શિલ્પા શેટ્ટીના બંગલામાં ખાસ જોજો ઝુમ્મર, જે જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા પાસે આમ તો ઘણા બધા બંગલા છે. તેમ છતાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા, દીકરા વિઆન રાજ કુન્દ્રા અને દીકરી સમિષા રાજ કુન્દ્રાની સાથે મુંબઈ શહેરના જુહુ વિસ્તારમાં આવેલ સી- ફેસિંગ બંગલા ‘કિનારા’માં રહે છે.

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રાનું ઘર ‘કિનારા’ ખુબ જ શાનદાર છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો ‘કિનારા’ બંગલો જુહુ નજીક આવેલ છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, હું હંમેશાથી જ એવું ઈચ્છતી હતી કે, પોતાની પાસે એક સી- ફેસિંગ ઘર હોય. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું હતું કે, હું હાલમાં જ્યાં રહું છું તે ખરેખરમાં મારું ડ્રીમ હાઉસ છે.

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ડ્રીમ હાઉસ બંગલા ‘કિનારા’નું ઈન્ટીરીયર ડેકોરેશન અભિનેતા ઋતિક રોશનની પત્ની સુઝૈન ખાન દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું છે.

image source

શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ‘કિનારા’ બંગલોમાં ફેંગશુઈ અને વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરના પ્રવેશદ્વાર પર એક સોનેરી હેન્ડલ લગાવવામાં આવ્યું છે. ત્યાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ડ્રીમ હાઉસ ‘કિનારા’ બંગલોની સીલીંગ વિષે વાત કરીએ તો ‘કિનારા’ બંગલાની સીલીંગની ઊંચાઈ ૧૪ ફૂટ જેટલી છે.

image source

કેટલાક વર્ષો પહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના બર્થ ડે પર રાજ કુન્દ્રાએ લંડનમાં એક ભવ્ય બંગલો ભેટમાં આપ્યો હતો. રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટી કુન્દ્રાને ભેટમાં આપેલ બંગલાનું નામ રાજ મહલ છે.

image source

ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ જયારે લંડનમાં ‘રાજ મહલ’ બંગલો ખરીદ્યો હતો તે સમયે તે બંગલાની કીમત ૩૨ કરોડ રૂપિયા જેટલી હતી જયારે આજના સમયમાં ‘રાજ મહલ’ બંગલાની કીમત ૧૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધારે આંકવામાં આવી રહી છે.

image source

રાજ કુન્દ્રાએ વર્ષ ૨૦૦૬માં લંડનમાં આવેલ ‘રાજ મહલ’ બંગલો પોતાની પ્રથમ પત્ની કવિતા માટે ખરીદવામાં આવ્યો હતો. પણ જયારે રાજ કુન્દ્રા અને કવિતાના એકબીજાથી જુદા થઈ ગયા બાદ રાજ કુન્દ્રાએ ‘રાજ મહલ’ બંગલો વેચી દેવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન થયા બાદ શિલ્પા શેટ્ટીની જીદના લીધે રાજ કુન્દ્રાએ ‘રાજ મહલ’ બંગલો ફરી એકવાર ખરીદી લીધો હતો.

Source: Instagram
image source

શિલ્પા શેટ્ટી કુન્દ્રા પાસે ઘણા બધા બંગ્લોઝ છે તેમ છતાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાને સૌથી વધારે પસંદિત બંગલો ‘રાજ મહલ’ છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ જાતે જ ‘રાજ મહલ’ બંગલાનું ઈન્ટીરીયર ડીઝાઈન કર્યું છે. ‘રાજ મહલ’ બંગલોમાં ૨ વિશાળ હોલ, ૨ રીસેપ્શન રૂમ, ૭ લક્ઝુરીયસ રૂમ, સ્વિમિંગ પુલ, કાર ગેરેજ, ત્રણ બાલ્કની અને એક વિશાળ ગાર્ડન ધરાવે છે.