પ્રેગનન્સી દરમિયાન થાય છે ઊલટીઓ, તો ફોલો કરો આ ટિપ્સ તરત જ મળી જશે રાહત…

પ્રેગનન્સી દરમિયાન મહિલાઓમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રેગનન્સીમાં વોમિટિંગ થવી, મોર્નિંગ સિકનેસ, ક્રેવિંગ, વારંવાર બાથરૂમ જવુ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ આ સમયે થવા લાગે છે. આ સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે પ્રેગનન્ટ વુમન્સને દવાનો સહારો લેવો પડે છે. તમને જણાવી દઇએ કે, જો તમે આવી નાની-નાની તકલીફોમાં દવાનો સહારો લો છો તો તેનાથી તમારા ગર્ભમાં રહેલા બાળક પર અસર પડે છે. આ માટે બને ત્યાં સુધી આવી સમસ્યાઓમાં દવાનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળો. જો તમે પ્રેગનન્ટ છો અને તમને પણ વારંવાર વોમિટિંગ થાય છે તો આ ટિપ્સ ફોલો કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકશો. તો એકવાર નજર કરી લો તમે પણ આ ટિપ્સ પર…

image source

– ગર્ભાવસ્થા દરમિયાન વોમિટિંગ થવી એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે કાળા ચણાનું પાણી પીવો. આ પ્રયોગ કરવા માટે રાત્રે ચણાને પાણીમાં પલાળી દો અને સવારમાં ઉઠીને તે પાણી પી જાવો. ચણાનુ પાણી પીવાથી ઊલટીઓ બંધ થઇ જાય છે.

image source

– જ્યારે તમને ઊલટી થાય ત્યારે આમળાનો મુરબ્બો ખાઓ. જો તમે દસ દિવસ સુધી સતત આમળાનો મુરબ્બો ખાશો તો આ સમસ્યામાંથી રાહત મળશે.

image source

– પ્રેગનન્સીના સમયમાં ઊલટી જેવી સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે થોડી કોથમીર લો અને તેને પીસી લો. થોડા-થોડા સમય એક-એક ચમચી આ રસ પીવો. જો તમે ઇચ્છો તો આ રસમાં થોડુ મીઠુ એડ કરી શકો છો. કોથમીરનો આ જ્યૂસ પીવાથી થોડા જ સમયમાં ઊલટીઓ બંધ થઇ જાય છે.

image source

– જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે આપણા ઘૂંટણ વળેલા હોય છે, વાંરવાર બ્રેક લાગવાથી પેટ પર દબાણ ઉભુ થાય છે. જેના કારણે પેટમાં એસિડ બને છે. લાંબા સમય સુધી આ પ્રકારે મુસાફરી કરવામાં આવે તો ખાટા ઓડકાર, પેટમાં દુખાવો અને ગભરામણ થતી હોય તેવું લાગે છે.

– જીરું, સિંધાણુ મીઠુ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી ઊલટીમાં રાહત થાય છે. જો તમે રોજ આનુ સેવન કરો છો તો પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો.

image source

– પ્રેગનન્સીના સમયમાં વોમિટિંગને રોકવા માટે તુલસીના રસમાં મધ મિક્સ કરીને પીવો. જો તમે આ રસ અઠવાડિયામાં ત્રણ વાર પીશો તો આ સમસ્યામાંથી રાહત મેળવી શકશો

– એપલ સાઇડર વિનેગર મોર્નિગ સિકનેસ માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ પ્રયોગ કરવા માટે એપલ સાઇડર વિનેગરને મધની સાથે મિક્સ કરીને રોજ સવારમાં લેવાથી મોર્નિંગ સિકનેસ તેમજ ઊલટી જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

image source

– કાર અથવા બસમાં કાંચ બધ રહેવાથી સંપૂર્ણ માત્રામાં ઓક્સિજન મળતું નથી. જેના કારણે અનેક પ્રેગનન્ટ વુમન્સને વોમિટિંગ થવા લાગે છે. આ ઉપરાંત અનેક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જ્યારે તેઓ ખુલી જગ્યામાં હોય છે ત્યારે તેમને આવી સમસ્યા નડતી નથી, પરંતુ જ્યારે તેઓ બંધ જગ્યામાં હોય છે ત્યારે તેમને મુશ્કેલી અનુભવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ