બેંકિંગથી લઈ સિલિન્ડરના ભાવ સુધી આ ફેરફારો પર 1 જૂનથી શરુ થશે અમલ

1 જૂનથી દેશમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારો વિશે જાણવું પણ દરેક વ્યક્તિ માટે જરૂરી છે કારણ કે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર થવા જઈ રહી છે. આ ફેરફારો એવા છે જે તમારા પીએફ ખાતા અને ઈનકમ પર પણ અસર કરશે. તો ચાલો તમને પણ જણાવી દઈએ કે કયા કયા છે આ ફેરફારો.

1 જૂનથી જે ફેરફારો થવાના છે તેના વિશે જાણવું એટલા માટે જરૂરી છે કે તેને જાણી લેશો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

1. બેંક ઓફ બરોડામાં પેમેંટની બદલાશે રીત

image source

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે સૌથી મોટો ફેરફાર થશે કે તેમની ચેક પેમેન્ટની રીત બદલી જશે. ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે બેંકે ગ્રાહકો માટે પોઝિટિવ કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. બીઓબીના અધિકારીઓનું કહેવું કે ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની ડિટેલ્સને ત્યારે રિકન્ફર્મ કરવાની હશે જ્યારે તેઓ 2 લાખ કે તેનાથી વધુનો ચેક આપશે.

2. ગેસ સિલિન્ડરના ભાવ

image source

એક જૂનથી એલપીજી એટલે કે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ પણ બદલશે. દર મહિને કંપની રસોઈ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. ઘણીવાર મહિનામાં 2 વખત ભાવ બદલે છે. હાલ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 809 છે. તેવામાં 14.2 કેજી અને 19 કેજીના સિલિન્ડરના ભાવ બદલે તેની પણ શક્યતા છે.

3. બંધ રહેશે ઈનકમ ટેક્સ વેબસાઈટ

image source

1થી 6 જૂન સુધી ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ બંધ રહેશે. 7 જૂનથી ઈનકમ ટૈક્સ વિભાગ ટેક્સપેયર્સ માટે ઈનકમ ટેક્સ ઈ ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. આવક નિદેશાલય અનુસાર આઈટીઆર ભરવા માટે આધિકારિક વેબસાઈટ 7 જૂન 2021થી બદલી જશે.

4. પીએફને આધાર સાથે લિંક કરવું જરૂરી

image source

ઈપીએફઓના નિર્દેશ નુસાર 1 જૂન પછી જો કોઈ ખાતું આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય કે પછી યૂએનએસ આધાર વેરિફાઈડ નહીં હોય તો તેનું ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન ભરી શકાશે નહીં. તેથી હજુ પણ સમય છે આધારને ખાતા સાથે લિંક કરી લો.

5. ગૂગલ પર સ્ટોરેજ માટે આપવા પડશે રૂપિયા

image source

ગૂગલ ફોટોમાં 1 જૂન બાદથી અનલિમિટેડ ફોટો અપલોડ નહીં કરી શકાય. ગૂગલ અનુસાર 15જીબી સ્પેસ દરેક જીમેલ યૂઝર્સને મળશે. આ સ્પેસમાં ઈમેલ અને ફોટોનો સમાવેશ થાય છે. જો 15જીબીથી વધુ સ્પેસ યૂઝ કરવી હોય તો તેના માટે તમારે વધારે ખર્ચ કરવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!