HEALTH UPDATE: ગુજરાતીઓમાં ડાયબિટીસ અને હાઈપર ટેન્શનનું પ્રમાણ વધ્યું, આંકડા જોઇને ફાટી જશે આંખો

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ચારે તરફ કોરોનાની જ ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ બીજી એવી ઘણી બીમારીઓ છે જેનો ભોગ લોકો બની રહ્યા છે પરંતુ તેની ચર્ચા હાલમાં થઈ રહી નથી. હાલમાં સામે આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવેના નવા રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે,

image source

જેમા સામે આવ્યું છે કે ગુજરાતમાં 33 પુરુષ અને 30 ટકા મહિલાઓ ડાયાબિટીસની સમસ્યાથી પીડાય છે. ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં આ સમસ્યાનું પ્રમાણ વધારે છે. હાઈ સુગર હોય કે સુગર કંટ્રોલ માટે દવા લેતા હોય એવા લોકોની ટકાવારી વધારે છે. જ્યારે 37 ટકા મહિલાઓ અને 38 ટકા પુરુષો હાઈપર પેન્શનની સમસ્યાથી પીડાય છે.

29,368 ઘરોની મુલાકાત લેવામાં આવી

image source

તો બીજી તરફ હાઈપર ટેન્શનમાં પણ દવા લેતા હોય એવા લોકોની સંખ્યા વધારે છે. 15 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ પર કરાયેલા સરવેમાં આ વિગતો બહાર આવી છે. સેન્ટર ફોર ઓપરેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તથા તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે 23 જૂન 2019થી 30 નવેમ્બર 2019 દરમિયાન આ સરવે ગુજરાતમાં હાથ ધરાયો હતો. આ માટે 29,368 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી.

image source

આ દરમિયાન 33,343 મહિલાઓ અને 5,351 પુરુષો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. દરેક જિલ્લા પ્રમાણે પણ આ અંગેની તમામ માહિતી અલગ રીતે કાઢવામાં આવી છે. જેથી ભવિષ્યમાં આરોગ્ય સેવામાં સુધારો કરી શકાય. સામે આવેલા રિપોર્ટથી એ સ્પષ્ટ થાય છે કે લોકોની લાઈફ સ્ટાઈલમાં કેટલો ફેરફાર થયો છે જેના કારણે તેમને વિવિધ બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘરના નિર્ણયોમાં 92.20% મહિલાની ભાગીદારી

image source

બાબત 2015-16 2019-20

ઘરના નિર્ણયોમાં ભાગીદારી 85.40% 92.20%

કામ‌ કરી કમાણી કરી 30.20% 30.80%

મહિલાના નામે ઘર કે જમીન 27.20% 42.60%

image source

મહિલાના નામે બેન્ક ખાતું 48.60% 70.00%

તો બીજી તરફ સરવેમાં બહાર આવેલી મહત્વપૂર્ણ વિગતો મુજબ, 2015-16ના સરવેની સરખામણીમાં 2819-20મા સેક્ રેશિયો વધીને 950થી 965 થયો છે. 97 ટકા લોકોને વીજળી અને પાણીની સુવિધા મળી રહે છે. સેનિટેશન મામલે આ ટકાવારી 74 ટકા જ છે.

image source

22 ટકા યુવતીઓ અને 28 ટકા યુવાનો લગ્નની નક્કી કરેલી ઉંમર કરતાં વહેલા પરણી જાય છે. 5 ટકા યુવતીઓ 15-19 વર્ષની ઉંમરે જ માતા બની જાય છે કે ગર્ભવતી હોય છે. લગ્નની બાબતમાં સામે આવેલી આ વીગતો ઘણ ચોંકવાનારી છે. નાની ઉંમરમાં થતા લગ્નથી યુવતી અને આવનારા તેના બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. લગ્નની ઉમરનો કાયદો હોવા છતા હજુ પણ સમાજમાં દિકરા-દીકરીના નાની ઉમરમાં લગ્ન કરી દેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ