પદ્મપુરાણમાં પણ જણાવવામાં આવ્યા છે પ્રાણાયામના ફાયદા

સ્વાસ્થ્ય અને આધ્યાત્મતાનું સંગમ એટલે પ્રાણાયામ, પશ્ચિમ પણ માની ચુક્યુ છે આ વાત ત્યારે આપણા વેદોમાં પણ પ્રાણાયમનો ઉલ્લેખ જોવા મળે છે. આજના ભાગદોડવાળા જમાનામાં માનસિક અને શારીરિક સંતુલન ખૂબ જ જરૂરી છે, ત્યારે પ્રાણાયામ ( Pranayama ) તેમાં આપની સહુથી વધુ મદદ કરી શકે છે.

પ્રાણને એક નવો આયામ આપનાર પ્રાણાયામ

image source

‘પ્રાણાયામ’ – નામ સાંભળતાં તે ખૂબ અઘરું લાગે છે, અથવા અમુક ઉંમર બાદ તે અશક્ય લાગે, જો કે એવું છે નહીં. તમે તેની વિશેષતા જાણશો તો તરત જ શરૂ કરી દેશો. સનાતન ધર્મમાં પ્રાણાયામના ફાયદાને વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યા છે. બસ તેમાં આપેલી સૂચનાઓને અવગણવી નહીં. તો આવો જાણીએ પ્રાણાયામ અંગે પદ્મપુરાણ ( Padmapurana )માં શું કહેવામાં આવ્યું છે?

સૌથી પહેલાં જાણી લઈએ શું છે પ્રાણાયામ?

image source

યોગનાં આઠ અંગ પૈકી પ્રાણાયામ પણ એક છે. અષ્ટાંગ યોગમાં 8 પ્રક્રિયા હોય છે

(1) યમ

(2) નિયમ

(3) આસન

(4) પ્રાણાયામ

(5) પ્રત્યાહાર

(6) ધારણા

(7) ધ્યાન

(8) સમાધિ

શેનો બનેલો છે આ શબ્દ

પ્રાણાયામ શબ્દ બે શબ્દો એટલે કે પ્રાણ+આયામથી મળીને બને છે, જેનો અર્થ છે પ્રાણ એટલે કે શ્વસનને લાંબા કરવા- શ્વાસને નિયંત્રિત કરવા કે ઓછા કરવા નહીં. એટલે કે પ્રાણ અથવા આપણે જેને શ્વાસ કહીએ છીએ તેનો આયામ એટલે પ્રાણાયામ. જે મનુષ્યને જીવનશક્તિ પ્રદાન કરે છે.

સદા પ્રાણાયામથી નષ્ટ થાય છે મનુષ્યનાં પાપ

image source

પદ્મપુરાણમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે નિયમિત પ્રાણાયામથી મનુષ્યના આત્માને યમલોકનું કષ્ટ સહન નથી કરવું પડતું, અને તેમનાં બધાં પાપનો નાશ થાય છે. એટલું જ નહીં અનેક ફળદાયી તપ અને ગૌદાન સમકક્ષ ફળ એકમાત્ર પ્રાણાયામથી મળે છે. કહેવાય તો ત્યાં સુધી છે કે પ્રાણનો મહાપ્રાણનો પરમાત્મા સાથે સંબંધ બંધાઈ જાય છે અને વ્યક્તિનું મન નિર્મળ થઈને મુક્તિ પામવાને યોગ્ય બની જાય છે.

યોગમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે પ્રાણાયામનું

image source

પ્રાણાયામને યોગમાં અત્યંત મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આદિ શંકરાચાર્ય શ્વેતાશ્વતર ઉપનિષદ પર તેમના ભાષણમાં જણાવે છે કે, પ્રાણાયામ દ્વારા જે મનનો મેલ ધોવાઈ ચૂક્યો છે, તે જ મન બ્રહ્મમાં સ્થિર થઈ શકે છે. સ્વામી વિવેકાનંદે પ્રાણાયામ અંગે કહ્યું છે કે, પ્રાણાયામ સિદ્ધ કરતાં આપણા માટે અનંત શક્તિના દ્વાર ખૂલી જાય છે. તેઓ કહે છે કે, કોઈ વ્યક્તિની સમજમાં પ્રાણનું મહત્ત્વ સમજાઈ ચૂક્યું અને તેના પર વિજય મેળવી લીધો, તો સંસારમાં એવી કોઈ શક્તિ નથી, જે તેમના અધિકારમાં ન આવે. સ્વામી વિવેકાનંદે ત્યાં સુધી કહ્યું છે કે તેમની આજ્ઞાથી ચંદ્ર અને સૂર્ય પણ તેમના સ્થાનેથી હલવા લાગે છે, કારણ કે નાનામાં નાના પરમાણુથી લઈ સૂર્ય સુધીની શક્તિ પણ તેમનાથી વશીભૂત થઈ ચૂકી હોય છે. ટૂંકમાં કહીએ તો પ્રકૃતિને વશીભૂત કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જ પ્રાણાયામની સાધનાનું લક્ષ્ય છે.

પ્રાણાયામ દરમિયાન આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન

image source

પ્રાણાયામ કરતી વખતે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેમાં વિશ્વાસ, સત્યભાવના અને દૃઢતાની ભાવના પ્રમુખ છે. પ્રાણાયામ કરતા પહેલાં મનુષ્યએ અંદરથી અને બહારથી શુદ્ધ હોવું ખૂબ જરૂરી છે.

બેસવા માટે જમીન પર આસન બિછાવવું જોઈએ.

સૂતા સમયે કરોડના મણકા એક પંક્તિમાં એટલે કે બિલકુલ સીધી સ્થિતિમાં હોવા જોઈએ.

image source

જેમાં સુખાસન, સિદ્ધાસન, પદ્માસન અને વજ્રાસન કોઈપણ સ્થિતિમાં બેસી શકો છો, જેમાં તમે લાંબા સમય સુધી બેસી શકો.
પ્રાણાયામ કરતા સમયે હાથને જ્ઞાન અથવા અન્ય કોઈ મુદ્રામાં રાખવા જોઈએ.

શરીરમાં કોઈપણ પ્રકારનો તનાવ ન હોવો જોઈએ.

તનાવમાં શરીર રાખવાથી પ્રાણાયામનો લાભ નહીં મળી શકે.

પ્રાણાયામ કરતાં શરીરમાં શક્તિનું અતિક્રમણ ન થવું જોઈએ.

દરેક શ્વાસનું આવવું અને જવું બિલકુલ આરામથી થવું જોઈએ.

નોંધ: જેમને રક્તચાપ ( Blood clots )- જેને આપણે હાઈ બીપી ( high blood pressure ) અને લૉ બીપી ( law blood pressure ) કહીએ છીએ, તેની તકલીફ હોય તો તેમણે તેને સામાન્ય થયા બાદ જ પ્રાણાયામ કરવા જોઈએ. દરેક શ્વાસની સાથે મનમાં ‘ઓમ’ નો જપ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ