મોબાઈલને આ રીતે રાખો સાફ, નહિતર બની શકો છો આવા ગંભીર રોગોનો શિકાર…

મિત્રો, મોબાઈલ એ હાલ પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિની જરૂરિયાત બની ચુક્યો છે. હાલ, આ નાના એવા ઈલેક્ટ્રોનિક ડીવાઈસનો વપરાશ નાના બાળકોથી લઈને ઘરના વૃદ્ધ વ્યક્તિ સુધીના તમામ લોકો કરે છે. આપણે બધા જ મોબાઈલનો વપરાશ વોશરૂમ અને ડાયનિંગ ટેબલ જેવી દરેક જગ્યાએ કરીએ છીએ.

image source

વહેલી સવારે ઉઠતાની સાથે જ અને રાત્રે સૂતા સમયે પણ આપણે નિરંતર મોબાઈલનો વપરાશ કરતા રહીએ છીએ. આપણા મોબાઈલ પર અનેકવિધ જુદા-જુદા પ્રકારના બેક્ટેરિયા અને કિટાણુ જમા થાય છે પરંતુ, ખુબ જ ઓછા લોકો જાણે છે કે, મોબાઈલની સાફ-સફાઈ નહી કરવાથી અનેકવિધ પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે.

આ રેડિયો તરંગોમા હોય છે થર્મલ ઈફેક્ટ :

image source

જો તમે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરો છો તો તે ગરમ થઈ જાય છે અને તેનાથી આપણે કાન સાથે સંકળાયેલી અનેકવિધ પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. બ્રિટેનના કેન્સર રિસર્ચ સંગઠન મુજબ મોબાઈલમાથી નીકળનારી રેડિયો તરંગોમા થર્મલ ઈફેક્ટ હોય છે.

image source

આ તરંગોની સીધી અસર એ આપણા મગજ પર પડે છે. માટે ફોનની યોગ્ય સાફ-સફાઈ કરવી એ અત્યંત આવશ્યક છે નહીતર આપણે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકીએ છીએ. આજે અમે તમને અમુક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનો વપરાશ કરી તમે તમારા ફોનને સાફ રાખી અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો.

કેવી રીતે કરશો તમારા ફોનની યોગ્ય રીતે સાફ-સફાઈ?

image source

જો તમે તમારા ફોનની સ્ક્રીનને સાફ અને સ્વચ્છ રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે તમે ચશ્મા સાફ કરવા માટે ઉપયોગમા લેવામા આવતા કપડાનો વપરાશ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા ફોનને સાફ કરવા માટે તમે ડિસ્ટિલ્ડ વોટર અથવા આલ્કોહોલમા કોટન પલાળીને તેનો પણ વપરાશ કરી શકો છો. ક્યારેય પણ ફોનને સાફ કરવા માટે અમોનિયા, વિંડો ક્લીનર, સોલ્વેંટનો વપરાશ કરવો જોઈએ નહી.

image source

આ ઉપરાંત ફોનના કી-પેડમા એકત્રિત થયેલી ધૂળને નિયમિતપણે સાફ કરવી જોઈએ નહીતર ફોનની ગંદકી તમારા હાથ દ્વારા મોઢા સુધી પહોંચી જાય છે અને તેના કારણે આપણે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકીએ છીએ. આ ઉપરાંત ટચસ્ક્રીન ફોનને હંમેશા પોતાના શર્ટ અને ટ્રાઉઝરના ફ્રંટ પોકેટમા રાખવાની આદત કેળવો.

image source

શક્ય બને ત્યા સુધી ફોનને ક્યારેય પણ પાછળની પોકેટમા ના રાખવો. હમેંશા મોબાઈલ ફોનને એવી જગ્યાએ રાખવો કે, જ્યાથી મોબાઈલ પડવાનો વધારે પડતો ભય ના રહે . જો તમે મોબાઈલની સાફ-સફાઈ અંગેની ઉપરોક્ત બાબતો અંગે ધ્યાન રાખો તો મોબાઈલ પણ બગડતો નથી અને તમારુ સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ