આપણાં જવાનો કેવી રીતે રહે છે -40 ડિગ્રી તાપમાનમાં, અને હથોડાથી કેવી રીતે તોડવી પડે છે વસ્તુઓ જોઇ લો આ વિડીયોમાં

દિલ્લીસહિત આખા ઉતરભારતમાં ભયાનક ઠંડી પડી રહી છે. જ્યાં કેટલીક જગ્યાઓએ તો ઠંડીના જુના રેકોર્ડસ પણ તૂટી ગયા છે. આ સખત ઠંડીમાં સામાન્ય લોકોનું જીવન ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. તેમજ કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. આ હાડકા થીજવતી ઠંડીમાં પણ લોકો જેમ તેમ કરીને કામ કરી રહ્યા છે. પરંતુ થોડુંક વિચારો કે પર્વતની ટોચ પર ગલેશિયરમાં ફરજ બજાવતા આપણા દેશના જવાનો -૪૦ ડિગ્રી તાપમાનમાં કેવી રીતે રહેતા હશે?

image source

સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગ્લેશીયરમાં કેવી રીતે રહે છે. -૪૦ ડીગ્રી તાપમાનમાં બટાકા, ઈંડા, ટામેટા બધું પથ્થર જેવું થઈ જાય છે. પીવાનું જ્યુસ પણ પથ્થર જેવું થઈ જાય છે.

રોહિત અગ્રવાલે ભારતીય જવાનોનો આ વીડિયો ૨૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ દિવસે ૧૧:૫૪ મિનિટ પર ટ્વિટ કર્યું હતું. જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

image source

આ વીડિયોમાં સેનાના ત્રણ જવાનો જણાવી રહ્યા છે કે ત્યાં આવતા ઈંડા, જ્યુસ, બટાકા વગેરેની કેવી હાલત થઈ જાય છે. તેમાના એક જવાને જણાવ્યું કે અહીં આવતા ઈંડા એકદમ પથ્થર થઈ જાય છે. તેણે ઈંડાને પછાડીને બતાવ્યું કે ઈંડા પછાડવાથી પણ ફૂટતું નથી. ઈંડાને તોડવા માટે હથોડાનો પ્રયોગ કરવો પડે છે. ઈંડાને આમ જ તોડીને બનાવવા પડે છે.

image source

તેમજ જ્યુસનું એક પેકેટ કાપીને જણાવ્યું કે કેવી રીતે જ્યુસ એક ઈંટની જેમ જામી જાય છે. તેમણે જણાવ્યું કે આ જ્યૂસ પીવા માટે તપેલીમાં પેહલા ગરમ કરવું પડે છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જવાનો એક પછી એક બટાકા, ઈંડા અને ટામેટાને તોડે છે. લોહી જામી જાય તેવા વાતાવરણમાં ડુંગળી કાપવી એ પણ એક બહું મોટું કામ છે.

image source

રોહિત અગ્રવાલ આ વીડિયો શેર કરતા લખે છે કે ભારતીય જવાનોને સલામ છે, જે કોઈપણ ફરિયાદ કર્યા વગર આવા વાતાવરણમાં રહે છે અને હસતા રહે છે.

થોડાક દિવસ પહેલા ટ્વીટ કરેલ આ વિડિયોને અત્યાર સુધી ૮૮હજારથી વધારે લોકોએ જોઈ લીધો છે. તેમજ ૧૮૦૦થી વધારે લોકોએ રિટ્વીટ કરી છે તો ૫૭૦૦થી વધારે લોકોએ લાઈક કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ