શું તમને ખબર છે આ શહેરના લોકો કેમ આજે પણ માટીના મકાનોમાં રહે છે?

જયારે સિમેન્ટ અને આધુનિક કન્ટ્રક્શન શંસાધનોનું ચલણ નહોતું ત્યારે મોટાભાગના મકાનો માટી અને પથ્થરો વડે બનતા હતા. જો કે તેના તે મકાનો બહુ ઊંચાઈ વાળા નહોતા બનાવી શકાતા. વધુ પડતા મ્હોંનો એક માળ ઊંચાઈ વાળા જ હતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજના આધુનિક સમયમાં પણ એક શહેર એવું છે જ્યાં લગભગ 500 જેટલા મકાનો જુનવાણી સમયની જેમ માટીથી બનાવેલા છે. એટલું જ નહિ પરંતુ આ મકાનો ઊંચાઈ પણ એટલી ધરાવે છે જાણે સિમેન્ટના મકાન ન હોય.

image source

માટી દ્વારા બનાવેલા આ મકાનો વરસાદ અને તાપ દ્વારા પણ ખરાબ થતા નથી વળી અહીંના અમુક મકાનો તો સેંકડો વર્ષ પહેલા નિર્માણ પામેલા છે.

image source

આ અજબ ગજબ શહેર અસલમાં યમન દેશમાં આવેલું છે અને તેનું નામ છે શિબમ. આ શહેરમાં મોટાભાગના મકાનો જુનવાણી ઢબના અને માટીથી બનાવેલા હોવાથી આ શહેર દુનિયાભરમાં પોતાની આ ખાસિયતને કારણે પ્રખ્યાત છે. લગભગ 7000 જેટલી જનસંખ્યા ધરાવતા આ શહેરમાં મકાનો બનાવી તેમાં લોકો વસવાટ પણ કરી રહ્યા છે. શહેરની અમુક ઇમારતો પાંચ માળ ઊંચી છે જયારે અમુક ઇમારતો 11 માળ જેટલી ઊંચાઈ ધરાવે છે.

image source

ઉલ્લેખનીય છે કે યમનના આ શિબમ શહેરને વૈશ્વીક સંસ્થા યુનેસ્કો દ્વારા વર્ષ 1982 માં વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કે બાદમાં વર્ષ 2015 માં યમનમાં ગૃહયુદ્ધ શરુ થઇ જતા અહીંની ઈમારતોને ઘણી ક્ષતિ પહોંચી હતી જેના કારણે યુનેસ્કોએ એ જ વર્ષે આ શહેરને ” જોખમમાં મુકાયેલ સાંસ્કૃતિક વારસો ” ના લિસ્ટમાં શામેલ કર્યું હતું. માટીની ઊંચી ઊંચી ઈમારતોને કારણે આ શિબમ શહેરને ” રણપ્રદેશનું શિકાગો ” તથા ” રણપ્રદેશનું મૈનહેટ્ટન ” પણ કહેવામાં આવે છે.

image source

શિબમ શહેર વિષે એવું પણ કહેવાય છે કે વર્ષ 1530 ઈસ્વીમાં અહીં એક ભયાનક પૂર આવ્યું હતું જેમાં આખું શહેર બરબાદ થઇ ગયું હતું. ત્યારબાદથી જ અહીં માટીના મકાનો બનાવવાની શરૂઆત થઇ હતી. મકાન બનાવવા માટે જે માટીનો ઉપયોગ કરવામાં આવે છે એ માટીનો ઉપયોગ ઈંટો બનાવવામાં પણ કરવામાં આવે છે. ઇતિહાસકારોના મંતવ્ય મુજબ આ માટીના મકાનો પર જયારે રણપ્રદેશનો સખ્ત તાપ પડ્યો તો તે માટી મજબૂત બની ગઈ. જો કે અમુક મકાનોમાં માટીની અંદર લાકડાઓ પણ મુકવામાં આવ્યા છે જેથી તેની મજબૂત પકડ બને.

image source

શિબમ શહેરમાં જ દુનિયાની સૌથી ઊંચી માટીથી બનાવવામાં આવેલી ઇમારત પણ છે. સરેરાશ 28 ડિગ્રી જેટલું તાપમાન ધરાવતા આ શહેરમાં બનેલા આ દેશી મકાનોના ઓરડાઓ અંદરથી ઠંડા અનુભવાય છે. જેનું કારણ એ છે કે જે માટીનો ઉપયોગ ઘર બનાવવા થાય છે તે ગરમીને શોષી લે છે. આના લીધે ગરમ પ્રદેશમાં રહેતા હોવા છતાં સ્થાનિકોને આ મકાનમાં રહેવાથી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ