિટીના આ કારણો છે.

image source

મેદસ્વીતા સો રોગોનું કારણ હોય છે અને એમાંથી એક ઈંફર્ટિલિટી પણ છે. જો કોઈ સ્ત્રીનું વજન જરૂરત કરતા વધુ છે તો એને માતા બનવામાં તકલીફ પડે છે. એવામાં વજન ઘટાડીને ગર્ભધારણ કરી શકાય છે.

અનિયમિત પિરિયડ્સના કારણે પણ સ્ત્રીઓ માતા નથી બની શકતી. અનિયમિત પિરિયડસના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે પીસીઓએસ, પીસીઓડી, ખોટી ખાણીપીણી, અનિયમિત લાઇફસ્ટાઇલ વગેરે.

પેલવીક ટ્યુબરક્લોરસીસના કારણે ઘણી સ્ત્રીઓ માતા નથી બની શકતી. પેલવીક ટ્યુબરક્લોરસીસ થાય તો સૌથી પહેલા એની સારવાર કરાવવી જોઈએ.
ગર્ભાશયમાં ગાંઠ એટલે કે ફાઇબ્રોયડ હોવાના કારણે ઘણી સ્ત્રીઓ ગર્ભધારણ નથી કરી શકતી. આવી સ્થિતિમાં ઘણીવાર સર્જરી કરાવવાની પણ જરૂર પડે છે.

ગર્ભાશય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભાશયમાં ગાંઠ, કેન્સર, ટીબી, નાનું ગર્ભાશય વગેરે કારણે પણ સ્ત્રીઓ માતા નથી બની શકતી.
ફ્લોપિયન ટ્યુબનું બંધ હોવું પણ ગર્ભ ન રહેવાનું એક કારણ હોઈ શકે છે.

લ્યુકોરિયા, ડાયાબિટીસ, એનિમિયા વગેરેના કારણે પણ સ્ત્રીઓમાં ઈં ફર્ટિલિટીની સમસ્યા હોય છે.

ઘણી સ્ત્રીઓને યૌન સંબંધ બનાવતી વખતે પીડા થાય છે. આ પીડાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સેક્સને લઈને ડર, પતો પત્નીમાં ઓછું બોન્ડિંગ, ફોરપ્લેની કમી વગેરે. આ બધાના કારણે સ્ત્રીઓ સેક્સ લાઈફને એન્જોય નથી કરી શકતી અને માતા બનવામાં તકલીફ પડે છે.
ડિપ્રેશન, અનિંદ્રા, એકલતાનો શિકાર સ્ત્રીઓની ઈંફર્ટિલિટીની સમસ્યા થઈ શકે છે. એવી સ્થિતિમાં સાઇકોલોજીસ્ટને સંપર્ક કરી શકાય છે.
માતા બનવાનું પ્લાનિંગ કરો એ પહેલાં આ વાતોનું ધ્યાન રાખો.

પોતાની લાઇફસ્ટાઇલ પર ખાસ ધ્યાન આપો. સ્ટ્રેસથી બચવાની કોશિશ કરો. જંક ફૂડ ન લો.

ખૂબ જ જલ્દી જાડા કે પાતળા થવાનો પ્રયત્ન ન કરો એનાથી માતા બનવામાં તકલીફ થાય છે.

સિગરેટ અને દારૂથી દૂર રહો.

image source

મોડી રાત સુધી જાગવું, પૂરતી ઊંઘ ન લેવી એ માતા બનવામાં બાધક બની શકે છે એટલે જલ્દી સુવાનો અને પૂરતી ઊંઘ લેવાનો પ્રયત્ન કરો.

ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનું સેવનથી માતા બનવામાં તકલીફ આવી શકે છે એટલે પોતાના ભોજન પર ખાસ ધ્યાન આપો.

લીલા શાકભાજી, તાજા ફળો, ફ્રુટ જ્યુસ, સપરાઉટ્સ, સલાડ વગેરેનું સેવન માતા બનવામાં મદદગાર બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ