બાળકોને આ તેલની માલિશ કરવાથી સ્કિન રહેશે સુંવાળી, અને સાથે થશે આ અનેક ફાયદાઓ

શિયાળામાં બાળકોને નાળિયેર તેલથી માલિશ કરો, જાણો તેના અવનવા ફાયદાઓ.

image source

શિયાળામાં બાળકોને બેબી મસાજ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કે મસાજ યોગ્ય રીતે થાય છે. તેમજ તેમાં વપરાતા તેલ વિશે પણ ખાસ કાળજી લેવી જોઈએ.

શિયાળાની ઋતુમાં બાળકના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે, કારણ કે તે એટલા નાજુક હોય છે કે તેમના બીમાર પડવાની શક્યતાઓ વધુ હોય છે. ખાસ કરીને ઠંડીમાં માતાઓ બાળકોને નવડાવતાં પહેલા તેલની માલિશ કરે છે, જેથી બાળકનું શરીર ગરમ રહે.

image source

નાના બાળકોના સ્નાયુઓની મજબૂતી અને આરોગ્ય માટે પણ મસાજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, તમારા બાળકને માલિશ કરતી વખતે, તે ધ્યાનમાં રાખવું પણ મહત્વપૂર્ણ છે કે મસાજ યોગ્ય રીતે થાય છે. તેમજ તેમાં વપરાતા તેલ વિશે પણ ખાસ કાળજી લેવી જોઈએ.

ખાસ કરીને બાળકોની ત્વચા ખૂબ નરમ હોય છે, તેથી નાળિયેર તેલને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં બાળકને સૂર્યપ્રકાશમાં રાખીને જ નાળિયેર તેલથી માલિશ કરવી જોઈએ. જો તમને નાળિયેર તેલના ફાયદા ખબર નથી, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે આ તેલ કેમ મહત્વનું છે.

image source

નારિયેળ તેલ બાળકની ત્વચા પર સનસ્ક્રીનનું કામ કરે છે. જો બાળકોને દરરોજ નારિયેળ તેલ થીજ માલિશ કરવામાં આવે, તો તેઓ સૂર્યના યુવી કિરણોથી સુરક્ષિત રહેશે.

નાળિયેર તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે અનેક પ્રકારના ચેપથી બચાવે છે. ત્વચા પણ આ તેલને સરળતાથી શોષી લે છે.

image source

નાળિયેર તેલમાં આયર્ન પણ હોય છે, તેથી તેના મસાજથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. આ સિવાય તેમાં વિટામિન-સી, ઇ અને કે પણ હોય છે જે બાળકના સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાની તંદુરસ્તી માટે ઘણું ફાયદાકારક હોય છે.

image source

ડાયપરના ઉપયોગથી ઘણીવાર બાળકોની ત્વચા પર રેસિઝ કે ફોલ્લીઓ થઈ જાય છે. તેનાથી બચવા માટે ત્વચા પર નાળિયેર તેલ લગાવવા ઉપરાંત ડાયપર પર પણ હળવા હાથે નારિયેળ તેલ લગાવો. આથી ત્વચા સુકાશે નહીં અને તંદુરસ્ત રહેશે.

image source

આ સિવાય બાળકના મોં પર ક્યારેક નાના નાના દાણા નીકળી આવે છે. ઘણી વખત એમાં દુખાવો અને ખંજવાળ પણ આવે છે. આ ફોલ્લીઓ સમય જતાં ચેપનું સ્વરૂપ લઈ શકે છે અને આખા શરીરમાં ફેલાય છે.

image source

આ માટે તમે નાળિયેર તેલની માલિશ કરીને તેને સુધારી શકો છો. હકીકતમાં, નાળિયેર તેલમાં લૉરિક એસિડ હોય છે જે આ દાણાઓને જન્મ આપતા સૂક્ષ્મજંતુઓનો નાશ કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ