મોબાઈલ ફોન બેટરી થઈ બ્લાસ્ટ, જીવ ગુમાવ્યો 14 વર્ષની દીકરીએ…

તાજેતરમાં જ એક ચૌદ વર્ષની દીકરીએ મોબાઇલને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણને તો 14 વર્ષની ઉંમરની વાત આવે એટલે તરત જ રાષ્ટ્રીય શાયર મેઘાણીની ચૌદ વરસની ચારણ કન્યા આંખ સામે ઉછળતી, કુદતી ,રમતી અને જરૂર પડે હાથમાં ડાંગ લઈને સિંહ ભગાડતી તરવરી ઉઠે. તો વિચાર કરીએ એ મા-બાપનો , એ પરિવારજનો જેને આંખ સામે પોતાની 14 વર્ષની લાડકવાયીને મોબાઇલને કારણે ખોઈ દીધી.

image source

કઝાકિસ્તાનના બેસ્તોબ ગામની 14 વર્ષની અલુઆ અસત્કિઝી અબઝલબેકનુ મોબાઈલની બેટરી ફાટવાને કારણે અવસાન થયું છે. અલુવા રાત્રે ઈયરફોનની મદદથી મોબાઈલમાંથી ગીતો સાંભળી રહી હતી. કરુણતા એ હતી અલુવાનો મોબાઈલ ચાર્જ થઇ રહ્યો હતો અને ગીત સાંભળતા જ અલુવા સુઈ ગઈ.

image source

મોબાઈલ ઓવર ચાર્જ થયો અને મોબાઈલમાં વિસ્ફોટ થયો જેને કારણ અલુવાના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી અને એનું મૃત્યુ થયું. અહીં અલુવાનો ગીત સાંભળવાનો શોખ એનો દુશ્મન નથી સાબિત થતો પણ એની ટેવ એના માટે જાન લેવા સાબિત થઈ.

image source

ફોરેન્સિક લેબોરેટરીએ પણ આ સત્યને પ્રમાણિત કર્યું છે કે વધુ પડતા ચાર્જ થઇ જવાને કારણે થયેલા મોબાઈલ વિસ્ફોટથી અલુઆનું મૃત્યુ થયું. કમનસીબે એના પરિવારને પણ મૃત્યુની જાણ સવારે થઇ.

image source

આ ઘટના પરથી બે તથ્ય નજર સમક્ષ ઉભરી આવે છે. એક મોબાઈલ અંગેની કુટેવ અને માતા-પિતા કે પરિવારજનોની સંતાન પરત્વેની થોડી બેકાળજી. હું માત્ર અલુઆના પરિવારને ધ્યાનમાં રાખીને નથી કહી રહી.

image source

પણ ઘણી વખત એવું બનતું હોય છે કે સાવ નજીવી વાતમાં બાળકો કાં તો જીવ ખોઇ દેતા હોય છે કાં તો જીવનભરની તકલીફ વહોરી લેતા હોય છે. મોબાઇલની વાતમાં તો ખાસ બનતું હોય છે કે મોબાઈલનું અતિરેક બાળકને સંપૂર્ણ દિશાવિહીન કરી દે છે.

image source

મોબાઇલમાં જોવાતા વિડીયો, અણસમજમાં કે ળવાતી અયોગ્ય મિત્રતા બાળકને ઉમર કરતા વહેલું મોટુ કરી દે છે.

image source

પોતાનું બાળક મોબાઇલમાં શું કરે છે, શું જોવે છે, એના મિત્રો કોણ કોણ છે, કેવા છે, મોબાઈલ દ્વારા બાળક કઈ કઈ સોશિયલ નેટવર્કિંગ સાઇટ સાથે સંકળાયેલું છે એ ધ્યાન રાખવું મા-બાપને મહત્વની જવાબદારી છે.

image source

બાળક તો બાળક છે, કાચી અને કુમળી વયની છે. શું સારું શું ખોટું એ પારખવાની ક્ષમતા બાળકમાં નથી હોતી.બાળક મોબાઇલની ટેકનોલોજીથી પણ અજાણ હોય છે.

image source

એટલે મોબાઇલ ના ઉપયોગ અંગેનાં ટેકનિક્લ જોખમોથી પણ એ અજાણ હોય છે. જો અલુઆએ સુતા પહેલા મોબાઈલ ચાર્જ થતો બંધ કર્યો હોત તો કદાચ એ બચી ગઈ હોત.

image source

ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે માતા-પિતા પોતાની વ્યસ્ત જીવનશૈલીમાં પોતાનું કામ કરી શકે એટલા માટે થઈને પોતે જ બાળકને અજાણતા જ મોબાઈલની ટેવ પાડતાં હોય છે અને એક આ કુટેવને કારણે ઘણી સારી ટેવ પાડવામાંથી માબાપ બાકાત રહી જાય છે.

image source

માત્ર અલુઆ જ નહીં પણ એવા ઘણા દિકરા-દિકરીઓ હશે જેને મોબાઈલની ટેવને કારણે ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવ્યો હશે. આપણે ઘણીવાર સમાચારમાં જોયું -વાંચ્યું છે કે મોબાઈલના અણસમજુ ઉપયોગને કારણે બાળકો તરુણવયે સેક્સ સંબંધ પણ બાંધી બેઠા છે.

image source

કુમળી વયે તરુણીઓ ગર્ભવતી બન્યાના પણ દાખલા છે જ. કાચી ઉંમરે મોબાઇલમાં પોર્ન ક્લિપ જોઇને બળાત્કારના બનાવો પણ બન્યા છે. વિકાસની હરણફાળમાં દોટ મૂકી રહેલા સમાજે આવનારી પેઢીના સામાજિક અને માનસિક વિકાસમાં મોબાઇલના ઉપયોગ પરત્વે સતર્કતા જાળવવા આવનારી પેઢીને જાગૃત કરવી પણ જરૂરી બને છે.

image source

બીજું એક મહત્વનું કારણ મોબાઈલની ટેકનોલોજી અંગેની અજ્ઞાનતા છે. ઘણા લોકોને રાત્રે મોબાઈલ નજીક રાખીને સૂવાની ટેવ હોય છે. મોબાઈલમાંથી ઉત્સર્જીત થતાં નોન આયોનાઈઝીગ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માણસની બ્રેઈન એક્ટિવિટી, બ્રેઈન રિએક્શન ટાઈમ તેમજ સ્લીપિંગ પેટર્નને નુકસાન કરી શકે છે.

image source

ઉપરાંત વધુ પડતો ચાર્જ થતો મોબાઈલ તેના મધરબોર્ડ પર દબાણ સર્જે છે જેને કારણે પણ મોબાઇલમાં વિસ્ફોટ થઈ શકે છે, ક્યારેક ઉતરતી ગુણવત્તાવાળી બેટરી પણ વિસ્ફોટનું કારણ બને છે, મોબાઈલની બેટરીમાં કોઈપણ કારણસર થતી ઇન્ટર્નલ શોર્ટ સર્કિટ પણ મોબાઈલ બ્લાસ્ટ માટે જવાબદાર બને છે.

image source

આવા સમયે ઘણી વખત મોબાઈલધારક ગંભીર ઇજા પામે છે અથવા તો અલુવા જેવા કમનસીબ વ્યક્તિઓ મોતને ઘાટ ઉતરે છે.

image source

અલુવાનો મોબાઈલ કઈ કંપનીનો હતો એ વિશે તો જ્યારે સત્ય બહાર આવશે ત્યારે ,પણ એટલી હકીકત ચોક્કસ હૃદયને વ્યથિત કરે છે કે જગતના કોઈ એક ખૂણામાં એક 14 વર્ષની દીકરીએ મોબાઇલમાં થયેલા વિસ્ફોટથી જીવ ગુમાવ્યો છે. આ ઘટના આપણા સૌ માટે લાલબત્તી સમાન છે.

image source

આપણે સમજવાનું છે શીખવાનું છે કે આપણે માત્ર મોબાઇલ જ નહીં પણ તમામ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરતા પહેલા એના ટેકનિકલ પાસા સમજી લઈએ અને બાળકોને પણ એના જોખમોથી માહિતગાર કરીએ.જેથી અજ્ઞાનતાને કારણે થતી દુર્ધટના ટાળી શકાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ