શું તમે પણ મોબાઈલની નાની-મોટી તકલીફોથી પરેશાન છો? તો આ સરળ ટિપ્સ ફોલો કરીને મેળવો આમાંથી છૂટકારો

મિત્રો, આજનો યુવાવર્ગ માટે મોબાઈલ એ એટલો આવશ્યક બની ચુક્યો છે કે, તે તેના વગર એક સેકંડ પણ રહી શકતા નથી. હવે જો મોબાઈલમા કોઈપણ પ્રકારની તકલીફ આવે તો મોબાઈલ વપરાશકર્તા તુરંત જ ટેન્શનમા આવી જાય છે અને તુરંત જ મનમા અનેકવિધ પ્રકારના વિચારો આવવા લાગે છે કે, હવે આ ફોનને તાત્કાલિક કેમ ઠીક કરવો?

image source

મોબાઈલમા કઈપણ તકલીફ થાય એટલે આપણે મોબાઈલની દુકાનોના ચક્કર લગાવવા પડે છે અને ત્યા એક-બે દિવસ માટે ફોન રાખવો પડે છે પરંતુ, આજે આ લેખમા અમે તમને અમુક એવા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશુ કે, જેને અજમાવીને તમે તમારા ઘરેબેઠા જ તમારા ફોનને સરળતાથી ઠીક કરી શકો છો, તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

image source

જો તમારો ફોન કોઈપણ કારણોસર ચાલુ ના થતો હોય તો આ સમયે તમારે સૌથી પહેલા ફોનની બેટરી તપાસવી જોઈએ. આ માટે તમારે એક મીટરનો ઉપયોગ કરવાનો રહેશે. જો બેટરીનો વોલ્ટેજ ૩.૭૦ થી ૪.૨૦ ની વચ્ચે આવી રહ્યો હોય તો તમારા ફોનની બેટરીમા કોઈપણ પ્રકારની તકલીફ નથી. આ મીટરથી જ્યારે બેટરીની તપાસ કરશો ત્યારે જો બેટરી સામાન્ય હશે તો એક બીપ સાઉન્ડ મીટરમાંથી આવશે, જે દર્શાવે છે કે તમારા ફોનની બેટરીમા કોઈપણ વાંધો નથી.

image source

આ પછી તમારે ફોનના ઓન અને ઓફ બટનની તપાસ કરવી જોઈએ. આ માટે તમારે તમારા મીટરને ૨૦ બોલ્ટ્સ પર સેટ કરવામા આવશે. આ પછી એક વાયર પાવર બટન પર મૂકવામા આવે છે અને બીજા વાયરને જમીન પર મુકવામા આવે છે. જો તેમા ૧ થી ૩ ની વચ્ચે વોલ્ટેજ આવી રહ્યો હોય તો સપ્લાઈ યોગ્ય છે અને બીપ સાઉન્ડ આવે એટલે સમજી જવુ કે ફોનના આ પાવર બટનમા કોઈ જ તકલીફ નથી.

image source

આ બધી જ વસ્તુઓ જો બરબાર હોય તો ત્યારબાદ તમારા ફોનને ચાર્જ કરીને જુઓ. આ માટે તમારા ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરો. જો તમારા ફોનના ચાર્જરથી ફોન યોગ્ય રીતે ચાર્જ થઇ રહ્યો નથી તો તમે તમારા ફોનને ચાર્જ કરવા માટે બીજા કોઈ ચાર્જરનો ઉપયોગ કરો. આ પરથી ખ્યાલ આવી જશે કે તમારા ફોનના ચાર્જીગ સોકેટમા કોઈ તકલીફ છે કે ચાર્જરમા.

image source

વિશેષ નોંધ : આ લેખમા આપવામા આવેલી માહિતી ધારણાઓ પર આધારિત છે. અમે આની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. આ ટીપ્સનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક અવશ્ય કરો. જો તમને આ લેખને લગતી માહિતીને લઈને કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમા જણાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ