તમારા કમ્પ્યુટર અને લેપટોપને આ સોફ્ટવેર નહિં કરે સપોર્ટ, જાણો કેમ

Microsoft Windows 7 થયું બંધ! કોમ્પ્યુટર અને લેપટોપને નહિ કરે સપોર્ટ!

image source

આજના સમયમાં લોકો ઓફિસ થી લઈને ઘરમાં પણ વિન્ડોઝ ૭ નો ઉપયોગ કરે છે. કારણ કે આ ઓપરેટિંગ સિસ્ટમ નો ઇન્ટરફેસ ખૂબ જ સરળ છે. એટલું જ નહીં પરંતુ માઇક્રોસોફ્ટએ પોતાના યુઝર્સના અનુભવને વધારે આનંદદાયક બનાવવા માટે આ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા બધા ફીચર્સ પણ આપ્યા છે.

પરંતુ, કંપનીએ 14 જાન્યુઆરી 2020 થી વિન્ડોઝ ૭ સપોર્ટ બંધ કરી દીધું છે. સાથે જ યુઝર્સને આ ઓપરેટિંગ સિસ્ટમ માટે કોઈ પણ પ્રકારનો અપડેટ નહીં મળે.

image source

અહીંયા અમે તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટએ આ સોફ્ટવેર ને ૨૦૦૯ માં લોન્ચ કર્યું હતું. જોકે કંપની વિન્ડોઝ સેવન બંધ થવાની જાણકારી યુઝર્સને નોટિફિકેશન દ્વારા આપી રહી છે.

તો આવો જાણીએ વિન્ડોઝ સેવન સાથે જોડાયેલા કેટલાક જરૂરી પ્રશ્નો અને તેના જવાબો.

શું ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ બાદ વિન્ડોઝ ૭ કામ નહિ કરે?

image source

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ૭ ને સપોર્ટ જરૂર બંધ કરી દેશે. પરંતુ એના પછી પણ યૂઝર્સ આ સિસ્ટમને સરળતાથી વાપરી શકશે. યુઝર્સને 14 જાન્યુઆરી પછી કોઈ પણ પ્રકારનો સિક્યોરિટી અપડેટ નહીં મળે. તો તેવામાં કમ્પ્યુટર કે લેપટોપ પર હેકિંગનો ખતરો વધી જશે. આ સિવાય યુઝર્સનો પર્સનલ ડેટા પણ લીક થઇ શકે છે.

image source

૮૦ કરોડથી પણ વધારે કોમ્પ્યુટરને કરવા પડશે અપડેટ!

મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં સમગ્ર દુનિયામાં ૮૦ કરોડથી પણ વધારે યુઝર્સ વિન્ડોઝ ૭ નો ઉપયોગ કરી રહ્યા છે. તો તેવાં માં બધા જ યુઝર્સને તેમના કોમ્પ્યુટર અને લેપટોપને અપગ્રેડ કરવા પડશે.

image source

જો તેવામાં તમે વિન્ડોઝ ૭ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે હવેથી વિન્ડોઝ ૧૦ ને અપનાવવું પડશે. તો આવો જાણીએ વિન્ડોઝ ૧૦ વિષે અને તેના અમલ માટે શું પ્રોસેસ કરવી પડશે.

વિન્ડોઝ ૧૦ ના માટે કોમ્પ્યુટરની જરૂરી સ્પેશીફીકેશન :-

વિન્ડોઝ ૧૦ માં અપગ્રેડ કરવા માટે તમારા લેપટોપ કે કોમ્પ્યુટરની પ્રોસેસર સ્પીડ ઓછામાં ઓછી ૧ ગીગા હર્ટઝ હોવી જરૂરી છે.

image source

વિન્ડોઝ ૧૦ માટે ઓછા માં ઓછી તમારા પીસી અથવા લેપટોપમાં ૨ જીબી રેમ અને ૩૨ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હોવી જોઈએ.

નોટ :- કોમ્પ્યુટર અથવા લેપટોપને અપડેટ કરવા પહેલા તમારી બધી જ જરૂરી ફાઇલ્સનું બેકઅપ લઇ લેવું હિતાવહ છે.

વિન્ડોઝ ૮.૧ અથવા વિન્ડોઝ ૧૦ માં થી કયું વધારે સારું છે?

image source

જોવા જઈએ તો વિન્ડોઝ ૧૦ પસંદ કરવું જ ફાયદાકારક રહેશે. જો કે તમે વિન્ડોઝ 8.1 પણ લઈ શકો છો. પરંતુ 10 જાન્યુઆરી 2023 બાદ માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 8.1 ને પણ બંધ કરી દેશે. તેથી તમારે ફરીથી અપડેટ કરવું પડશે.

વિન્ડોઝ ૧૦માં ઘણા બધા વર્ઝન છે, પરંતુ તમે સામાન્ય ઉપયોગ માટે કમ્પ્યુટર અથવા લેપટોપ નો ઉપયોગ કરતા હોવ તો તમારું કામ વિન્ડોઝથી પણ ચાલી જશે. સાથે – સાથે જો તમને વધારે જરૂર હોય તો તમે windows 10 pro પણ લઈ શકો છો. તેમાં તમને ઘણા બધા અલગ અને નવા ફિચર્સ પણ મળશે.

image source

શું મફતમાં થઇ શકશે વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૧૦ અપડેટ?

અમે તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે માઈક્રોસોફટે વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી, તો તે સમયે કંપનીએ કહ્યું હતું કે વિન્ડોઝ ૭ના યુઝર્સ વિન્ડોઝ ૧૦માં અપડેટ કરી શકશે. પરંતુ આ સુવિધા ફક્ત ૨૯ જુલાઈ ૨૦૧૬ સુધી જ ઉપલબ્ધ હતી.

image source

સાથે – સાથે તેને એક પ્રમોશનલ ઓફર તરીકે પેશ કરવામાં આવી હતી. જોકે હવે તમારે windows 7 ને અપગ્રેડ કરવા માટે પૈસા આપવા પડશે. windows 10 home ની કિંમત ૯,૨૯૯ રૂપિયા છે. આ લાયસન્સની વેલિડિટી એક કોમ્પ્યુટર માટે જ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ