શું તમારા વાળ અતિશય બરછટ થઇ ગયા છે? તો આ રીતે કરો મેયોનિઝનો ઉપયોગ

મેયોનિઝ નરમ હોય છે અને એ સ્કિનની સાથે સાથે વાળ માટે પણ બહુ ફાયદાકારક માનવમાં આવે છે.

સ્પીલ્ટ એન્ડને લગતી સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે મેયોનિઝનું માસ્ક એક બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ આજથી આ રીતે આનો આ રીતે કરો ઉપયોગ.

– દ્રીમુખી વાળથી છૂટકારો મેળવવા માટે લગાવો મેયોનીઝ

વાળની સૌથી મોટી સમસ્યા એ જ છે કે એ હંમેશા એક સરખા વાળ નથી રહેતા. કોઈ વખત વાળ એટલા સરસ લાગે કે આખો દિવસ અરીસામાં વાળને જોવાનું મન થયા કરે.

image source

પણ કોઈ વખત તમે વાળનું તેટલું ધ્યાન રાખો અથવા ગમે તે પ્રત્યન કરો પણ વાળ ગૂંચવાયેલા અને ખરાબ જ દેખાય છે પછી માત્ર વાળ બાંધી જ રાખવા પડે છે એ સિવાય કોઈ વિકલ્પ નથી હોતો.

લગભગ આવું થવાનું મુખ્ય કારણ છે વાળ દ્રીમુખી થઈ જવ એટલે કે સ્પીલ્ટ એંડ ની સમસ્યા થવી. જો દ્રીમુખી વાળની સમસ્યા ને ગણકારીએ નહીં તો લાંબા સમયે વાળ કપાવી દેવા પડે છે.

image source

આવા સમયે આજે અમે તમને બતાવીશું ઘરેલુ નુસખા જેનો ઉપયોગ કરવાથી તમને દ્રીમુખી વાળ થી છૂટકારો મળશે.

-વાળ માટે ફાયદાકારક છે મેયોનિઝ

image source

મેયોનિઝ નરમ હોય છે અને એ સ્કિનની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્પીલ્ટ એન્ડની સમસ્યા દૂર કરવા માટે મેયોનિઝ માંથી બનાવેલું માસ્ક બેસ્ટ સાબિત થશે.

આ વાળને પોષણ આપશે અને સાથે જ વાળને મજબુત કરે છે. ફ્રીજી અને હેર ડ્રાયથી છૂટકારો મેળવવા વાપરવામાં આવતા માસ્ક પૈકી બેસ્ટ છે આ મેયોનિઝ માસ્ક.

-મેયોનિઝ અને એલોવેરા જેલનું માસ્ક

image source

સ્પીલ્ટ એન્ડથી છૂટકારો મેળવવા માટે મેયોનિઝનું હેર માસ્ક બનાવવું છે તો એમાં 3 ચમચી મેયોનીઝ લો એમાં 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો.

પછી આને બરાબર મિક્સ કરીને આ મિશ્રણને વાળ માં લગાવીને લગભગ 1 કલાક સુધી રહેવા દો પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ દો. અઠવાડિયામાં 2 વખત આ પ્રયોગ કરો અને પછી દેખો કેવી દ્રીમુખી વાળની સમસ્યા દૂર થઈ જાય છે.

-મેયોનિઝ અને બદામના તેલનું માસ્ક

image source

મેયોનિઝ વાળને નરમ બનાવીને ફ્રીજી વાળથી છૂટકારો આપે છે. આનું હેર માસ્ક બનાવવા માટે 1/4 કપ મેયોનિઝ,1/ કપ શુદ્ધ બદામનું તેલ,અને 2 ઈંડા મિક્સ કરીને એની પેસ્ટ બનાવી લો.

આ મિશ્રણને સરસ રીતે વાળમાં લગાવો. થોડાક વાર સુધી એમ જ રહેવા દો પછી શેમ્પૂ અને કંડિશનરથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત આ મિશ્રણને વાળમાં જરૂરથી લગાવો.

-એવાકાડો હેર માસ્ક

image source

મેયોનિઝ જેવુ જ એક ફૂડ આઇટમ(ફ્રૂટ) છે જે તમારા દ્રીમુખી વાળની સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે અને એ છે એવકાડો. વિટામિન-ઇ ,મીનરલ્સ,ફાઇટોનુટ્રીએંટ્સથી ભરપૂર છે એવાકાડો જે વાળને જરૂરી નરમાશ આપીને વાળને ડેમેજ થતાં બચાવે છે.

આ હેર માસ્ક બનાવવા માટે અડધા એવકાડોનો પલ્પ લો અને એની અંદર 1 ચમચી બદામનું તેલ મિક્સ કરો અને પછી આની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો.

Related image
image source

આને સારી રીતે વાળમાં અને અંદરની ત્વચા પર લગાવો થોડી વાર પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. દ્રીમુખી વાળની સમસ્યાતું છૂટકારો મળશે.

મેયોનીઝમાં રહેલા ગુણો

image source

– મેયોનીઝ વાળ માટે ખુબ જ ગુણકારી છે એમાં વધારે પ્રમાણમાં પોષકતત્વ રહેલા હોય છે અને એમાં દહીંથી વધુ ચરબી રહેલી હોય છે.

– ખાસ તો જે લોકો ખોડાની સમસ્યાથી પરેશાન થતા હોય તો એના માટે મેયોનીઝ એક અસરકારક ઉપાય છે. એના માટે જો મેયોનીઝને તમે તમારા સ્કેલ્પમાં લગાવશો તો આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

image source

– મેયોનીઝમાં ઇંડુ, વિનેગર અને તેલ મિક્સ કરીને લગાવવાથી વાળને પોષણ અને મોઇશ્ચરાઇઝ કરવામાં ઘણી જ મદદ કરે છે. મેયોનીઝ આપણને વાળના વિકાસ કરવામાં પણ ખુબ જ મદદ કરે છે અને વાળને ભરાવદાર પણ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ