નવું મકાન ખરીદનારાને મોદી સરકારે બખ્ખા કરાવ્યાં, થશે લાખોનો ફાયદો

જો તમે હજુ સુધી પીએમ આવાસ યોજનાનો લાભ લીધો નથી, તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે પીએમ આવાસ યોજનાની જેમ ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના દ્વારા પણ વ્યાજ પર છૂટ મળી રહી છે. કેન્દ્ર સરકારે આ યોજનાની અવધિ વધારીને 31 માર્ચ 2021 સુધી લંબાવી છે. આ યોજનાને એક વર્ષ માટે પણ લંબાવી શકાય છે, જે ફેબ્રુઆરીમાં રજૂ થનારા સામાન્ય બજેટમાં જાહેર થઈ શકે છે. જો તમે આ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો નથી, તો 31 માર્ચ 2021 પહેલાં અરજી કરો. જેઓ નવું મકાન અથવા ફ્લેટ લેશે તેમને સૌથી વધુ ફાયદો થશે. વ્યાજના રૂપમાં તેમના લાખો રૂપિયાની બચત થશે.

image source

ચાલો તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત પ્રથમ વખત ઘર ખરીદનારાઓને હોમ લોન પર વ્યાજ સબસિડી આપવામાં આવે છે, જે મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો બજેટની તૈયારી માટે યોજાયેલી બેઠકમાં, કોવિડ સંકટના વિસ્તરણને ધ્યાનમાં રાખીને, આ યોજનાની અવધિ લંબાવવી જરૂરી છે તે સિદ્ધાંતમાં સંમતિ આપવામાં આવી છે. આનાથી ઓછી આવકની સાથે રિયલ સેક્ટરના લોકોને પણ ફાયદો થશે.

આ રીતે ચેક કરો

image soucre

– પહેલા rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઇટ પર જાઓ.

– જો રજિસ્ટ્રેશન નંબર છે, તો તેને ભર્યા પછી તેના પર ક્લિક કરો, ત્યારબાદ ડેટા દેખાશે.

-જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી, તો એડવાન્સ સર્ચ પર ક્લિક કરો.

– ફોર્મ ભરો. Search પર ક્લિક કરો.

-જો નામ PMAY G યાદીમાં હશે તો ત્યારબાદ બધી સંબંધિત વિગતો દેખાશે.

image source

સબસિડી

-વાર્ષિક 3 લાખ સુધીની આવક વાળાને EWS કલમ પ્રમાણે 6.5 સબસિડી મળશે

-3 લાખથી 6 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોને LIG 6.5 ટકા સબસિડી મળશે.

-વાર્ષિક 6 લાખથી 12 લાખ આવક ધરાવતા MIG1 4 ટકાની ક્રેડિટ લિંક સબસિડી આપવામાં આવશે

– વાર્ષિક 12 લાખથી 18 લાખ આવક ધરાવતા લોકોને MIG2 વિભાગમાં સબસિડીનો લાભ મળે છે.

image source

આ પહેલાં 2018માં મોદી સરકાર ઘર ખરીદનારાઓ માટે મોટી ખુશખબરી લઇને આવી હતી. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરોની સાઇઝમાં મોટો ફેરફાર કર્યો હતો. મિડિલ ઇનકમ ગ્રુપ એટલે કે એમઆઇજી-I અને એમઆઇજી-II કેટેગરીના ઘરોનો કાર્પેટ એરિયા વધારી દેવામાં આવ્યો હતો. એમઆઇજી-I માં એરિયા 120 વર્ગમીટરથી વધારીને 160 વર્ગમીટર કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ એમઆઇજી-II માં ઘરોનો એરિયા 150 વર્ગમીટરથી વધારીને 200 વર્ગમીટર કરી દેવામાં આવ્યો હતો. એમઆઇજી-I માં વાર્ષિક 6 થી 12 લાખ સુધી કમાનાર અને એમઆઇજી-11 12 થી 18 લાખ સુધી કમાનારા ઘર માટે લોન મળે છે.

image source

એક રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સૌથી વધુ ઘર ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી ઓછા ઘર હતા. તેના લીધે ગત એક વર્ષમાં ઉત્તર પ્રદેશમાં સરકારે 8 લાખ ઘર બનાવ્યા છે. આ કોઇ પણ રાજ્યથી વધુ છે. એટલું જ નહી ઘર લેનાર લોકોને 1.2 લાખ રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આવાસ યોજનાને પીએમ મોદીએ 2016માં લોંચ કરી હતી. તેની ડેડલાઇન માર્ચ 2019 રાખવામાં આવી હતી. એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં 40 લાખ ઘર બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં જમીન અને પૈસાની સમસ્યાના લીધે 5 લાખ ઘરોનું જ નિર્માણ થયું છે. અહીં પણ 22 લાખ ઘરોનું નિર્માણ થવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ