માતાપિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો: ઓનલાઈન ક્લાસ માટે આપેલા મોબાઈલમાં બાળક જોવા લાગ્યો પોર્ન વીડિયો

દેશમાં વકરેલા કોરોનાને કારણે વેપાર ધંધાથી લઈને શાળાઓ પણ બંધ છે. આમ જોઈએ તો છેલ્લા દોઢ વર્ષ થવા આવ્યું જ્યારથી શાળા બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે શાળા સંટાલકો અને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવ્યુ હતું. બાળકો ઘરે બેઠા મોબાઈલમાં જ શિક્ષણ મેળવી રહ્યા છે.

image source

પરંતુ સવાલ એ છે કે જેટલુ આપણને આ સુખાકારી લાગે છે તેટલુ નથી. હવે તેની સાઈડ ઈફેક્ટ સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઓનલાઇન શિક્ષણની જગ્યાએ બાળકો મોબાઈલમાં ગેમ અને પોર્ન વીડિયો જોતાં થઈ ગયા છે જેને લઈને માતાપિતા ચિંતામાં મુકાયા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં કે જ્યાં એક 16 વર્ષનો સગીર ઓનલાઇન શિક્ષણને કારણે મોબાઇલમાં ઓનઅભ્યાસની સાથે સાથે ગેમ અને પોર્ન વીડિયો જોવાના રવાડે ચઢી ગયો. જ્યારે આ વાતની તેમના માતા પિતાને ખબર પડી ત્યારે તમના હોંશ ઉડી ગયા.

image source

તો બીજી તરફ તેમના માતાપિતાએ આ કૂટવ છોડવવા સગીર પાસે ફોન લઈ લીધો હતો. તો બીજી કતરફ બાળકે ફોન નહિ આપે તો આત્મહત્યા કરવાની ધમકી આપતા માતા પિતા ચોકી ગયા. છેવટે માતાપિતાએ આ મામલે મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ લીધી. જ્યારે મહિલા હેલ્પલાઇનની ટીમ આ સગીરને મળી અને સમજાવ્યુ કે બે- ચાર વર્ષ બાદ ઘરની જવાબદારી તારા પર આવશે અને મનમાં આત્મહત્યા કરવાનો વિચાર લાવવાનો નહિ. માતા પિતાનું વાત માનવાની અને અભ્યાસમાં ધ્યાન આપવાનું.

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે મહિલા હેલ્પલાઇન અભયમ 181ને શાહીબાગ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, મારા 16 વર્ષના દિકરાને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ આપ્યો હતો, પરંતુ તે અભ્યાસ પર ધ્યાન આપવાને બદલે પોર્ન વીડિયો જોવાની અને ગેમ રમવાની લતે ચઢી ગયો છે. આ ઉપરાંત મોબાઈલ લઈ લેવાની વાત કરી તો આત્મહત્યાની ધમકીઓ આપવા લાગે છે, ત્યાર બાદ મહિલા હેલ્પલાઇનની ટીમ બાળકનું કાઉન્સલિંગ કરવા ઘરે પહોંચી હતી. ત્યાર આવી તેમને ખબર પડી કે, 16 વર્ષનો સગીર મોબાઈલમાં સતત ગેમ રમતો હતો. આ ઉપરાંત ઘરમાં ગંદી ગાળો પણ બોલતો અને કોઈનું માનતો ન હતો. જ્યારે બાળક પાસેથી મોબાઈલ બળજબરીથી લઈ લેવાની વાત કરી તો તેણે ધમકી આપી હતી કે હું મોબાઈલ વગર નહિ રહી શકું, જો તમે ફોન નહિ આપો તો હુ આત્મહત્યા કરી લઈશ. જેથી ઘરના બધા સભ્યો ટેન્શનમાં આવી ગયા હતા.

image source

ત્યાર બાદ અભયમની ટીમે સમજાવ્યો કે બેટા ફોનમાં ગેમ રમવાથી તારું કરિયર નહિ બને, તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી ઓનલાઇન કલાસ ચાલુ હોય ત્યાં સુધી ફોન લેવાનો પછી પાછો માતા પિતાને આપી દેવાનો. તેમણે વધુમાં કહ્યું કે, ફોનમાંથી બધી ગેમો ડિલિટ કરી સમજાવ્યો હતો કે ઘરના સભ્યો તારા સારા કેરિયર વિશે વિચારે છે એટલે તને મોબાઈલનો વધુ ઉપયોગ કરવાની ના પાડે છે અને મનમાં આત્મહત્યા કરવાનો ક્યારેય વિચાર નહિ કરવાનો. આ બધી વાતથી આખરે સગીરે તેમની વાત માની હતી અને હવે મોબાઈલનો કામ વગર ઉપયોગ નકરવાની ખાતરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!