માઈકલ જેક્સનની 45 ડીગ્રી સુધી નમવા વાળા સ્ટેપના ફેન માટે સુપર મુવ ટ્રિક…

માઈકલ જેક્સન એક એવું નામ છે, જેના દુનિયાભરમાં દિવાના છે. જો તમને ડાન્સ ગમે છે, તો તમે માઈકલ જેક્સનને પણ સારી રીતે જાણતા હશો. અને તેની ડાન્સિંગ સ્ટાઈલથી પણ સારી રીતે વાકેફ હશો. મૂન વોક ઉપરાંત માઈકલ જેક્સનને બીજા પણ અનેક ડાન્સ મૂવ્સ માટે ઓળખવામાં આવે છે. માઈકલ જેક્સનના ડાન્સ મૂવ્ય આજે પણ તેમના કરોડો ફેન્સના દિલમાં વસેલા છે.

image source

તેમના મર્યાના વર્ષો બાદ પણ આજે માઈકલ જેક્સનની સ્ટાઈલ લોકો કોપી કરે છે. વર્ષ 1987માં આવેલ મ્યૂઝિક વીડિયો સ્મૂથ ક્રિમિનલમાં માઈકલ જેક્સનનો એન્ટી ગ્રેવિટી મૂવ ડાન્સ છે, જેમાં તે 45 ડિગ્રી એન્ગલ સુધી આગળ ઝૂકી જાય છે અને તેમ છતાં તેમના હાડકા સીધા જ રહે છે.

શું છે તેનું કારણ

image source

હાલમા જ ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ત્રણ ન્યૂરોસર્જન નિશાંત યાજ્ઞિક, મંજુલ ત્રિપાઠી અને સંદીપ મહેન્દ્રાએ બોડી સ્ટ્રક્ટર બેઝ પર માઈકલ જેક્સનના એન્ટીગ્રેવિટી ડાન્સ મૂવ્સની પાછળની થિયરીનો ખુલાસો કર્યો છે. આ ત્રણેયની થિયરી મુજબ, માઈકલ જેક્સનના ડાન્સ મૂવ આકરી મહેનત અને ટ્રિક બંનેનું મળતું પરિણામ છે.

image source

તેમનું કહેવું છે કે, માઈકલ એક ખાસ પ્રકારના શૂઝ પહેરતા હતા, જેની હીલમા એક સ્લોટ લાગેલો રહેતો. પરફોર્મન્સના સયમે સ્ટેજથી એકદમ એન્ડ સમયે તે બ્લોક બહાર આવતો હતો, જેમાં માઈકલના જૂતાની હીલનો સ્ટોલ અટકી જતો હતો, અને તેમને 45 ડિગ્રી સુધી ઝૂકવાની મદદ મળતી હતી. જોકે, ડોક્ટર્સનું એમ પણ કહેવું છે કે, માત્ર બ્લોકની મદદથી કોઈ પણ વ્યક્તિ 45 ડિગ્રી સુધી ઝૂકી નથી શક્તી.

આકરી મહેનતનું પરિણામ

image source

ડોક્ટર્સનું કહેવું છે કે, આગળ તરફ ઝૂકવાથી ધીરે ધીરે બધુ જોર ઘૂંટણના મસલ્સ પર પડે છે. આવું કરવું બિલકુલ પણ સરળ નથી, તે પણ ત્યારે જ્યારે તમારે બિલકુલ સરળ રહેવાનું છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિની પીઠ આવું કરતા સમયે ઝૂકી જાય છે અને અનેકવાર સ્પાઈનલ ઈન્જરીનો શિકાર પણ થઈ શકાય છે.

image source

જોકે, માઈકલના કેસમાં આવું બિલકુલ પણ ન હતું. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, માઈકલે પોતાના ઘૂંટણના મસલ્સ બહુ જ મજબૂત બનાવી રાખ્યા હતા. આ કારણે તેઓ 45 ડિગ્રી સુધી ઝૂકી શક્તા હતા.

આ રીતે માલૂમ પડી માઈકલની ટ્રીક

image source

ડોક્ટર્સનુંક કહેવું છે કે, તેમની પાસે અનેક એવા કેસ આવતા હતા, જેમાં ટ્રેઈન્ડ ડાન્સ પણ આગળની તરફ ઝૂકવા પર ઘાયલ થઈ જતા હતા અને આવા લોકોની સારવાર દરમિયાન જ તેમના મનમાં વિચાર આવ્યો કે, આખરે માઈકલ જેક્સન 45 ડિગ્રી સુધી કેવી રીતે ઝૂકી જતા હતા. તેના દોઢ વર્ષ બાદ જ ત્રણેય ડોક્ટર્સે પોતાની સ્ટડી પૂરી કરી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ