અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની આ તસવીરો જોઇને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

ભારત દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train Project) ને હવે રફતાર મળી રહી છે. ત્યારે હાલમાં જ ભારત દેશમાં આવેલ જાપાન એમ્બેસી દ્વારા બુલેટ ટ્રેન E5 Series Shinkansenની ઓફિશિયલી ફોટોસ શેર કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ રીતે તૈયાર થઈ ગયા પછી મુંબઈ થી લઈને અમદાવાદ વચ્ચેનું અંતર ફક્ત ૨ કલાક જેટલા સમયમાં જ પૂર્ણ કરી શકાશે. ખાસ વાત એવી છે કે, પાંચ વર્ષ પહેલા ભારત સરકાર દ્વારા મુંબઈથી અમદાવાદ સુધી ૫૦૮ કિલોમીટર લાંબો હાઈસ્પીડ રેલ કોરીડોર બનાવવા માટે પરવાનગી આપી દેવામાં આવી હતી.

image source

શુક્રવારના રોજ ભારતમાં આવેલ જાપાન દુતાવાસ (Japan Embassy) દ્વારા બુલેટ ટ્રેનના ફોટોસ શેર કરવામાં આવી છે.
જાપાન દુતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલ બુલેટ ટ્રેનના ફોટોસ છે તેમ છતાં ભારતમાં ઉપયોગ કરવા માટે તેને અનુકુળ આવે તેના માટે કેટલાક પરિવર્તનો પણ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ આ બુલેટ ટ્રેનનો ઉપયોગ મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં રોલિંગ સ્ટોક એટલે કે, રેલ્વેમાં ઉપયોગમાં લેવામાં આવતી ગાડીઓ અને વૈગનના રૂપમાં કરવામાં આવશે. આ બુલેટ ટ્રેન ભારતીય રેલ્વે વ્યવસ્થાને નવી ગતિ પ્રદાન કરશે.

image source

ઉલ્લેખનીય બાબત છે કે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની શરુઆત ગુજરાત રાજ્યમાં ઘણી ઝડપ સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ પછીથી જમીન બાબતે કેટલીક મુશ્કેલીઓ આવી હોવાના લીધે મહારાષ્ટ્ર રાજ્યમાં બુલેટ ટ્રેનનું કામની ગતિ ધીમી થઈ ગઈ છે. અંદાજીત ૧.૦૮ કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવી રહેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં શરુઆતથી જ વિલંબ થવાનો શરુ થઈ ગયો છે ત્યારે કેટલાક રાજનીતિક મતભેદો થવાના લીધે તેની અસર પણ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પ્રભાવિત કરી શકે છે.

image source

થોડાક દિવસ પહેલા જ ભારતીય રેલ્વે બોર્ડના CEO અને ચેરમેન વી. કે. યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેનને સંબંધિત પુલો અને સુરંગોનું નિર્માણ કરવાનું કામકાજ ભારતીયો દ્વારા કરવામાં આવી રહ્યું છે જયારે બુલેટ ટ્રેનને સંબંધિત બુલેટ ટ્રેનના સિગ્નલ, ટેલીકોમ અને રોલિંગ સ્ટોકનું કામકાજ જાપાનની કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં જાપાનના પીએમ રહેલા શિન્જો આબે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બુલેટ ટ્રેન બાબતે ભારત ઘણી ઝડપથી પ્રોજેક્ટને સમાપ્ત કરવા માટે જાપાન પ્રતિબદ્ધ છે.

image soucre

તા. ૧ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ આયોજિત કરવામાં પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય રેલ્વે બોર્ડના CEO અને ચેરમેન યાદવએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની પ્રગતિને લઈને અત્યંત વિશ્વાસ સાથે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર રાજ્યમાં ભૂમિ અધિગ્રહણ આવનાર ૪ મહિનામાં અંદાજીત ૮૦% જેટલું કરી લેવામાં આવશે. જો કે, અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૨% જેટલી જમીનનું અધિગ્રહણ કરી લેવામાં આવ્યું છે. એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનએ ૦.૧% ના વ્યાજદરે ૭૯ હજાર કરોડ રૂપિયાની લોન આપવાની સાથે ૮૦% જેટલું ફંડિંગ કરવામાં આવ્યું છે જો કે, જાપાન તરફથી આપવામાં આવેલ લોનની સંપૂર્ણ સમયગાળો ૫૦ વર્ષ જેટલો રહેશે અને મોરેટોરિયમ માટેનો સમયગાળો ૧૫ વર્ષ જેટલો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ