જો મચ્છરોએ કરી દીધુ છે જીવન મુશ્કેલ તો ઘરેબેઠા તૈયાર કરો આ લીક્વીડ અને મેળવો મચ્છરોથી મુક્તિ…

મિત્રો, મોટાભાગના લોકો મચ્છરોના ઉપદ્રવથી રક્ષણ મેળવવા માટે મોસ્કીટો લીક્વીડ રિફિલનો ઉપયોગ કરે છે. આ રિફિલ પ્રવાહીથી ભરેલુ હોય છે, જે મશીનમા ફીટ કરવામા આવે છે. આ મશીન રિફિલના પ્રવાહીને ગરમ કરે છે અને હવામા ફેલાવા લાગે છે, જેના કારણે મચ્છર ભાગી જાય છે.

image source

તમે આ રિફિલની અંદર ભરેલુ પ્રવાહી ઘરની અંદર પણ બનાવી શકો છો. આ રિફિલ બનાવવા માટે ફક્ત ૩ રૂપિયાનો ખર્ચ થશે. જો તમે પણ આ રીફીલ ઘરેબેઠા બનાવવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને એક સરળ ઉપાય વિશે જણાવીશુ. જેને અજમાવીને તમે પણ મચ્છરોને દૂર ભગાડવા માટેનુ રીફીલ તૈયાર કરી શકો છો.

આ રીફીલ તૈયાર કરવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે :

image source

જો તમારી પાસે કોઈપણ કંપનીનુ રિફિલ મશીન હોય તો તેનુ લીક્વીડ તમે ઘરેબેઠા બનાવી શકો છો. આ માટે તમારે માત્ર કપૂર અને ટર્પેન્ટાઇન ઓઇલની આવશ્યકતા પડશે. તમે કપૂરને કરિયાણાની દુકાનમાંથી અને ટર્પેન્ટાઇન ઓઇલને હાર્ડવેરની દુકાનમાથી ખરીદી શકો છો. આ બંને વસ્તુઓ વધારે પડતી મોંઘી નથી. તમે એક લીટર ટર્પેન્ટાઇન અને એક પેકેટ કપૂરમાથી મચ્છરને દૂર ભગાડવા માટેનુ લિક્વિડ તૈયાર કરી શકો છો.

ઘરેબેઠા આ રીફીલ તૈયાર કરવાથી કઈ રીતે થશે બચત?

image source

કપૂરના એક પેકેટનુ મુલ્ય અંદાજે ૨૦ રૂપિયા છે અને એક લિટર ટર્પેન્ટાઇન ઓઇલનુ મુલ્ય ૪૫ રૂપિયાની આસપાસ છે. આ લીક્વીડ બનવા પાછળનો ખર્ચ ૬૫ રૂપિયા થાય છે એટલે કે રિફિલનુ આ પ્રવાહી લગભગ ૬૫ રૂપિયામા ૨ વર્ષ માટે તૈયાર કરી શકાય છે. જાણો કપૂર અને ટર્પેન્ટાઇન ઓઇલ મિક્સ કરી મચ્છર દૂર ભગાડવા માટે ઘરેબેઠા કેવી રીતે તૈયાર કરવુ.

આવી રીતે કરો આ ઉપાય તૈયાર :

સૌથી પહેલા આ કપૂરની ટિક્કીને ખૂબ જ સારી રીતે પીસી લો. આ કપૂરને એવી રીતે પીસો કે તે પાવડર બની જાય. કોઈપણ મોટો ટુકડો ના હોવો જોઈએ. હવે જૂના રિફિલમાથી સળિયો કાઢી લો અને તેમા ક્રશ કરેલા આ કપૂરને ઉમેરો. ત્યારબાદ તેમાં ટર્પેન્ટાઇન ઓઇલ ઉમેરો અને સળિયો નાખો. રિફિલ બંધ કર્યા પછી કપૂર તેલમાં સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી હલાવો. આ બંને મિક્સ થતા જ તમારુ મચ્છરને દૂર ભાગ્ડવા માટેનુ લીક્વીડ તૈયાર થઈ જશે.

વિશેષ નોંધ : આ કપૂરના એક પેકેટમાં ૨૪ થી વધુ ટિક્કી છે. એક લીટર ટર્પેન્ટાઇનથી ૨૪ કરતા પણ વધુ રીફીલ ખુબ જ સરળતાથી ભરી શકાય છે એટલે કે ૬૫ રૂપિયા ખર્ચીને તમે ૨ વર્ષ સુધી મચ્છરને દૂર ભગાડવા માટેનુ રિપેલન્ટ બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ