કોરોના અને મ્યુકોરમાઇકોસિસ બાદ નવા રોગના 100 કેસ સામે આવતા આખું ગુજરાત ફફડી ઉઠ્યું, જાણો એસ્પરઝિલસ ફૂગ વિશે

હાલમાં કોરોના હજુ સાવ ગયો નથી ત્યાં જ બીજી જીવલેણ બિમારીઓ આવી રહી છે અને લોકોને હેરાન પરેશાન કરી રહી છે. ત્યારે હવે ફરી એકવાર એક નવી બિમારીએ એન્ટ્રી કરી છે અને તેના 100થી વધુ કેસ રાજકોટમાં નોંધાઈ પણ ચૂક્યા છે. તો આવો વિગતે વાત કરીએ આ નવી આફત વિશે. હાલમાં માહોલ એવો છે કે કોરોનાએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. એમાં પણ કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો છે અને કાળો કહેર વર્તાવ્યો છે.

image source

રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડો.નીરજ મહેતાએ આ વિશે પુરી માહિતી આપી હતી અને વાત કરી હતી કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફૂગના 100થી વધુ દર્દી હાલની તારીખે સારવાર લઇ રહ્યાં છે. કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફૂગ થવાની શક્યતા રહે છે એવું પણ ડોક્ટરનું કહેવું છે. સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થઈ ગયું છે જે ખરેખર ચિંતાનો વિષય છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા જ હતા. જો કે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા સામે આવી રહ્યા હોવાનું પણ ડોક્ટર કહી રહ્યા છે.

image source

જો કે આ રોગમાં મોટી ચિંતા વિશે ડોક્ટર વાત કરે છે કે એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનના પ્રમાણમાં પણ બે ગણો વધારો થયો છે. જેના કારણે લોકોમાં ફફડાટ મચી ગયો છે. પરંતુ આ રોગની એક સારી વાત એ પણ છે કે મ્યુકોરમાઇકોસિસ જેટલું ઘાતક નથી, પરંતુ એની વહેલી તકે સારવાર કરાવવી ખુબ જ જરૂરી છે, નહિ તો એસ્પરઝિલસ પણ ઘાતક સાબિત થઇ શકે એમાં કોઈ બે મત નથી ફૂગના ફૂંફાડા સામે હવે કોરોના વિષાણુ પણ વામણો લાગવા માંડ્યા છે. કોરોના રિકવર થયા બાદ 20થી 40 દિવસની અંદર એસ્પરઝિલસ ફૂગ થવાની શક્યતાઓ રહેલી છે.

image source

જો આ રૉગના લક્ષણો વિશે આપણે વાત કરીએ તો એસ્પરઝિલસની અંદર ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળતાં હોય છે. જેમાં દર્દીને તાવ આવવો, કફ ભરાય જવો અને કફમાં લોહી આવવું જેવાં લક્ષણો જણાતાં હોય છે તેમજ કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે અને એસ્પરઝિલસ છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે હોય છે. તેથી જો આ લક્ષણો તમારામાં પણ દેખાઈ તો તમારે એકવખત જરૂરથી ભૂલ્યા વગર ગાફેલમાં ન રહીને રિપોર્ટ કરાવવો જરૂરી છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે જો સારવાર વિશે વાત કરવામાં આવે તો એસ્પરઝિલર ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. એની એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ટેબ્લેટ દિવસમાં બે વખત લેવાની રહે છે. સામાન્ય રીતે એસ્પરઝિલસની સારવાર 21 દિવસ સુધી ચાલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!