એફિલ ટાવર કરતા અનેક ઘણી છે આ બ્રિજની ઉંચાઇ, જાણો અને પ્લાન બનાવો તે જોવાનો

આપણા અમદાવાદની વાત કરીએ કે તો જયારે પણ ચોમાસુ આવે વરસાદ વરસે અને વરસાદ બાદ રોડ રસ્તાના જે હાલ-બેહાલ થાય છે તેનાથી તમે વાકેફ હશો (જો અમદાવાદમાં રહેતા હોય તો).

image source

અને આવી સ્થિતિ ફક્ત અમદાવાદની જ નહિ પણ ભારતના લગભગ શહેરો અને નાના ગામોની છે.

તેમાંય નેશનલ હાઈવેને બાદ કરતા શહેરની અંદર આવેલા રસ્તાની હાલત તો ચંદ્ર પરની સપાટી જેવી ઉબડ-ખાબડ થઇ જતી હોય છે અને આવા રસ્તાઓ પરથી વાહન ચલાવવું એટલે જીવ સટોસટનો ખેલ.

આવા જોખમી રસ્તા ફક્ત ભારતમાં જ નથી. વિદેશમાં પણ એવા ઘણા રસ્તાઓ અને બ્રિજો છે જેના પર વાહન ચલાવો ત્યારે કાળજું હાથમાં આવી જાય.

image source

અલબત્ત ત્યાં રસ્તાની હાલત તો આપણા કરતા સારી હોય છે પરંતુ ઊંચાઈ અને રસ્તાની બનાવટને કારણે તેના પર ચાલતા વાહનચાલકો માટે રોમાન્સ સાથેના જોખમનો અનુભવ થાય છે.

આ માહિતીપ્રદ આર્ટિકલમાં અમે આપને વિદેશમાં આવેલા આવા જ એક ખતરનાક રસ્તા વિષે જણાવવાના છીએ જેની ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ વધુ છે.

તો ક્યાં છે એ ગગનચુંબી બ્રિજ અને શું છે તેની ખાસિયત ચાલો જાણીએ.

image source

ફ્રાન્સ દેશમાં આવેલા મિલો વિડ્ક્ટ બ્રિજની ગણના વિશ્વના સૌથી ઊંચા બ્રિજ પૈકી એક તરીકે થાય છે.

તેની ઊંચાઈનો અંદાજ તમે એના પરથી જ લગાવી શકશો કે તે પ્રસિદ્ધ એફિલ ટાવર કરતા પણ 132 ફૂટ એટલે કે 40 મિત્ર જેટલી વધું ઊંચાઈ ધરાવે છે.

ફ્રાન્સની ટાર્ન પર્વતમાળા પર નિર્મિત આ મિલો વિડ્ક્ટ બ્રિજની કુલ ઊંચાઈ 343 મીટરની છે.

image source

ઊંચાઈ વધુ હોવાની સાથે સાથે તેની બનાવટમાં જે આધુનિક એન્જીનીયરીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ કાબિલે તારીફ છે.

આ બ્રિજ બનાવવાનું કાર્ય વર્ષ 2001 માં શરુ થયું હતું અને ફક્ત 3 જ વર્ષ બાદ એટલે કે ડિસેમ્બર 2004 માં તે બનીને તૈયાર ગયો હતો અને સામાન્ય લોકો માટે ખોલી પણ દેવામાં આવ્યો હતો.

image source

જે તે સમયે સ્થાનિક ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા બનાવાયેલા આ બ્રિજને બનાવવાનો ખર્ચ પણ અધધ કહી શકાય તેવા તોતિંગ બજેટનો 24 અરબ 94 કરોડ રૂપિયાનો થયો હતો.

image source

અહીં આ બ્રિજ પર વાહન ચલાવનારા લોકો માટે મુસાફરી એક પ્રકારનો રોમાંચ બની જાય છે.

કારણ કે ઉપરથી ચાલનારા વાહનચાલકો માટે ટાર્ન પર્વતમાળાનો એરિયલ વ્યુ જોવા મળે છે અને ઊંચાઈ પર વાહન ચલાવવાનો આનંદ પણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ