‘નેશનલ જીજુ’ વિશે વાત કરતાં નિક જોનાસની વાત વચ્ચેથી જ કાપીને પ્રિયંકા ચોપરાએ આપ્યું નિવેદન

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે હાલમાં જ તેમની બીજી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી. બંનેએ વર્ષ 2018 માં જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે 7 ફેરા લીધા હતા. બંનેના લગ્ન હિંદુ અને ખ્રિસ્તી રિવાજો સાથે થયા હતા.

image source

ત્યારે હવે તો પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ‘નેશનલ જીજુ’ ના નામથી આખા ભારતમાં પ્રખ્યાત થયા. સોશિયલ મીડિયા પરના ચાહકોએ તેમને આ નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું, જે પછી હાલમાં જ નિકે આ અંગે પોતાનો પ્રતિસાદ આપ્યો છે.

image source

હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ, નિકે કહ્યું, “પ્રિયંકા આ આખા દેશની બહેન જેવી છે, તેથી એ રીતે, હું તે બહેનનો પતિ બનીને ખુશ છું.” જો કે, પ્રિયંકા ચોપડાએ તેમની વાત વચ્ચે કાપીને કહ્યું, “જ્યારે તમે મારી સાથે લગ્ન કર્યાં ત્યારબાદ હું દેશની બહેન બની. એ પહેલાં હું દેશ માટે તેમની બહેન નહોતી. મને લાગે છે કે આ નામ અમારા લગ્ન દરમિયાન બહાર આવ્યું છે. મે લગ્ન પછી સોશિયલ મીડિયા પર નેશનલ જીજુ લખવાનું શરૂ કર્યું. દરેક જગ્યાએ આ નામ ટ્રેન્ડ હોવાને કારણે મને પણ એ ખૂબ જ સુંદર લાગ્યું.

આપને જણાવી દઈએ કે લગ્ન બાદથી ઘણી વાર પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ સાથે ભારત આવ્યા છે. નિકે પણ માર્ચ મહિનામાં ભારતમાં આવીને અહીં હોળીની ઉજવણી કરી હતી. જો કે, બંને લોકડાઉન પહેલાં લોસ એન્જલેસ જવા રવાના થયા હતા અને ત્યારબાદ ત્યાં હતા. વાતચીતમાં નિકે કહ્યું કે, “મારા 12 – 13 વર્ષના કાર્ય અને પ્રવાસના અનુભવમાં મે ક્યારેય ભારતની મુલાકાત લીધી નહોતી. એ ખૂબ જ ખાસ હતી કે પ્રિયંકા ચોપડા સાથેની મારી પહેલી ભારત યાત્રા હતી.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા છેલ્લે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ માં કામ કરતી જોવા મળી હતી. તેની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે વ્હાઇટ ટાઇગર, વી કૈન બી હીરોઝ, ધ મેટ્રિક્સ 4 અને ટૈક્સ્ટ ફોર યુમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ચર્ચિત કપલમાંના એક છે. આ બંને સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. આ સાથે ફેન્સના ટચમાં પણ રહે છે. પ્રિયંકા અને નિક તેમની રોમેન્ટિક ફોટો શેર કરતાં રહે છે.

image source

પરંતુ આજે પ્રિયંકાએ સોશ્યિલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે તેને પતિ નિક જોનસના કપડાં ચોરવાની ખૂબ મજા આવે છે. બોલિવૂડથી એક્ટિંગની શરૂઆત કરીને હોલિવૂડ સુધી પહોંચેલી પ્રિયંકા ચોપડા અત્યારે અમેરિકામાં પતિ નિક જોનસ સાથે સમય પસાર કરી રહી છે. એક વાર ફરી પ્રિયંકાએ પોતાની લવ લાઈફના ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ