સામાન્ય પરિવારમાંથી આવતા આ એક્ટરે માતાને ગિફ્ટ કરી મોંઘીદાટ કાર, કિંમત છે અધધધ…રૂપિયા

સામાન્ય કુટુંબના આ ટીવી અભિનેતાએ ખરીદી મોંઘીદાટ લક્ઝરી કાર ! કીંમત જાણી છક્ થઈ જશો

એકતા કપૂરની અત્યંત સફળ થયેલી ડેઈલી સોપ કસોટી જિંદગી કે ના સેકન્ડ વર્ઝનને પણ પહેલાં જેટલી જ સફળતા મળી રહી છે અને હવે લોકો જુના પાત્રોને નવા ચહેરાથી સ્વિકારવા લાગ્યા છે અને તેમનો એક મોટો ફેન વર્ગ પણ ઉભો થઈ ગયો છે. આ ફિલ્મના પાત્રો પ્રેરણા, અનુરાગ બાસુ, કૌમોલિકા, મિ. બજાજ દરેકને નવા ચહેરા સાથે ફરી રજૂ કરવામાં આવ્યા છે અને તેઓ આજે ટીવી ઇન્ડસ્ટ્રીઝ પર છવાઈ ગયા છે.

image source

અનુરાગ બાસુનું પાત્ર ભજવતો અભિનેતા પાર્થ સમથાન થોડા સમય પહેલાં તેના પિતાના મૃત્યુના કારણે સોશિયલ મિડિયા પર ચર્ચામાં આવ્યો હતો પણ આ વખતે કોઈ દુઃખદ સમાચારને કારણે નહીં પણ સુખદ સમાચારના કારણે ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈ કે તે એક સામાન્ય કુટુંબમાંથી આવે છે અને તેણે પોતાની કમાણીમાંથી પોતાના માતા-પિતાને ઘર ખરીદી આપ્યું હતું જ્યારે હાલમાં તેણે એક મોંઘેરી લક્ઝરિયસ કાર ખરીદી છે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

તેણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર કેટલાક વિડિયો શેર કર્યા હતા જેમાં તેને તેની નવી મર્સિડિઝ બેન્ઝ સાથે જોઈ શકાય છે. વિડિયોમાં તે પોતાની માતા સાથે જોઈ શકાય છે. તેણે માતા સમક્ષ મર્સિડિઝ બેન્ઝની સર્પ્રાઇઝ આપતો હોય તે રીતે લક્ઝરી કારનું અનાવરણ કર્યું હતું. અને આ પ્રસંગે તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વિડિયો તેમજ કેટલીક તસ્વીરો શેર કરી હતી.

image source

દીકરા કરતાં માતાના ચહેરા પર વધારે ખુશી અને ગર્વ જોવા મળી રહ્યા હતા. અને કેમ ન હોય વળી કઈ માતા એવી હશે જેને પોતાના દીકરાની પ્રગતિ પર ગર્વ ન થતો હોય.

પાર્થ સમથાને મર્સિડિઝ બેન્ઝ એસક્લાસ ખરીદી છે જેની કીંમત 1.58 કરોડ રૂપિયાથી 1.63 કરોડ રૂપિયા સુધીની હોય છે તેણે ઇન્સ્ટાગ્રામ પર વિડિયોઝ તેમજ ફોટો શેર કરતાં તેની માતાને સંબોધતા કેપ્શન લખ્યું છે, ‘એ ક્ષણ જ્યારે તેણી તમારી સામે ગર્વથી જોઈ રહી છે, નવા મશીન એવી મર્સિડીઝનું સ્વાગત કરી રહ્યા છે !’

image source

પાર્થના સોશિયલ મિડિયા પર તસ્વીરો શેર કરતાં જ તેના ફ્રેન્ડ્સે તેને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં અરીહા અગ્રવાલ, કિશ્વર મર્ચન્ટ, હિના ખાન, શુભાવી ચોક્સી વિગેરેનો સમાવેશ થાય છે.

પાર્થે થોડા સમય પહેલાં એક વાર્તાલાપમાં પોતાની માતા વિષે જણાવ્યું હતું કે તેનું તેની માતા સાથે એક અલગ જ બોન્ડિંગ છે અને તે પોતાની જાતને માવડિયો કહેવાવામાં જરા પણ ક્ષોભ નથી અનુભવતો. તે જણાવે છે કે તેની માતા જ તેના માટે સર્વસ્વ છે અને તે પોતાની માતાને સુપરવુમન પણ માને છે. તેણે જણાવ્યું હતું કે તેના જીવનમાં તેની માતા જ તેની સર્વેસર્વા રહેશે અને તેનું સ્થાન હંમેશા ઉંચું હશે. અને તે હંમેશા તેવું જ કામ કરવા માગે છે જેનાથી તેની માતાને ગર્વ થાય અને તેની માતા હસતી રહે.

image source

તેણે આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું હતું અને તેને તરત જ પોતાના માતાપિતાને ગિફ્ટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે પાર્થ પૂનાનો એક સામાન્ય કુટુંબનો દીકરો છે. તેણે આ પ્રસંગે પણ સોશિયલ મિડિયા પર ફોટો શેર કરતાં લખ્યું હતું, ‘મારા માતાપિતાને ભેટ – મુંબઈમાં મારું પહેલું ઘર, આ લાગણી કોઈ પણ સુખથી પરે છે ! જ્યારે તમે તમારી કેરિયર પાછળ પડ્યા હોવ ત્યારે તમારે તમારા ઘરને છોડીને બીજા શહેરમાં જવું પડે છે અને તમને પળે પળે પોતાના ઘરની યાદ સતાવતી હોય છે… અને માટે જ ભગવાનની અસિમ કૃપાથી છેવટે હું ખુશ છું કે હું મારા જીવનનું એક લક્ષ પુરુ કરવા સક્ષમ બન્યો છું. ગણપતી બાપ્પા મોરિયા’

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષના એપ્રિલ માસમાં પાર્થના પિતાનું અવસાન થયું હતું. તેમની તબિયત બગડતાં પૂનાની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા પણ તબિયતમાં સુધારો ન આવતા તેમણે હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. તે વખતે પાર્થ મુંબઈમાં શુટિંગમાં વ્યસ્ત હતો પણ એકતા કપૂરે શુટિંગ બંધ કરાવીને તેને તાબડતોડ પૂના મોકલ્યો હતો અને તેની સાથે તેના અંગત મિત્રો પણ ગયા હતા.

image source

જો કે પિતાનું મૃત્યુ થયા બાદ તેણે માત્ર બે જ દિવસમાં પોતાનું કામ શરૂ કરી દીધું હતું. આપણા માટે ભલે આ એક એન્ટરટેઇનમેન્ટનો વિષય હોય પણ તેના માટે તો તે કામ જ હતું અને જીવનમાં કંઈ પણ બની જાય જીવન નિર્વાહ માટે કામ તો કરવું જ પડે છે. ચાલો આપણે પણ પાર્થને ખુબ બધી શુભેચ્છાઓ પાઠવીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ